ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-3


અશોક ભૌમિક

૧૯૭૪ માં એમના પોતાના ચિત્રોના પ્રદર્શન વખતે અશોક ભૌમિકની નોંધ લેવાઈ. એમની પોતાની આગવી શૈલી લોકોને પ્રભાવિત કરી ગઈ. છેલ્લા ચાર દાયકાથી એમના પ્રદર્શનો કલાકારોને આકર્ષિ રહ્યા છે. એમની સીરીઝ “Amidst the darkness”, “મારૂં શહેરમારૂં બચપણ”, “માનુષી”, “Street children” વગેરે ખૂબ જાણીતી છે. હમણાં કોલસાની ખાણના કામદાર ઉપર સીરીઝ દોરી રહ્યા છે. અશોક ભોમિકના આર્ટ વિષેના પ્રવચનો પણ લોકોને આકર્ષી રહ્યા છે. અશોક ભૌમિક હાલમાં દિલ્હીમાં રહે છે.

૩૬ ઈંચ બાય ૩૮ ઈંચના કેનવાસ ઉપર શાહી અને પેનથી દોરેલા યોધ્ધાના ચિત્રમાં એમની આગવી શૈલીના દરશન થાય છે. લાકડાના રમકડાના ઘોડા ઉપર હથિયાર વગરના યોઘ્ઘા દ્વારા કલાકાર કોઈક ગૂઢ સંદેશ આપી રહ્યા છે. બેકગ્રાઉંડમાં બે તેજ રંગો અને ઘોડા અને સવારના ગાઢા રંગો ખાસ ધ્યાન ખેંચે છે. ચિત્રના ચાર લાખ રૂપિયા ઉપજ્યા, કલાકારની પરિપક્વતા દર્શાવે છે.

ભાવના સોનાવણે

મહારાષ્ટ્ર રાજ્યના સોલાપૂર શહેરમાં જન્મેલા ભાવના સોનાવણેનો ઉછેર મુંબઈમાં થયો હતો. બે વર્ષ સાયન્સ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ એમણે ગર્વમેંટ ડીપ્લોમા ઈન આર્ટ (GD Art) માટે રાહેજા સ્કૂલ ઓફ અર્ટમાં એડમીશન લીધું, અને ત્યાર બાદ મુંબઈની પ્રખ્યાત જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી ડીપ્લોમા હાંસીલ કર્યો. વિદ્યાર્થી અવસ્થામાં એમને દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાનમાંથી પુરસ્કાર મળેલો.

મુંબઈના ઝડપી જીવનની એમના ઉપર ઉંડી અસર હતી. થોડા સમય માટે એમણે કરંદીકર કલા એકેદમીમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. એમણે ચિત્રકળામાં ધાતુઓના રંગો અને ધાતુઓના વરખના ઉપયોગમાં સારી સફળતા મેળવી.

એમના પ્રથમ ચિત્રમાં એમણે એક્રીલીક રંગો સાથે ધાતુઓના વરખનો કેનવાસ ઉપર ઉપયોગ કર્યો છે. ૪૮ ઈંચ બાય ૪૮ ઈંચના મોટા ચિત્રના ૮૦,૦૦૦ રુપીયા ઉપજ્યા હતા.

૩૨ ઈંચ બાય ૪૮ ઈંચના બીજા ચિત્રમાં કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી એક ચર્ચનું ચિત્રાંકન કર્યું છે. Holy Spaces સીરીઝ્માં એમનું બીજું ચિત્ર છે. ચિત્ર ૫૩,૦૦૦ રુપીયામાં વેંચાયું હતું.

1 thought on “ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-3

  1. ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-3ના ચિત્રોના રસદર્શન ન હોત તો બરોબર સમજાત નહીં
    ચિત્રો માણી મઝા આવી

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s