લોકક્લાના જાગૃત સંત્રી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ – ૧

પરિચય

લોકસાહિત્ય અને લોકકલાને જીવંત રાખનાર જોરાવરસિંહ જાદવને ૨૦૧૯માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. કસુંબલ રંગના કસબી, સર્જક, લોકવિદ્યા, લોકસાહિત્ય, લોકસંગીત, લોકકલા અને લોકસંસ્કૃતિના ઉપાસક  શ્રી જોરાવરસિંહ જાદવ એક વ્યક્તિ નથી, હરતીફરતી યુનિવર્સિટી છે. સ્વયં એક સંસ્થા છે.

જોરાવરસિંહનો જન્મ ભાલપ્રદેશના ધંધુકા તાલુકામાં આવેલા આકરુ ગામમાં ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના થયો હતો. આરંભે ધોળકામાં અને પછી અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં હતા ત્યારે  ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ વાંચી અને લોકસાહિત્યનો-લોકજીવનનો નાદ ગુંજ્યો

જોરાવરસિંહ જાદવે છેલ્લાં ૫૦ થી વધારે વર્ષથી લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકજીવન, લોકમનોરંજન, લોકશિલ્પ-સ્થાપત્ય, લોકકલા અને કસબ, લોકનૃત્ય, લોકસંગીત, લોકનાટ્યના  વિવિધ અંગો પર કામ કર્યું છે.

જોરાવરસિંહે ગુજરાતી સાહિત્યમાં ૯૩ જેટલાં માહીતિપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. લોક કલાકારોને એકજૂ કરવા માટે તેમણે લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન મારફતે તેમણે ૫૦૦૦ કલાકારોને એકસૂત્ર કર્યા છે. જોરાવરસિંહ જાદવે લોકકલા અને લોકસંસ્કૃતિ પર લખેલાં ૭૦૦૦થી વધારે લેખ અત્યાર સુધી પ્રગટ થયાં છે.

જોરાવરસિંહ તળપદી પરંપરાઓ સાથે સંકળાયેલા રહ્યાં અને પુસ્તકો ઉપરાંત જીવંત માધ્યમો અને પરંપરાઓ સાથે સંકળાયેલાં હોવાને પરિણામે લોકજીવન અને લોકસંસ્કૃતિનાં સંદર્ભ ગ્રંથ અને દસ્તાવેજનાં રૂપમાં જાળવી શકાય તેવાં ગ્રથો તૈયાર કર્યા.

એમના પુસ્તક લોકજીવનનાં મોતી, લોકસંસ્કૃતિની શોધને મેઘાણી સુવર્ણચંદ્રક અને કવિ ડાહ્યાભાઇ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે.

આ ઉપરાંત લોકસંસ્કૃતિમાં પશુઓ, મનોરંજન કરનારી લોકજાતિઓ, નવા નાકે દિવાળી, ભાલપ્રદેશની લોકકથાઓ, રાણી અનારદે વગેરે પુસ્તકોને સાહિત્ય અકાદમીનાં પારિતોષિત પ્રાપ્ત થયાં છે.

જોરાવરસિંહે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા કલાકારોને નગરોનાં રંગમંચ, દૂરદર્શન, ગુજરાતી ફિલ્મ, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય તખ્તા પર લાખો દર્શકો સમક્ષ ગૌરવપૂર્ણ રીતે મૂકી, કલાકારોને યશ અને પ્રતિષ્ઠા અપાવી છે.

કલાકારોને દુબઇ, મસ્કત, ઓમાન, ત્રીનીદાદ, ટોબાગો, સુરિનામ, શિકાગો, અમેરિકા, કેનેડા જેવા દેશમાં પણ પોતાની કલા રજૂ કરવાની તક અપાવી છે. જોરાવરસિંહ જાદવે રસ્તા પર નાચનારી ગુલાબોને આજે વિશ્વપ્રખ્યાત નર્તકી તરીકે નામના અપાવી ૫૦ જેટલા દેશમાં પોતાની કલા બતાવવાની તક અપાવી છે.

જોરાવરસિંહે માને છે કે આ પદ્મશ્રી મારું સન્માન નથી પણ લોકજીવન અને લોકકલાનું સન્માન છે. એવાં તમામ કલાકારોનું સન્માન છે કે જે લોકકલા અને અને લોક સંસ્કૃતિ માટે કામ કરે છે.

લોકકલાકારો અને એમના ચાહકો એમને ‘બાપુ’ના નામે આદરથી ઓળખે છે અને બોલાવે છે. એમની કલાસાધનાના પરિણામે દેશ-વિદેશમાં લોકકલાના કાર્યક્રમો માણનારો વર્ગ ઊભો થયો છે. લોકકલા ફાઉન્ડેશન દ્વારા નિયમિતરૂપે લોકકલાકારોને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કારો આપીને પુરસ્કૃત કરાય છે. આ સંસ્થાના કારણે જ વાદી-મદારી-બહુરૂપી-ભવાઈના કલાકારો દેશ-વિદેશના મોટા ઉત્સવોમાં પહોંચ્યા છે.

પરંપરાગત જે કલાઓ ચાલતી આવે છે તેને જાળવી રાખવા સૌએ કામ કરવું પડશે. કલાકારોને આર્થિક વળતર યોગ્ય રીતે મળે તો આ કલાઓ જીવંત રહેશે.

(સંકલન – પી. કે. દાવડા)

Advertisements

1 thought on “લોકક્લાના જાગૃત સંત્રી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ – ૧

  1. મા જોરાવરસિંહ જાદવને ૨૦૧૯માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા.
    અભિનંદન
    આશ્ચર્ય કે આટલું મોડું કેમ ?

    તેમના લખાણ માણતા પણ એકવાર રૂબરૂ મુલાકાત યાદગાર રહી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s