ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં (અમૃત ઘાયલ) એપ્રિલ 3, 2019ગઝલlilochhamtahuko મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં વેદના કામ કરી જાય તો કહેવાય નહીં આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ” ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં – અમૃત ઘાયલ ShareEmailLike this:Like Loading...
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં
વાહ
LikeLike