(આ અગાઉ ઈલાબહેનની રંગોળીઓ આંગણાંમાં પ્રકાશિત થઈ ચૂકી છે. આંગણાંના સક્રીય સહાયક સરયૂ પરીખના સહકારથી ઈલાબહેનની થોડી વધારે રંગોળી પ્રાપ્ત થઈ છે. આશા છે કે આંગણાંના મુલાકાતીઓને ગમશે.- સંપાદક)
પ્રથમ એપીસોડમાં સફેદ અને બીજા આછા રંગોથી બનાવેલી ફ્રીહેંડ રંગોળીઓ પ્રસ્તુત કરવામાં આવી છે. કળાને શબ્દોની જરૂર ઓછી હોય છે, એટલે એ રંગોળીઓનું મુલ્યાંકન કરવાનું આંગણાંના મુલાકાતીઓ ઉપર છોડું છું.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
(૮)
પરિચયઃ ઈલાબેન મહેતાનું રંગોળી જગત.
વહેલી સવારમાં પારિજાતના ફૂલને ખસેડી, તેમના વડોદરાના આંગણામાં રંગોળી કરી તેનો ફોટો પાડી, અનેક રંગોળી રસિકો સાથે લ્હાણી કરવાનો રોજનો નિયમ બહુ વર્ષોથી ઈલાબેને ચાલુ કર્યો છે. શિશુવિહાર, ભાવનગરના માનનિય માનભાઈ ભટ્ટના દીકરી, પદ્મશ્રી ડો.મુનિભાઈના પત્ની અને કલાકાર જ્યોતિભાઈના બહેનનો આજે એક અલગ પરિચય કરાવીએ.
ઈલાબેન ચીરોડી લઈ ગ્રેનાઈટ્ના ઓટલા પર આંગળીઓના ટેરવાથી કલાત્મક રંગોળી કરે છે. સવારના સમયની વ્યસ્તતામાં કુશળ હાથ ત્વરિત અને સ્થિરતાથી લયબધ્ધ ગતિથી રંગોને આકાર આપે. ત્યારબાદ વોટ્સેપ પર રંગોળી પ્રિયકરોને મોકલવાની અને તેમની જોઈને સ્મિત સાથે દિવસની શરૂઆત કરવાની નવી પ્રથા કેટલાયે ઘરોમાં મજાનો દિવસ લાવી રહી છે.
અહીં કેટલિક રંગોળી ખડીનો પાઊડર પાણીમાં ઘુંટીને કરેલી છે.
LikeLiked by 1 person
અત્યંત સુંદર અને મનમોહક રંગોળીઓ
LikeLiked by 1 person
સુંદર, આકર્ષક, મનમોહક રંગોળી
સુ શ્રી સરયુજીએ પરિચય કરાવ્યો તેમા નવી વાતો જાણી
પણ
‘ઈલાબેન ચીરોડી લઈ ગ્રેનાઈટ્ના ઓટલા પર આંગળીઓના ટેરવા…’
રસ દર્શન માણી આનંદ
LikeLike
ખૂબ આભાર પી. કે. દાવડા જી અને સરયુબેન. બધા મિત્રો ના પ્રતિભાવ પણ સુંદર મળ્યા છે. સહુનો આભાર.
LikeLike