મન તરપત હરિ દર્શન કો આજ (સંકલન પી. કે. દાવડા)

ઈ.સ. ૧૯૫૨મા અત્યંત સફળ ફિલ્મ “બૈજુબાવરા”ના કૃષ્ણ ભજન “મન તરપદ હરી દરશન કો આજ”ના સર્જક છે મહંમદ શકીલ બદાયુની (૧૯૧૬-૧૯૭૦), જેને ફિલ્મી દુનિયામાં શકીલ બદાયુની તરીકે સૌ ઓળખે છે. ઉત્તર પ્રદેશના બદાયું ગામના વતની શકીલ મોહંમદ ઈ.સ. ૧૯૪૪મા ફિલ્મોમાં કિસ્મત
અજમાવવા આવ્યા હતા. અને સૌ પ્રથમ નૌશાદ અલીને તેઓ મળ્યા. નૌશાદ અલીએ તેમને કઈ સંભળાવવા કહ્યું. અને શકીલમાથી શાયરી ફૂટી,

“હમ દર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે,
હર દિલ મેં મહોબ્બત કી આગ લગા દેંગે”

એક મુસ્લિમ શાયર “મન તડપત હરી દરશન કો આજ” લખે છે, ત્યારે તેની શુદ્ધ ધર્મ ભાવના તેમાં અભિવ્યક્ત થાય છે. જેમાં કયાંય હિંદુ-મુસ્લિમના ભેદ દેખાતો નથી. એ ગીતમાં હરીને પામવાની તડપ શકીલની દરેક કડીમાં સાકાર થયેલી જોવા મળે છે.

મન તરપત હરી દરશન કો આજ
મોરે તુમ બિન બિગરે સગરે કાજ
આ, બિનતી કરત હું રખીયો લાજ….મન તરપત

તુમ રે દવારકા મેં હું જોગી
હમરી ઔર નજર કબ હોગી
સુન મોરે બ્યાકુલ મન કા બાજ….મન તરપત

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં
દીજો દાન હરી ગુણ ગાઉં
સબ ગુની જન પે તુમ્હારા રાજ….મન તરપત

મુરલી મનોહર આસ ન તોડો
દુઃખ ભંજન મોરે સાથ ન છોડો
મોહે દરશન ભિક્ષા દે દો આજ….મન તરપત

આ ગીતના રેકોર્ડીંગની ઘટના પણ જાણવા જેવી છે. જે દિવસે નૌશાદ આ ગીતનું રેકોર્ડીંગ કરવાના હતા. તેના આગલા દિવસે દરેક સાજિંદાને તેમણે ખાસ સુચના આપી હતી, “કલ કૃષણ ભગવાન કી શાન મેં ગાયે જાને વાલે ઇસ ભજન કા રેકોર્ડીંગ હૈ. ઇસ લિયે આપ સબ પાક સાફ હો કર સ્ટુડીઓ પર આયેંગે.”
અને એમ જ થયું. સૌ સાજિંદાઓ પવિત્ર થઈને સ્ટુડીઓ પર આવ્યા. સૌએ પોતાના જુતા સ્ટુડીઓ બહાર જ ઉતર્યા. ગીતના ગાયક મહંમદ રફી સાહેબ હતા. તેમણે પણ સ્ટુડીઓમાં દાખલ થતા માથે રૂમાલ બાંધ્યો. અને આમ અંત્યંત પવિત્ર વાતાવરણમાં “મન તરપત હરી દરશન કો આજ” ભજનનું રેકોર્ડીંગ
થયું. ભજનના રેકોર્ડીંગ દરમિયાન વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું કે સાજિંદાઓને ચુકવણું કરવા હંમેશા આવતા લલ્લુભાઈ રીતસર કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની નાચવા લાગ્યા. રેકોર્ડીંગ પૂરું થવા છતાં તે નાચતા જ રહ્યા. એ દ્રશ્યને અભિવ્યક્ત કરતા નૌશાદ કહે છે.
“લલ્લુભાઈ ભક્તીમે લીન હોકર નાચ કર રહે થે. ઉનકો કો સંભાલના હમારે લીયે મુશ્કેલ હો ગયા થા. બડી મુશ્કિલ સે હમને ઉન્હેં સંભાલા. યે દેખકર મહંમદ રફી સાહેબ કહેને લગે, નૌશાદ સાહબ, યે આપ કે ગીત કા કમાલ હૈ”
મેને કહા,
“હુજુર, યે મેરે ગીત કા નહિ રાગ માલકોશ કા કમાલ હૈ. ભગવાન શિવ કી પ્રસાદી સે બના રાગ માલકોશ લોગો કો પાગલ બના દેતા હૈ”

આ પ્રસંગ છે એક મુસ્લીમ શાયરે લખેલા, એક મુસ્લીમ મ્યુઝીક ડાયરેકટરે સ્વરબધ્ધ કરેલા અને એક મુસ્લીમ ગાયકે ગાયેલા, હીન્દુ ભક્તિગીતની કહાણી. આ ભારતની સાચી સંસ્કૄતિ છે.

(સંકલનઃ પી. કે. દાવડા)

Advertisements

3 thoughts on “મન તરપત હરિ દર્શન કો આજ (સંકલન પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s