આવું શાને થાય છે? (કરશનદાસ માણેક)


 

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરસ્યાં ત્યહાં, જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂશળધાર વરસી જાય છે.

ઘરહીણા ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચૂંબી મહાલો જનસૂના રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે.

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

– કરસનદાસ માણેક

1 thought on “આવું શાને થાય છે? (કરશનદાસ માણેક)

 1. ફરી આ કવિતા અહીં માણી !
  બાળપણથી ઘણી વાર આ કવિતા ગણગણી છે !
  છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
  ગાઇએ અને બધા બોલી ઊઠે
  ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s