આ તે કેવું ? – કૃષ્ણ દવે


ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું ?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદળ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?

કૃષ્ણ દવે

4 thoughts on “આ તે કેવું ? – કૃષ્ણ દવે

 1. મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
  વાદળ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
  ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?
  વાહ, કૃષ્ણ દવે છાપ કવિતા …!!

  Liked by 1 person

 2. રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
  ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
  ખૂબ સ રસ
  યાદ આવે
  कबीर कहते हैं इस संसार की रीति बड़ी उलटी है चलती हुई चीज़ को लोग गढ़ी हुई (गाढ़ी रुकी हुई ) कह रहे हैं। तथा दूध का जो सत्व (मालतत्व ,खोया /मावा है )उसे कह रहे हैं खोया हुआ (जिसे खो दिया गया हो ). जो पहले से ही रँगी हुई है उसे कह रहे हैं ना -रंगी (अर्थात रंगी हुई नहीं है ) बिना रंग की रंगहीन चीज़। भावार्थ क्या है कबीर का आशय क्या है यहां ?
  कबीर कहतें हैं संसार प्रतीयमान है।

  Liked by 1 person

 3. આપની કવિતા હંમેશા વાંચુ છું અને ઘણા સમયથી આપને પ્રતિભાવ મોકલવાનું વિચારી રહ્યો હતો. પણ આજે, આ સુંદર, ઊંડા પણ સરળ શબ્દોમાં મૂકેલી કવિતા મનમાં વસી ગઈ અને આપને પ્રણામ કહેવાનું મન થયું. સ્વીકારશો!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s