૨૦૦૨ ના આ વોશ આપી પેનથી દોરવામાં આવેલા આ ચિત્રમાં વરસાદી વાદળોથી ઘેરાયલા આકાશની નીચેનું એક ઘર અને એની પછવાડેના એક વિશાળ વૃક્ષને અંકિત કર્યા છે. ગમે ત્યારે વરસી પડે એવા વરસાદથી બચવા એક સ્ત્રી ઉતાવડે જી રહી છે. રંગોને આછા ઘાડા કરી ઘરોની પરિસ્થિતિ બતાવી છે.
આ બે ચિત્રો ૬ ઈંચ બાય ૯” ના વોટર કલર છે જે એક અલગ ટેકનિકથી બનાવેલાં છે. આમાં એક રંગ સુકાઈ જાય પછી એના ઉપર બીજા આછા રંગનો વોશ આપી એના ઉપર નવા રંગો લગાડી શકાય છે. આ એક ખાસ પ્રકારની ટેકનીક છે.
૧૧ ઈંચ બાય ૧૫ ઈંચના ૨૦૦૯ ના કાગળ ઉપર વોટર કલરવાળા આ ચિત્રમાં ત્રણ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડો.ગીતા આચાર્યનાં ચિત્રો આબેહુબ.. કલ્પના સભર…અને લેખન પણ સુંદર…
LikeLike