રેખાબહેન ભટ્ટી ભાગનગર સ્થિત સાહિત્યપ્રેમી અને સાહિત્ય સર્જક છે. એમના કાવ્યો અને વાર્તાઓ અનેક ગુજરાતી સામયિકોમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપરથી પણ એમણે એમની રચનાઓ રજૂ કરી છે. વિવિધ સાહિત્યને લગતી હરિફાઈઓમાં એમને પુરસ્કારો મળ્યા છે. ભાવનગરની બુધસભાના તેઓ સક્રીય સભ્ય છે. એક ગુજરાતી ફીલ્મની સ્ક્રીપ્ટ પણ લખી છે. ગુજરાત રાજ્ય ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈંડસ્ત્રીઝ તરફથી એમને સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરવા બદલ મહિલાઓ માટેનો ગરિમા એવોર્ડ ૨૦૧૭ માં આપવામાં આવેલો.
આજે આંગણાંમાં એમના બે કાવ્યો રજૂ કરૂં છું.
અઢળક વૈભવ
હા; તારા જ મીઠા અને મધુર શબ્દો થકી
હું આટલી સુંદર અને પ્રકાશિત બની છું
મને ખબર છે કે મારુ હૃદય બહુ નિર્બળ છે
તેથી હું વારંવાર તને જ વળગી પડું છું.
હા; તારા થકી જ મને મૃદુ અને મધુર
આનંદ મળ્યો છે, એટલે જ તો જોને;
મારા બધા જ સ્વપ્નોને પાંખો ફૂટી છે.
મેં હંમેશા જોયું છે કે તારામાં,
આનંદ, પ્રકાશ અને વૈભવ અઢળક ભર્યો છે
તેથી જ હું ઘનઘોર અંધારે પણ પ્રેમનો
થોડોક અંશ મેળવવામાં હંમેશા સફળ થાવ છું
અને મને મળતા આનંદની સાથે
પીડાના સ્પર્શને હું પચાવી શકું છું.
—-રેખા ભટ્ટી
રેખા, તમારું સુંદર લખાણ વાચી આનંદ થયો. ભાવનગરી હોવાથી મારા બા ભાગીરથીની યાદમાં “જાહનવિ સ્મૃતિ” કવયિત્રી સંમેલનમાં ભાગ લીધેલ હશે. સરયૂ પરીખ. ઓસ્ટિન, ટેક્સાસ. saryuparikh@yahoo.com
LikeLike