ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧ (દીપક ધોળકિયા)


દીપકભાઈનો જન્મ ૧૯૪૮માં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં થયો હતો. એમના દાદા સ્વતંત્રતા સંગ્રામમાં અને આઝાદી બાદ રાજકારણમાં સક્રીય હતા. જાણે દાદાનો વારસો મળ્યો હોય તેમ દીપકભાઈ પણ અન્યાય સામે લડત ચલાવવામાં હંમેશાં સક્રીય રહ્યા છે. આવી હકીકત હોવાથી એમની કલમે લખાયેલો ઈતિહાસનો ખંડ જેમા ભારત ગુલામ શી રીતે થયું, અને પછી આઝાદ શી રીતે થયું, ખૂબ રસપ્રદ હોવાનું .

આજથી દર સોમવારે એમના ખૂબ પરિશ્રમ અને શોધકોળથી સર્જાયલા પ્રકરણો આંગણાંમાં મૂકાશે.

પ્રાસ્તાવિક

આપણો દેશ એની ભૌગોલિક સ્થિતિને કારણે સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સદીઓથી અહીં વિદેશી આક્રમણખોરો આવતા રહ્યા છે. કોઈ આવ્યા અને લૂંટીને ચાલ્યા ગયા, તો કોઈ અહીં આવીને સત્તાધીશ બની ગયા. એમના ઉત્થાન અને પતનના સાક્ષી બનવાનું પણ આપણા નસીબમાં લખાયેલું હતું. આમાં સૌથી છેલ્લે આવ્યા અંગ્રેજો. માત્ર શાસક બનીને રહ્યા, કદીયે ભારત દેશને પોતાનો માન્યો. એમના અમલમાં આપણો દેશ સમૃદ્ધિમાંથી દરિદ્રતામાં સરકતો ગયો. આપણા સુદીર્ઘ ઇતિહાસનું છેલ્લું પ્રકરણ એટલે ભારતમાં અંગ્રેજી સત્તા. ઇતિહાસ જાણવા જેવો છે. અહીં એની એક ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે.

શ્રેણીના પહેલા ભાગમાં આપણે શી રીતે અંગ્રેજોના સકંજામાં આવતા ગયા તે દેખાડ્યું છે; બીજા ભાગમાં સકંજો તોડવાની મથામણ, વેદના અને સફળતાનું આલેખન કરવા ધાર્યું છે. ઇતિહાસ સળંગ હોય છે, ખંડિત નહીં. એમાં આપણે વિશેષ કાલખંડ પસંદ કરીએ તે ભલે, પણ ઘટનાઓ કાલખંડમાં મોજૂદ પરિબળોને અધીન હોય છે. કાલખંડ બદલાતા રહે છે. અહીં જુદા જુદા કાલખંડોને એકસૂત્રે બાંધીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. છે, આપણી ગુલામીની કથા, છે, મુક્તિની છટપટાહટ, છે આપણો સંઘર્ષ અને છે આપણી સફળતા.

મારી બારીશીર્ષક હેઠળની શ્રેણીના પહેલા ભાગના લેખોને અહીં સંકલિત કરીને મૂક્યા છે. આશા છે કે આપ સૌ વાચકમિત્રોને પ્રયોગ નિરર્થક નહીં લાગે.

શ્રેણી માટે મેં ઘણાંય પુસ્તકોની મદદ લીધી છે. તે ઉપરાંત ઇંટરનેટ પરથી મળતી અલગ માહિતી અને ફોટાઓ પણ બિનવ્યાવસાયિક ઉપયોગ માટે લીધાં છે. શક્ય બન્યું ત્યાં યોગ્ય સ્થાને આવા સંદર્ભો દર્શાવ્યા છે. પુસ્તકોની સૂચી અંતે મૂકી છે. આમ છતાં કોઈ ઉલ્લેખ રહી ગયો હોય તો ક્ષમા પ્રાર્થી છું.

દીપક ધોળકિયા

પ્રકરણ ૧ : પરતંત્રતાનાં બીજ

ભારતની પરતંત્રતાનાં બીજ તો વવાયાં ઇંડોનેશિયાના એક નાના ટાપુપુલાઉ રુનપર (પુલો રુન અથવા પુલોરૂન પણ કહે છે). ટાપુ બહુ નાનો છે; .૨ કિલોમીટર લાંબો અને ૮૦ મીટર પહોળો! સાંજના ફરવા નીકળ્યા હો તો એક કલાકમાં ઘરે પાછા આવી જાઓ. નક્શામાં દેખાડો તો દેખાય નહીં. દસબાર ફૂટ લાંબોપહોળો નક્શો હોય તો ઇંડોનેશિયાના બાંદાના સમુદ્રના ટાપુઓમાં પુલાઉ રુન કદાચ દેખાય. (ઈંડોનેશિયા અસંખ્ય ટાપુઓનો દેશ છે).

૧૬૦૩માં ઇંગ્લૅન્ડના કેટલાક પ્રવાસીઓ ત્યાં ઊતર્યા. એ વખતે આ પુલાઉ રુન પર રહેવાની જગ્યા પણ નહોતી, પીવાનું પાણી પણ નહોતું, માત્ર વૃક્ષો હતાં.  પરંતુ એમનો એક ખાસ ઉદ્દેશ હતો. એ લોકો ‘ઈસ્ટ ઇંડિયા કંપની’ના માણસો હતા. આ ટાપુ પર જાયફળ મોટા પ્રમાણમાં થતાં હતાં અને એમનો વિચાર જાયફળનો વેપાર કરવાનો હતો. જાયફળ માટે તો પાતાળલોકમાં જવું પડે તો પણ એમની તૈયારી હતી. પુલાઉ રુન પર આજના ભારતીય ચલણમાં જોઈએ તો એક પૈસાના ખર્ચ સામે ૩૨૦ રૂપિયા મળતા. એટલે કે ૩૨,૦૦૦ ટકા નફો!

આથી જ બ્રિટનના રાજા જેમ્સ પહેલાનું ટાઇટલકિંગ ઑફ ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, આયર્લૅન્ડ, ફ્રાન્સ, પુલોવે (પુલો આઈ કે પુલાઉ આઈ) પુલો રુન (પુલાઉ રુન) હતું. પુલાઉ રુનના પ્રવાસીઓને મન એનું મહત્ત્વ સ્કૉટલૅન્ડ કરતાં જરાય ઓછું નહોતું!

બાંદા ટાપુઓના નિવાસીઓની ખાસિયત એ હતી કે એ કોઈને પોતાનો રાજા નહોતા માનતા. એમની પંચાયત સર્વોપરિ હતી. ઓરાંગ કેયા, એટલે કે પંચાયતના મુખીનો પડતો બોલ ઝીલવા એ તત્પર રહેતા. એશિયામાં તો ગ્રામ સમાજનું મહત્ત્વ બહુ જ હોય છે. અગ્નિ એશિયામાં બધા નિર્ણયો પંચાયત આદત(સર્વસંમતિ)થી લેતી. પાડોશના ટાપુઓ, નીરા અને લોન્થોર પર તો ડચ (હૉલૅન્ડ)નું દબાણ એટલું હતું કે એ પોતાની મરજીથી કંઈ ન કરી શકતા. ડચ લોકો અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપનીથી બે વર્ષ પહેલાં જ આવીને સ્થાયી થઈ ગયા હતા. પરંતુ હજી પુલાઉ આઈ અને પુલાઉ રુનમાં પંચાયતોના હાથમાં બધું હતું.

અહીં ઈસ્ટ ઇંડિયા કંપનીના માણસો અને બાંદાવાસીઓના સંબંધો સારા રહ્યા. ૧૬૧૬માં ડચ કંપનીના માણસોએ પુલાઉ રુન પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે રુનવાસીઓએ અંગ્રેજો પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી. એમણે વફાદારીના સોગંદ લીધા, એટલું જ નહીં, એમણે નવા સત્તાધીશોને રુનની પીળી માટીના દડામાં વિકસાવેલો જાયફળનો નાનો રોપો ભેટ આપ્યો.

આ બહુ મોટી વાત હતી કારણ કે રુનવાસીઓ કદી આવા રોપા કોઈને આપતા નહીં અને જાયફળનાં બીજનું જીવના જોખમે રક્ષણ કરતા. જાયફળના ઉત્પાદન પરનો એમનો ઇજારો તૂટી ન જાય એટલે આવો વિશ્વાસ એ કોઈ પર નહોતા કરતા.

ઈસ્ટ ઇંડિયા કંપનીના માણસોએ રુન પર પ્રેમપૂર્વક પોતાનું આધિપત્ય તો સ્થાપ્યું પણ એમાંથી એક નવી સમસ્યા ઊભી થઈ. ઇંગ્લૅન્ડના રાજાએ એમને કોઈ પ્રદેશ પર વર્ચસ્વ સ્થાપવાની છૂટ નહોતી આપી. એમણે માત્ર વ્યાપાર કરવાનો હતો. આથી ઈસ્ટ ઇંડિયા કંપની માત્ર બ્રિટિશ તાજ વતી રુનવાસીઓની વફાદારી સ્વીકારી શકતી હતી. તાજને ઈસ્ટ  ઇંડિયા કંપનીનું આધિપત્ય સ્વીકાર્ય નહોતું અને એણે પુલાઉ રુન ટાપુ પર નાકાબંધી કરી દીધી. ચાર વર્ષની નાકાબંધી પછી ઈસ્ટ ઇંડિયા કંપનીએ ટાપુ ઇંગ્લૅન્ડના રાજાને સોંપી દીધો. રાજા રુન પર કબજો મળતાં બહુ ખુશ થયો.

આ દરમિયાન, ઇંગ્લૅન્ડમાં રાજકીય ઉથલપાથલનો એક આખો ગાળો આવી ગયો. ચાર્લ્સ પહેલાએ ૧૬૨૯માં પાર્લમેન્ટનું વિસર્જન કરી નાખ્યું અને ૧૬૪૦ સુધી  પાર્લમેન્ટ વિના જ શાસન ચલાવ્યું. ૧૬૪૦માં રાજાના સમર્થકો અને પાર્લમેન્ટના સમર્થકો વચ્ચે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું. એનો બીજો દોર ફરી ૧૬૪૭માં શરૂ થયો અને ચાર્લ્સ પહેલાને મૃત્યુદંડ અપાયો. રાજાશાહીનો અંત આવ્યો, પાર્લમેન્ટ ફરી સ્થપાઈ, ૧૬૫૩માં ઑલિવર ક્રોમવેલે રાજાને સ્થાનેલૉર્ડ પ્રોટેક્ટરતરીકે સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી.

આમ છતાં, પુલાઉ રુન માટે ઇંગ્લેન્ડને હંમેશાં કૂણી લાગણી રહી. ક્રોમવેલે તો એમાં વધારે ઉમેરો કર્યો. એણે પોતાના પ્રેસ્બિટેરિયન સંપ્રદાયના લોકોને ત્યાં વસવા મોકલ્યા. લંડન નામનું જહાજ ભરીને બકરાં, મરઘાં, કોદાળી, પાવડા, ખ્રિસ્તી પ્રાર્થનાઓ (Psalms)નાં પુસ્તકો મોકલીને કાયમી વસાહત ઊભી કરવાનાં પગલાં લીધાં. પરંતુ ડચ સેના સાથે ઝપાઝપી થતાં આ જહાજને  સેન્ટ હેલેના ટાપુ તરફ વાળવું પડ્યું.

પરંતુ ક્રોમવેલે બીજું એક પગલું પણ લીધું જે માત્ર રુન માટે નહીં ઈસ્ટ ઇંડિયા કંપની માટે બહુ મહત્વનું હતું. એણે કંપનીને બીજા પ્રદેશોમાં જઈને પોતાની વસાહતો સ્થાપવાનો અધિકાર આપ્યો!  જો કે રુન માટે ડચ હકુમત સાથે સાઠ વર્ષથી ચાલતી લડાઈમાં તો ઇંગ્લૅન્ડે સમાધાનનો માર્ગ લીધો. ક્રોમવેલ પછી ઇંગ્લૅન્ડમાં રાજાશાહી ફરી સ્થપાઈ હતી. નવા રાજા ચાર્લ્સ બીજાએ પુલાઉ રુન સહિત બાંદાના ટાપુઓ હૉલૅન્ડને સોંપી દીધા અને બદલામાં હૉલૅન્ડે એને ઉત્તર અમેરિકામાં ન્યૂ ઍમ્સ્ટર્ડૅમ અને મૅનહટન આપી દીધાં. ‘લંડનજહાજને સેન્ટ હેલેના તરફ વાળવું પડ્યું એટલે ટાપુ તો કંપનીના કબજામાં આવી ગયો, પરંતુ ચાર્લ્સ બીજાએ જે વર્ષે આ સમજૂતી કરી એ જ વર્ષે ઈસ્ટ ઇંડિયા કંપનીએબોમ્બે’ (હવે મુંબઈ)માં પોતાની ફૅક્ટરી* સ્થાપી દીધી હતી!

ઉપર (ડાબી બાજુ) ઈસ્ટ ઇંડિયા કંપનીનું મૂળ મકા.( .. ૧૬૦૦થી ૧૬૪૮). તે પછી એણે નવું મકાન (જમણી બાજુ). લીધું અને ૧૭૨૯માં એ પાડીને ત્યાં ઇમારત ખડી કરી. ૧૮૫૮માં રાણીએ ભારતના શાસનનો સીધો કબજો લઈ લીધો ત્યાં સુધીબ્રિટિશ ઇંડિયાપરની હકુમત આ જ મકાનમાંથી  ચાલતી હતી. ૧૮૬૦માં કંપનીને સંકેલી લેવાઈ અને એની અસ્ક્યામતો સરકારના હાથમાં આવતાં આ મકાન થોડા વખત માટેઇંડિયા ઑફિસ તરીકે વપરાતું રહ્યું.

 

3 thoughts on “ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧ (દીપક ધોળકિયા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s