એટમ બોમ્બનો ઈતિહાસ (શોધખોળ આધારિત લેખ) – પી. કે. દાવડા


 

બીજું વિશ્વયુધ્ધ લી સપ્ટેંબર ૧૯૩૯ માં શરૂ થયું અને જી સપ્ટેંબર ૧૯૪૫ માં પુરૂં થયું. સમયગાળામાં ઘણું બધું બન્યું. ચાર કરોડ બ્યાસી લાખ એકત્રીસ હજાર સાતસો સૈનિક માર્યા ગયા, એમાંના ૩૭૦૦૦ સૈનિકો ભારતના હતા (જે અંગ્રેજોના પક્ષમાં લડતા હતા). પણ ગાળામાં સૌથી મોટી ઘટના બની કે વિનાશક શસ્ત્ર એટમબોમ્બની શોધ થઈ અને એનો ઉપયોગ પણ થયો. એના પ્રથમ ઉપયોગમાં ત્રણ લાખ પચાસ હજાર માણસો મરણ પામ્યા.

૧૯૩૦ અને ૧૯૪૦ ની વચ્ચે યુરોપના કેટલાક દેશોમાંથી, ત્યાંની તાનાશાહીથી ત્રાસીને ઘણાં વૈજ્ઞાનિકો અમેરિકા આવી ગયા હતા. અલબર્ટ આઈનસ્ટાઈન પણ તેમાના એક હતા. ૧૯૩૯ માં એમાના કેટલાક વિજ્ઞાનિકો એકઠા થયા અને એમણે અણુશસ્ત્રો વિકસાવવાની પ્રથમવાર ચર્ચા કરી. આની પાછળનું કારણ હતું કે એમને શંકા હતી કે જર્મનીમાં વૈજ્ઞાનિકો દિશામાં કામ કરી રહ્યા છે.

કોલંબીયા યુનિવર્સીટીના પ્રોફેસર જી. બી. પેગ્રામે એનરિકો ફર્મી નામના વૈજ્ઞાનિકનો સંપર્ક કરી એને દિશામાં કામ કરવા આગ્રહ કર્યો. એમણ આઈનસ્ટાઈનના મિત્રોની મદદથી આઈનસ્ટાઈનને આગ્રહ કર્યો કે અમેરિકાની સરકારમાં એમની વગનો ઉપયોગ કરી, સંશોધન માટે ધન ઉપલબ્ધ કરાવે. આઈનસ્ટાઇનના કહેવાથી સમયના અમેરિકાના પ્રમુખ ફેંકલીન રૂઝવેલ્ટે ફેબ્રુઆરી ૧૯૪૦ માં માત્ર ૬૦૦૦ ડોલર મંજૂર કર્યા.

બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકા ૧૯૪૧ ના ડીસેંબર મહિનામાં જોડાયું. આને લઈને એટમ બોંબ બનાવવાના વિચારને બળ મળ્યું. ૧૯૪૨ ના મે મહિનામાં નક્કી થયું કે હવે આની પાછળ પૂરતી શક્તિ લગાડી દેવી. આના માટે જરૂરી અનેક લેબોરેટરીઓ, પ્લાન્ટ, કારખાના વગેરે બાંધવાનું કામ યુધ્ધને ધોરણે સેનાને સોંપવામાં આવ્યું. ૧૯૪૨ ના જૂન મહિનામાં મેનહટન તાલુકાની સેનાના એંજીનીઅરીંગ વિભાગને બાંધકામની જવાબદારી સોંપવામાં આવી. સંજોગોવશાત દિશામાં પાયાના કામની શરૂઆત પણ મેનહટનની કોલંબિયા યુનીવર્સીટી દ્વારા કરવામાં આવી હતી, એટલે આખા પ્રોજેક્ટનેમેનહટન પ્રોજેક્ટનામ આપવામાં આવ્યુ.

લી જાન્યુઆરી ૧૯૪૩ માં રોબર્ટ ઓપનહેઇમર નામના આગેવાન અણુવૈજ્ઞાનિકની રાહબરી હેઠળ એક લેબોરેટરી અત્યંત ગુપ્ત રીતે ન્યુ મેક્ષીકોના લોસ અલામોસમાં તૈયાર કરવામાં આવી. સ્થળશાંતા ફેથી માત્ર ૩૪ માઈલ દૂર છે. અહીં વિશ્વના ઇતિહાસમાં ભગીરથ કહી શકાય એવા કામની શરૂઆત થઈ. (હું સ્થળની મુલાકાત લઈ આવ્યો છું. હાલમાં ત્યાં એટમ બોમ્બનું મ્યુઝીયમ છે, અને ત્યાં પ્રોજેક્ટ મેનહટનની ડોક્યુમેંટરી દેખાડવામાં આવે છે. ત્યાં પહેલા બે અણુંબોમ્બ લીટલ બોય અને ફેટ મેન ના પૂર્ણ કદના મોડેલ પણ રાખ્યા છે.)

અગાઉ ૧૯૪૨ ના ડિસેંબર મહિનામાં ફર્મી નામના વિજ્ઞાનિકે ચિકાગો યુનીવર્સીટીમાં એટમને વિભાજીત કરવામાં સફળતા મેળવી હતી. ફર્મી ઈટાલીની જોહુકમી સરકારથી ત્રાસીને અમેરિકા આવેલો. એણે તો અમેરિકાની સરકારને આઈનસ્ટાઈનની મદદથી વિચાર આપેલો. ટોપસીક્રેટ મેહહટન પ્રોજેકટમાં ફર્મીનો પણ મોટો ફાળો હતો.

લોસ અલામોસમાં કામગીરી શરૂ કર્યાપછી અમેરિકાએ ખર્ચ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો. પ્રોજેકટને અંતે ખર્ચનો આંકડો બે અબજ ડોલરને વટાવી ગયો હતો.

મેનહટન પ્રોજેકટમાં બધા મળીને એક લાખ વીસ હજાર અમેરિકનો કામ કરતા હતા. આટલા માણસો વચ્ચે કામની ગુપ્તતા જાળવી રાખવી માત્ર અમેરિકનો માટે શક્ય હતું. જર્મની અને જાપાનાના અનેક ગુપ્તચરો અમેરિકાભરમાં પથરાયલા હતા, છતાં કોઈને ભનક આવી, કારણ કે માત્ર થોડા ઉચ્ચ દરજ્જાના વૈજ્ઞાનિકા સિવાય કોઈને ખબર હતી કે ત્યાં કઈ વાતની તૈયારી ચાલી રહી છે. ગુપ્તતાની હદનો દાખલો આપું તો અમેરિકાના ઉપપ્રમુક હેરી ટ્રુમેનને પણ વાતની જાણ હતી. ટ્રુમેન જ્યારે પ્રમુખ બન્યા ત્યારે તેમને માહીતિ આપવામાં આવી હતી.

આટલી ગુપ્તતા વચ્ચે પણ એક સોવિએટ જાસુસ થોડી માહીતિ જાણી શક્યો હતો.

૧૯૪૫ ના ઉનાળામાં ઓપનેહેઈમરે પ્રથમ બોંબ તૈયાર કર્યો, અને ન્યુ મેક્ષીકોના એક ગુપ્ત સ્થળે એનો પ્રયોગ કરવા તૈયારીઓ કરી. પ્રયોગને ટ્રીનીટી ટેસ્ટ નામ આપવામાં આવેલું. પ્રોજેકટ મેનહટનના વૈજ્ઞાનિકો પરિક્ષણ જોવા ઉત્સુક હતા. બોંબને ૧૦૦ ફુટ ઉંચા ટાવર ઉપર ગોઠવવામાં આવ્યો. સવારના ભળભાંખળું થતાં અગાઉ ટ્રીગર દબાવવામાં આવ્યું. કોઈ વૈજ્ઞાનિકે આવું પરિણામ ધાર્યું હતું. ૨૦૦ માઈલ સુધીના વિસ્તારમાં અજવાળું ફેલાઈ ગયું. મશરૂમના આકારનું વાદળું ચાલીસ હજાર ફૂટની ઉંચાઈને આંબી ગયું. પેદા થયેલા હવાના દબાણને લઈને ૧૦૦ માઈલ દુરની બારીના કાચ ટુટી પડ્યા અને મકાનોમાં તીરાડો આવી. એટોમીક રાખનું વાદળું જ્યારે પાછું ધરતી ઉપર આવ્યું ત્યારે અરધા માઈલના ઘેરાવા વાળું કેટર સર્જાયું, જેની રેતી કાચ બની ગયેલી. બોંબનું નામ ગેજેટ હતું. ગેજેટની અગાઉ એક ખૂબ નાનકડા બોંબનું પરિક્ષણ મે ૧૯૪૫ માં કરવામાં આવેલું, જેની વિગત ઉપલબ્ધ નથી.

ઉહાપોહ થાય એટલા માટે અમેરિકાની સરકારે જૂઠાણું ફેલાવ્યું કે રણમાં એક મોટા દારૂગોળાના ભંડારમાં અકસ્માત થયો છે.

૧૯૪૫ ના જુલાઈ મહિનાની ૧૬મી તારીખે દુનિયામાં વિનાશક શસ્ત્ર શોધાઇ ગયું હતું.

ઓપનેહેઈમરના સાથીઓએ બે પ્રકારના બોંબ તૈયાર કર્યા. એકમાં યુરેનિયમનો ઉપયોગ કરીલીટલ બોયનામનો બોંબ તૈયાર કર્યો. બીજામાં પ્લુટોનીયમનો ઉપયોગ કરીફેટ મેનનામનો બોંબ તૈયાર કર્યો. માત્ર બે બોંબ બીજા વિશ્વ યુધ્ધનો અંત લાવવા મટે પૂરતા હતા.

જરમનીએ શરણાગતિ સ્વીકાર્યા છતાં જાપાન માનવા તૈયાર હતું. મેનહટન પ્રોજેક્ટના લશ્કરી વડાઓએ જાપાનના હીરોશીમા નામના વસ્તીવાળા શહેરને પ્રથમ નિશાન તરીકે પસંદ કર્યું. આની પાછળનું એક કારણ એવું પણ હતું કે શહેરમાં અમેરિકાના યુધ્ધ કેદીઓ હતા. ઠ્ઠી ઓગસ્ટ ૧૯૪૫ ના ઈનોલા ગે નામના બોંબર વિમાનમાં લીટલ બોયને લઈ જવામાં આવ્યો, અને શહેરથી ૧૯૦૦ ફૂટ ઉંચેથી ઝીંકવામાં આવ્યો. પાંચ ચોરસ માઈલના વિસ્તારમાં ઘાસનું તણખલું પણ બચ્યું. હજી જાપાન કંઈ વિચાર કરી શકે પહેલા ત્રણ દિવસ રહી, મી ઓગસ્ટ, ૧૯૪૫ ના નાગાસાકી શહેર ઉપર ફેટ મેનને ઝીંકવામાં આવ્યો. ત્રણ દિવસમાં સાડાત્રણ લાખ માણસો મરણ પામ્યા. ૧૦ મી ઓગસ્ટે જાપાને શરણાગાતિ સ્વીકારી લીધી, અને ૧૪ મી ઓગસ્ટે બીજા વિશ્વયુધ્ધનો અંત આવ્યો. આની સાથે પ્રોજેકટ મેનહટનનો પણ અંત આવ્યો.

 


   (લીટલ બોય)                                                     (ફેટ મેન)

ત્યારથી આજ સુધી બીજા કોઈ યુધ્ધમાં એટમ બોંબનો ઉપયોગ થયો નથી.

યુધ્ધ પતી ગયા પછી અમેરિકાએ લીટલ બોયના અવશેષોનો અભ્યાસ કર્યો તો ચોંકાવનારી વિગત બહાર આવી. બોમ્બમાં ૧૪૦ પાઉન્ડ યુરેનિયમનો ઉપયોગ થયો હતો, તેમાંથી માત્ર બે પાઉન્ડ યુરેનિયમ વપરાયેલું. કલ્પના કરો, જો ૧૪૦ પાઉન્ડ યુરેનિયમ વપરાયું હોત તો કેટલું નુકશાન થાત?

છેક ૧૯૪૯ માં રશિયાને અણુબોમ્બ બનાવવામાં સફળતા મળી. ઈંગ્લેંડને ૧૯૫૨ માં સફળતા મળી. ૧૯૬૦ માં ફ્રાંસને અને ૧૯૬૪ માં ચીનને સફળતા મળી. ૧૯૭૪ માં ઇંદીરા ગાંધીએ અણું ધડાકો કર્યો (પણ હથિયાર તરીકે બોંબ બનાવ્યા). ૧૯૯૮ માં બાજપાઈએ પાંચ પ્રયોગ કર્યા અને અણુ બોમ્બ બનાવવાની શરુઆત કરી, આની સાથે પાકીસ્તાને પણ શરૂઆત કરી. ૨૦૦૬ માં ઉત્તાર કોરિયાએ અણુંધડાકા કર્યા. કહેવાય છે કે ઈઝરાયેલ પાસે અને કદાચ ઇરાન પાસે પણ એટમ બોમ્બ છે.

(પી. કે. દાવડા)

2 thoughts on “એટમ બોમ્બનો ઈતિહાસ (શોધખોળ આધારિત લેખ) – પી. કે. દાવડા

  1. માહિતી તો બહુજ રોમાંચકારી આપી છે, પણ, વાંચતા રૂંવાડા પણ ઉભા થઈ જાય છે.. આજેજ સમાચાર છે કે ટ્રંપ સાહેબ કોરીઆ જઈને અણુબોંબ બાબતમાં હોકારા પડકારાની દાદાગીરી કરવામાંથી થોડા કુણા પડ્યા છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s