અલગ છે (હિમાંશુ ભટ્ટ)

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજરજ્યાં પડેત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

– હિમાંશુ ભટ્ટ

Advertisements

2 thoughts on “અલગ છે (હિમાંશુ ભટ્ટ)

 1. ‘આ આખી ગઝલમાં મત્લા જ છે જેને મત્લાનુમા કહેવાય છે.
  ઉર્દુમાં તેનો ખસ મહિમા ગણાય છે-‘ મેઘાણીજી
  હિમાંશુભાઈની મને ઘણી ગમતી ગઝલોમાંની એક સુંદરગઝલ
  તેમણે જ કહ્યા પ્રમાણે–‘ આ ગઝલનાં દરેક મિસરાંને તોડી નાંખો તો પણ છંદ, બંધારણ, રદીફ, કાફિયા- એમ બધું સચવાઈ રહે એવી રીતે ૧0 શેરની ગઝલ થઈ જાય છે ‘

  જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
  ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે
  આખો મહાભારતનો પ્રસંગ યાદ આવે તેવો યાદગાર શેર…
  આ સુંદર પંક્તિઓ ઉપરાંત તેમનાં શેરો
  કહેવતની જેમ વપરાય જેવાં કે—-
  ‘यहां हादसों से बुनी हुयी, है क्यों शख्स्-शखस कि जिंदगी
  कहीं युं न हो, कि उसेभी तो, कुछ काफिरों कि तलाश है…’
  ‘તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની
  ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇ…’
  ‘ગજાથી વધારે ભરી બેઠા નૌકા
  હલેસે હલેસે તો હાંફી રહ્યા છે’
  ‘આપને ઉપડે કદી જો ચળ કશે
  કેટલા લોકો ખણે છે આપને’
  “છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
  સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?”
  “અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
  ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?”

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s