સુમી–ઈ ચિત્રકળા
સુમી જાપાનની એક લોકપ્રિય ચિત્રકળાનો પ્રકાર છે. સુમી એટલે કાળી સ્યાહી. સુમી ચિત્રો વિરોધાભાસની મદદથી સુચારૂતા દર્શાવે છે.
સુમી માટે માત્ર કાગળ, શાહી અને બ્રસની જ આવશ્યક્તા છે. સુમી માટેની શાહી એ સાદી શાહી નથી, પણ પાઈનના બળેકા લાકડાંની રાખ સાથે દિવાના મેશના મિશ્રણથી બનેલો રંગ છે. આ પદાર્થોને કપૂર અને ગ્લુની મદદથી સ્ટીક બનાવીને સાચવી રાખવામાં આવે છે. જ્યારે વાપરવો હોય ત્યારે એને પાણીમાં ભીંજાવી પથ્થર ઉપર વાટીને શાહી જેવું ગાઢું પ્રવાહી બનાવવામાં આવે છે. એને જરૂર અનુસાર ઘેરૂં કે આછું કરી શકાય છે.
સુમી ચિત્રો માટેના બ્રશ પણ અલગ પ્રકારના હોય છે. હાથ બનાવટના કાગળ, જેને રાઈસપેપર કહેવામાં આવે છે, એ બાંબુમાંથી બને છે. એ નરમ અને ભેજ ચૂસી લે એવા હોય છે.
સુમી ચિત્રો સાદા અને સરળ હોય છે, અને કલાકાર જે કહેવા માગે છે એ સહેલાઈથી સમજાય છે. સુમી ચિત્રોમાં રેખા ચિત્રો પણ હોઈ શકે. આવા ચિત્રોમાં બારીકાઈ કે શણગાર જેવું કંઈ હોતું નથી.
અહીં ગીતાબહેને તૈયાર કરેલા ચાર સુમી આર્ટના ચિત્રો આપ્યા છે.
વાહ
સુમી ચિત્રો સાદા અને સરળ
સહજ,સ રસ અને સુંદર
LikeLike
સુંદર અને તેમાંયે બીજું અને ત્રીજું અતિસુંદર.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
Superb paintings!
LikeLike