લખજો ગઝલ અને કરપ્ટ જીવન (ચેતન ફ્રેમવાલા) માર્ચ 31, 2019ઉજાણીlilochhamtahuko લખજો ગઝલ તાંણ્યાં છે જે તીર પર લખજો ગઝલ પંખી કેરી ચીખ પર લખજો ગઝલ. ગમ ખુશીમાં જે સતત વ્હેતાં રહે. આંસુની તકદીર પર લખજો ગઝલ. જે ખરે ટાણે જ બોલી ના શકાયા, શબ્દોની તાસીર પર લખજો ગઝલ. ફૂલને લાગ્યાં’તા ઘા જાણ્યાં હશે, કંટકોની ટીશ પર લખજો ગઝલ. સૌ સલામત છો, શુકર છે એમનો. દેશના સૌ વીર પર લખજો ગઝલ. ચેતન ફ્રેમવાલા *********************** કરપ્ટ જીવન ….. લાંચ તો લેતાં હશો, સાચ્ચું કહો ! ને દગો દેતાં હશો, સાચ્ચું કહો! દેશને નુકશાન હો, તો મુજને શું? આવું પણ કે’તાં હશો, સાચ્ચું કહો ! આંખ સામે છો નગર બળતું રહ્યું. આપ તો, છેટાં હશો સાચ્ચું કહો ! લાગણી પણ ખેલ લાગે આપને. જડ બની રે’તાં હશો સાચ્ચું કહો. વીર સૈનિક ની શહીદી વેંચતાં, પાપીઓ ; નેતા હશો, સાચ્ચું કહો, છો ને જૂઠી જિંદગી, ચેતન મળી, આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો ! ShareEmailLike this:Like Loading...