અક્ષરોની રમત (ભગવતીકુમાર શર્મા)

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

– ભગવતીકુમાર શર્મા

અલગ જ જાતનું આ ગીત અડધું તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે ! અક્ષરોની ગણતરીની વાત અહીં એ સમજાવે છે  કે પ્રકૃતિના સૌંદર્યમાં પ્રિયજનને ઉમેરો તો જ સાચો સરવાળો થાય. “અમે” ના બે અક્ષરોમાં અર્ધો અક્ષર ઉમેરાય તો એ “પ્રેમ” કે “વર્ષા” બની શકે!

ચોમાસુ એટલે વર્ષા, જે અઢી અક્ષર થયા. બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ” માં સાત સૂરોને છેડવાની વાત હોઇ શકે. ચાર અક્ષરનો મેઘ એટલે વરસાદ. (સંપાદક)

Advertisements

4 thoughts on “અક્ષરોની રમત (ભગવતીકુમાર શર્મા)

  1. જે અડધા અક્ષરની ખોટ પડી છે એ સાજન જ પૂરી શકે અને તો જ ચોમાસાના ત્રણ અક્ષર પરિપૂર્ણ થાય.
    સાત અક્ષરની ચીજ એટલે સાત સૂર
    માણો
    અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા
    સંગીત : રાસબિહારી દેસાઇ
    સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s