ઓ પંખીડાં જાજે ( રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ) એપ્રિલ 11, 2019કવિતા/ગીતlilochhamtahuko (આજથી ૭૫ વર્ષ પહેલા સાંભળેલું આ નાટ્યગીત આજે પણ મને ખૂબ ગમે છે. રઘુનાથ બ્રહ્મભટ્ટ જેવા બીજા કોઈ રસકવિ કદાચ થયા જ નથી. -સંપાદક) ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે પ્રીતમને દેશ કહેજે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી નણદીના વીર મને ઘડી ઘડી સાંભરે સાસરિયું સાંભરે હંમેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે પ્રીતમને દેશ કહેજે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી કારતકના કોડ વીત્યા, વીત્યો શિયાળો ચૈતર વૈશાખ વીત્યા, વીત્યો ઉનાળો કારતકના કોડ વીત્યા, વીત્યો શિયાળો ચૈતર વૈશાખ વીત્યા, વીત્યો ઉનાળો વીતી ગયો બાળાવેશ બાઈ મને પિયરિયે ગમતું નથી વીતી ગયો બાળાવેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે પ્રીતમને દેશ કહેજે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી વીજળી અષાઢની મુજને ચમકાવે શ્રાવણના મેઘ મારા લોચન વરસાવે વીજળી અષાઢની મુજને ચમકાવે શ્રાવણના મેઘ મારા લોચન વરસાવે ફરતી વિજોગણને વેશ બાઈ મને પિયરિયે ગમતું નથી આવો હવે તો પ્રાણેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે પ્રીતમને દેશ કહેજે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે પ્રીતમને દેશ કહેજે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી નણદીનો વીર મને ઘડી ઘડી સાંભરે સાસરિયું સાંભરે હંમેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ઓ પંખીડાં જાજે પારેવડાં જાજે પ્રીતમને દેશ કહેજે આટલો સંદેશ બાઈ મને પિયરિયે ગમતું નથી ( રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ) ShareEmailLike this:Like Loading...