એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં (મિસ્કીન)


એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં,
એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદાં

સંત હો કે હો શરાબી રંક કે રાજા ભલે,
સર્વ બંધાયા અદીઠા, સર્વનાં બંધન જુદાં.

હાથ તો બંનેઉ એક જ રીતથી જોડે છતાં,
છે ભિખારીનાં જુદાં ને ભક્તનાં વંદન જુદાં.

વૃક્ષો-ફૂલો-પાંદડાં-પંખી બધું એક જ મગર.
હોય છે જંગલ જુદાં ને હોય છે ઉપવન જુદા.

તીર્થ એક જ ને પ્રભુ એક જ અને એક જ સમય,
જેટલી આંખો નિહાળે એટલાં દર્શન જુદાં.

ને સમય જ્યાં સ્હેજ બદલાયો અચાનક એ પછી,
જોઉં છું મિસ્કીન સૌનાં થઈ ગયાં વર્તન જુદાં.

– મિસ્કીન

1 thought on “એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં (મિસ્કીન)

 1. .મઝાની ગઝલના ખૂબ સુંદર મત્લા
  એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં,
  એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદાં
  સાતેય સૂર જુદા મળે તો રચાય સંગીત ! ભલેને રહ્યા તેના સ્વર અને આલાપ જુદા.
  સેંકડો મુશાયરા કરી ચૂકેલા મિસ્કીન ગઝલકાર ની સાથે એક ઉંડા તત્વચિંતક છે . ગઝલ બાબતે તેઓએ કહ્યુ હતું કે “ગઝલએ કેવળ શબ્દોના સમૂહ કે પછી છંદ-મીટર અને રદિફ કાફિયાના સ્ટ્ર્ક્ચરથી સંપૂર્ણ નથી પણ આ તમામ વાતો ની સાથે જીવનના મર્મની કોઇ ગહન વાતો ગઝલમા આવે ત્યારે ગઝલનુ તત્વ અને સત્વ સાર્થક થાય.’

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s