ન્યુ જર્સી સ્થિત ખુશદિલ કલાકાર, ગીતા આચાર્ય પોતાની કલા દ્વારા બને તેટલી સમાજ સેવા કરવા તત્પર હોય છે. મુંબઈમાં ડોક્ટર માતા પિતાના પ્રોત્સાહનથી નાનપણથી ચિત્રોનો શોખ તેમના નિયમિત જીવ¬¬નનો હિસ્સો બની રહેલ છે. મુંબઈમાં ડેન્ટીસ્ટની ડિગ્રી અને હેલ્થ કેરમાં એમબીએની ડીગ્રી સાથે વર્ષોથી એક વિશિષ્ટ કાર્ય ક્ષેત્ર- a school and hospital for children and adults with medically complex developmental disabilities માં કાર્યકરીરહ્યાછે..
ગીતા કહે છે કે “ચિત્ર દોરવાનો આનંદ હંમેશા અનુભવ્યો છે. પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું. ઈંગલેન્ડમાં રહેતાં હતાં ત્યારે ઘણા ચિત્રકારો પાસે વોટર કલરનો વધુ અભ્યાસ કરવાનો લાભ મળ્યો.”
ગીતા આચાર્ય છેલ્લા ઘણા વર્ષોથી તેમનાં પતિ મલય સાથે ન્યુજર્સીમાં સ્થાયી થયાં છે અને સંગીત, સાહિત્ય અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે. અત્યારે ગીતા અને મલયભાઈ મનાલી, હિમાલયની ગોદમાં, એક આર્ટ વર્કશોપ માટે ખાસ ગયા છે. ભારતમાં થોડી સેવાઓ સાથે જોડાયેલા હોવાથી અવારનવાર ત્યાં જાય છે.
ગીતા આચાર્યનાં શબ્દોમાં, “I enjoy painting landscape and nature. I have had good fortune of showing my paintings at various locations and also have sold a number of paintings. The proceeds from the sale of my paintings support a number of different charities.”
ગીતાબહેને પોતાના ચિત્રો અનેક વાર The Semper Fi Fund અને Share and Care સંસ્થાઓને દાનમાં આપ્યા છે. તાજેતરમાં એમણે મહારાષ્ટ્રમાં શાળામાં જતા આદીવાસી બાળકોને સાઈકલો ભેટમાં આપી છે.
ગીતાબહેનઘણાંવરસસુધીઈંગ્લેંડ્માં Surrey માં Chiddigfol ગામમાંરહ્યાહતા. આગામમાંકુદરતીસૌંદર્યભારોભારભર્યુંહતું. ગામમાંએકજૂનુંચર્ચહતું, એક૧૩૮૦થીચાલતીજૂનીમોટેલક્રાઉનઇનહતીઅનેએકપ્રાથમિકશાળાહતી. માંડ૨૫૦૦માણસોનીવસ્તીવાળુંઆનાનકડુંગામહતું.
એક જ ફ્રેમમાં આખું ગામ આવરી લીધું છે. આકાશ, વૃક્ષ, પાણી વગેરેને નૈસર્ગિક રંગોમાં રજૂ કર્યા છે.
અમે ચિત્રમા માંણ્યુ ધન્યવાદ
LikeLike