(બાજપાઈ કવિતાઓ લખતા હતા એ વાત સર્વવિદિત છે, પણ નરેંદ્ર મોદી પણ કવિતાઓ લખે છે એ વાત એટલી જાણીતી નથી. આજે અહીં નરેંદ્ર મોદીની બે કવિતાઓ રજૂ કરૂં છું – સંપાદક)
(૧)
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.
-નરેન્દ્ર મોદી.
(૨)
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં કાયરોની શતરંજ પર જીવ સોગઠાબાજી રમે નહીં હું પોતે જ મારો વંશજ છું હું પોતે મારો વારસ છું પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું
વાહ! કહેવું પડે. સરયૂ
LikeLike
પ્રેરણાદાયી ને ખમીરવંતી રસધારાનાં સુંદર કવન.
Sent from my iPhone
>
LikeLike
સરસ કવિતાઓ.
LikeLike