રાવળ પરિવારની ત્રણ પેઢીનો ગાંધીજી સાથેનો અહૈતૂક સંસર્ગ (ડો. કનક રાવળ)


પ્રથમ પેઢી (ગાંધીજી ૧૮૮૭ માં મેટ્રીક પાસ થયા)

વાત મારા દાદા રાવસાહેબ મહાશંકરે મને ૧૯૪૨ ની ક્રાંતિના સમયે ગર્વ સાથે કહી હતી. હું એમને બાપુજી કહેતો. ૧૮૮૭ માં ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રીક પાસ થયા, ત્યારે બાપુજી રાજકોટના તાર માસ્ટર હતા. ત્યારે મેટ્રીકના પરિણામ મુંબઈ યુનિવર્સિટી તાર દ્વારા મોકલતી. સમાચાર દાદાજીએ હાથો હાથ મોહનદાસને આશીર્વાદ સાથે આપેલા. ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે મોહનદાસ વિશ્વનો શાંતિ દૂત અને દેશનો રાષ્ટ્રપિતા થશે?

બીજી પેઢી (૧૯૧૯ માં ગાંધીજીનો સ્કેચ બનાવ્યો)

ઓકટોબર ૧૯૧૯ માં  મારા બાપુ કલાગુરૂ રવિશંકર રાવળે (મિત્રો અને શિષ્યગણના રવિભાઈ, ચિત્રકાર . . રા) ગાંધીજીની તસ્વીર બનાવી. તસ્વીર કેમ બની તેનો સચિત્ર અહેવાલગુજરાતમાં કલાના પગરણમાં આપેલો છે, જે હું અહીં સાભાર ટાંકું છું.

ગાંધીજીનો સ્કેચ કરવાનો અવસર તો મારા જીવનનો લહાવો હતો. હું અને સ્વામી આનંદ ઘોડાગાડીમાં આશ્રમ પહોંચ્યા. ત્યાં નરહરિભાઈ પરીખ મળ્યા. સ્વામી આનંદે કહ્યું, ‘સ્કેચ માટે ખેંચી લાવ્યો છું.’ તેમણે કહ્યું કે જાઓ, અંદર બાપુ મહાદેવભાઈ દેસાઈને કૈંક લખાવી રહ્યા છે. સ્વામી મને અંદર લઈ ગયા અને બાપુને કહ્યું કે રવિશંકર રાવળને સ્કેચ માટે લાવ્યો છું. મેં ખૂબ ભાવથી વંદન કર્યું, ત્યાં તે બોલ્યા,’આવો રવિશંકરભાઈ, તમારા વિષે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે ખાસ બેઠક નહીં આપી શકું. મારૂં કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.’ “

મને મનમાં તો ધ્રુજારી છૂટી કે આવા મહાપુરૂષનો આબેહૂબ ખ્યાલ પકડવા આવી સ્થિતિમાં કેમ હાથ ચાલશે? છતાં હિંમત કરી એક ખૂણે બેસી ગયો, અને ગાંધીજીની આખી બેઠકનું ચિત્ર પેન્સીલથી કર્યું. તેઓ એક પગ વાળીને ખાટલા પર બેઠા હતા. તેના પર લખવાના કાગળોની પાટી હતી, ને બીજો પગ નીચે ચાખડીમાં ભરાવી રાખ્યો હ્તો. ચિત્ર પૂરૂં થયું ત્યારે હું ઊઠ્યો કે તરત તે બોલ્યા, ‘બસ, તમારૂં કામ થઈ રહ્યું હોય તો જાઓ.’ મહાદેવભાઈએ તિરછી નજરે ચિત્ર જોઈ મલકી લીધું. બહાર નરહરિભાઈ કહેતમને તક મળી એટલી લહાણ માનો. સહીબહી મળવાની આશા તો શાની હોય? પણ ચિત્રવિસમી સદીમાં કવિ નહાનાલાલના કાવ્ય ગુજરાતનો તપસ્વી સાથે પાનું ભરીને છપાયું.

 

ત્રીજી પેઢી (કિશોર કનકને ૧૯૩૬ માં ગાંધીજીના આશીર્વાદ મળ્યા)

ત્રીજી પેઢી એટલે હું, કનક રવિશંકર રાવળ. ૧૯૩૬ માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અમદાવાદમાં હતું અને તેના પ્રમુખ સ્થાને ગાંધીજી હતા. ત્યારે મારા બાપુ, કલાગુરૂ રવિશંકર રાવળને કળા વારસાનું પ્રદર્શન ગોઠવવાની જવાબદારી આપવામાં આવી હતી. ગાંધીજી એનું ઉદઘાટન કરવાના હતા. રવિભાઈ જાતે ગાંધીજીને પ્રદર્શનમાં ફેરવે એવું નક્કી થયેલું. ત્યારે મારી ઉમ્મર વર્ષની હતી. બાપુ મને આવા પ્રસંગોએ સાથે લઈ જતા. હું બાપુની આંગળી પકડી ચાલતો હતો. ગાંધીજી જ્યારે પ્રદાર્શનના દ્વારે આવ્યા ત્યારે બાપુએ એમને વંદન કર્યું અને મને પણ વંદન કરવા કહ્યું. જેવું મેં ગાંધીજીને નમીને વંદન કર્યું કે તરત હસતે ચહેરે તેમણે મારા માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આજે ૮૯ વર્ષની વયે સમજ પડે છે કે મારા જીવનનો એક અદભૂત પ્રસંગ હતો.

પ્રદર્શન જોયા પછી ગાંધીજીએ કહ્યું,

રવિશંકર રાવળ જેવા અમદાવાદમાં બેઠા બેઠા પીંછી માર્યા કરે છે, પણ તે ગામડામાં જઈ શું કરે છે? જો કે આજે તેમનું પ્રદાર્શન જોઈને મારી છાતી ઉછળી કારણકે પહેલા અહીં આવા ચિત્રો હતા. રવિશંકર રાવળના ચિત્રોમાં શબ્દોનું જ્ઞાન પુરતું હતું પણ સાચી કળા તો મૂંગા રહે અને હું સમજી શકું એવી હોવી જોઈએ. આજે મારી છાતી એમના ચિત્રો જોઈને ઉછળીકળાને જિહવાની જરૂર નથી.”

(સંપાદકીય સહાય માટે શ્રી પુરુષોત્તમભાઈ દાવડાના આભાર સાથે)

કનક રાવળ (એપ્રિલ ૧૬, ૨૦૧૯, પોર્ટલેંડ, ઓરીગોન)

5 thoughts on “રાવળ પરિવારની ત્રણ પેઢીનો ગાંધીજી સાથેનો અહૈતૂક સંસર્ગ (ડો. કનક રાવળ)

 1. મહાપુરુષ સાથે તેમના સામીપ્ય અને સાનિધ્યમાં રહેવાનો મોકો પણ ભાગ્યશાળી માણસને જ મળે.

  Liked by 1 person

 2. વાહ , પિતાની આંગળી પકડીને ભૂતકાળમાં કનકભાઈ ને મહાન આત્મા ગાંધીજીની માથે ટપલી સાથે આશીર્વાદ લેવાનું ભાગ્ય પ્રાપ્ત થયું એનું યાદગાર સ્મરણ ૮૯ વર્ષની હાલની પાકટ ઉંમરે પણ કનકભાઈને જરૂર ઉત્સાહિત કરે એ સ્વાભાવિક છે.ગાંધીજી સાથેનો ત્રણ પેઢીનો કેવો યાદગાર નાતો કહેવાય !

  Liked by 1 person

 3. ‘ મહાત્મા ગાંધીજી સાથેનો ત્રણ પેઢીનો કેવો યાદગાર નાતો
  ધન્ય ધન્ય
  ‘કળાને જિહવાની જરૂર નથી’
  સાચુ

  Like

 4. proud of Kanak bhai reading all these 3 incidents with bapu- you- father and grand father are lucky.
  i remember saying my mama- who was in railway and i was small (1943 born) – so don’t remember 1 or 2 yea old–when Bapu was passing by train -at Ratlam station- mama says he spread his loving hand on my head. Remembering this incident it electrifies me even today.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s