કીડી અને પતંગિયું (પી. કે. દાવડા)


 

ઉનાળાની ગરમીમાં કીડી પોતાનું દર બનાવી એમાં ચોમાસા માટે ખોરાક સંગ્રહ કરી રહી હતી, ત્યારે પતંગીયું એક છોડથી બીજા છોડ ઉપર કુદાકુદ કરતું હતું. પતંગિયાને લાગતું કે કીડીમાં અક્કલ નથી, ઉનાળાની મજા લેવાને બદલે કીડી ગધામજૂરી કરે છે.

ચોમાસું આવ્યું. કીડી તો પોતાના હુંફાળા દરમાં સંગ્રહ કરેલા ખોરાકથી આરામમાં રહેવા લાગી. વરસાદ અને ઠંડીથી થરથરીને પતંગિયાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. એણે કહ્યું, “ કીડીને મજાનું  હુંફાળું ઘર છે અને પુરતો ખોરાક છે તો મને એનાથી વંચિત શા માટે રાખવામાં આવે છે?”

NDTV, BBC, CNN અને અન્ય ચેનલો અને ટાઇમ્સ ઓફ ઈંડિયા, મુંબઈ સમાચાર વગેરે છાપાંઓએ ભૂખ અને ઠંડીથી થરથરાતા પતંગિયાના ફોટા સાથે સમાચાર છાપ્યાં. સાથે સાથે આરામથી જીવન ગુજારતી કીડીના પણ સમાચાર આપ્યા. સમાચારોથી દુનિયા દંગ થઈ ગઈ. પગંગિયાને આવી રીતે સહન કરતો કેવી રીતે જોવાય? અરૂંધતિ રોય કીડીના દરની સામે ધરણા ઉપર બેસી ગઈ. મેધા પાટકારે તો આમરાંત ઉપવાસ જાહેર કર્યા. બધાએ માગણી કરી કે પતંગિયાને કાંતો જ્યાં હજી ઉનાળો હોય ત્યાં મોકલો અથવા અહીં એનો બંદોબસ્ત કરો.

વાત યુનો સુધી પહોંચી ગઈ. યુનોએ ટીકા કરી કે ભારત સરકાર પતંગિયાના મૌલિક અધિકારોનું રક્ષણ નથી કરતી. વોટ્સએપ અને ફેસબુક ટીકાઓથી ભરાઈ ગયા. કેટલાકે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી. વિરોધ પક્ષના લોકો લોકસભા અને રાજ્યસભામાંથી વોકઆઉટ કરી ગયા. કોમ્યુનિષ્ટોએ ભારત બંધની જાહેરાત કરી. લાલુપ્રસાદે જ્યુડીશીયલ ઈંક્વારીની માગણી કરી. એમણે કહ્યું કે પતંગિયાને ગરમ પ્રદેશમાં જવા રેલ્વેમાં મફત પ્રવાસ કરવા દેવો જોઈએ.

પરિણામે સરકારેપતંગિયા સામેની ક્રૂરતા નિવારવાનો ધારો ચોમાસાથી લાગુ કરવા વટહુકમ કાઢ્યો.

શિક્ષણ પ્રધાને પતંગિયાને મફત શિક્ષણની સહાય જાહેર કરી અને એના માટે સરકારી નોકરીની પણ સગવડ કરી. કીડી ઉપર સંગ્રહ કરીને ગરીબોના ભાગનું એકઠું કરવા માટે ગુન્હો દાખલ કર્યો.

અરૂંધતિ રોયે કહ્યું ન્યાયની જીત છે.”

લાલુપ્રસાદે કહ્યું, “ સામાજીક ન્યાય છે.”

કોમ્યુનિષ્ટોએ કહ્યું, “ સામાજીક ક્રાંતિ છે.”

યુનો પતંગિયાને મહાસભાને સંબોધન કરવા આમંત્રણ આપ્યું.

થોડા વરસ પછી કીડી અમેરિકા જતી રહી. અને સિલિકોન વેલીમાં મોટા પાયે ધંધો શરૂ કર્યો.

ભારતમાં પરિસ્થિતિ યથાવત છે.

પી. કે. દાવડા

3 thoughts on “કીડી અને પતંગિયું (પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s