કૃષ્ણને (વંદના શાંતિન્દુ)


કૃષ્ણને
તું ભૂલ્યો તો નથીને
યુગે યુગે સંભવામી વાળું તારું વચન ,
કે પછી એ
સ્લીપ ઓફ ટંગ હતી ?

જો એવું ન હોય તો આવીજા
હજુયે મોકો છે ,પછી તો ……
કુખોનો પડવાનો છે દુકાળ
કેમકે ,
હવેતો દેવકી-યશોદાને
ગર્ભમાં જ ફાંસી દેવાય છે ને …
સીતા -રાધા-કુંતીને
દહેજ ના દવમાં હોમાય છે.
કહું છું આવીજા ……
હજું પણ કઈ કેટલા
દેવકી-વસુદેવો તારા માટે
કારાગારે રહેવા તૈયાર છે .
આવીજા ….
પછી કહેતો નહીં કે કીધું નહીં ….
કે પછી કોઈ વૈજ્ઞાનિકની લેબોરેટરી માં
જનમવાનો વિચાર છે?
-વંદના શાંતિન્દુ

 

 

4 thoughts on “કૃષ્ણને (વંદના શાંતિન્દુ)

 1. કાવ્યનો ભાવ ગમ્યો. સરસ છે.

  આ જ ભાવનું મારું એક કાવ્ય નીચે પ્રસ્તુત કરું છું.

  ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?

  અધર્મ ચોમેર ફેલાઈ રહ્યો છે આજે
  વેરઝેર,યુદ્ધો ને આતંકવાદ જોર કરે આજે
  નવી યાદવાસ્થળી વિનાશ નોતરે ત્યારે
  ગીતામાં દીધેલ વચન પુરું કરવાને કાજે
  અધર્મ મિટાવી ધર્મનું સંસ્થાપન કરવા
  કેમ ફરી અવતરતા નથી દેવકીનંદન ?

  એક ગાંધીને મોકલ્યો તમે ભારત દેશે
  સ્વરાજ્ય આવ્યું ,નાચ્યા ,કુદયા,જશન મનાવ્યો
  જુઓ પછી શું કર્યું અમે એ સત્યવાદી ફકીરનું ?
  ગોળી મારીને ઢાળી દીધો, ન શરમાયા અમે !

  ગાંધી જતાં જુઓ કેવી આંધી ફેલાઈ છે આજે
  રૂડું નામ વટાવી એનું સેવાના નામે મેવા આરોગતા
  શ્રીમંત બની રહ્યા નીર્લજ્જ ભ્રષ્ટ સત્તામદ લોકસેવકો
  ગોચર ચરી પુષ્ટ બનેલ જાણે મદમસ્ત આખલાઓ !

  સ્વરાજ્યનાં મીઠાં ફળ ખાઈ રહ્યા નેતાઓ,શ્રીમંતો
  ભૂલી ગયા બિલકુલ ગાંધી હૃદયમાં વસતા દરિદ્રોને
  એટલા માટે જ વિનવીએ છીએ તમોને ફરી ફરી
  અધર્મ મિટાવી,ધર્મ સ્થાપી, આમ જનોના રક્ષણ કાજે
  ભારતમાં જન્મ લઇ ફરી ક્યારે આવશો પ્રભુ ?
  ગીતામાં આપેલ વચન ક્યારે પૂર્ણ કરશો ,યોગેશ્વર ?

  વિનોદ પટેલ
  સાન ડિયાગો ,
  કેલીફોર્નિયા

  Liked by 1 person

 2. બહુજ સરસ.
  કૃષ્ણ અર્જુન મર્યા છે, દુર્યોધન દુ:શાસન નહિ;
  આજ કંઇક દ્રૌપદીના ચિર ખેંચાય છે

  Liked by 1 person

 3. કૃષ્ણને સંબોધિત કાવ્યોનો તોટો નથી પણ આ યુગમાં કદાચ કૃષ્ણને જન્મ લેવા માટેનું આ ઈજન અનોખું છે. ગુજરાતી ભાષામાં વ્યંગાત્મક કવિતાઓનું ખેડાણ કે જેમાં કાવ્યત્વ હોય, એ નહિવત છે. આ કવિતામાં વ્યંગ છે પણ કાવ્યમયતાનો છેડો ક્યાંય છૂટી નથી જતો. છેલ્લી પંક્તિઓમાં સેટાયર અને સંવેદનાનું ખૂબ જ સરસ મિશ્રણ. કવયિત્રીને એક બેલેન્સ્ડ કાવ્ય આપવા બદલ અભિનંદન.
  જયશ્રી
  Sent from my iPhone

  >

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s