ચાલો, ઘર ઘર રમીએ (ડૉ. નીલેશ રાણા)


ચાલો, ઘર ઘર રમીએ
એકબીજાથી થઇ અજાણ્યા : એકમેકને ગમીએ

હું લાવીશ ચોખાનો દાણો, તું દાળનો દાણો
સોનલવરણી રેતી ઉપર સરતાં રહે વહાણો
અહીંયા આપણે રહીએ તોયે જગ આખામાં ભમીએ
ચાલો, ઘર ઘર રમીએ

વયના વસ્ત્રો સરી પડશે ને થઇશું નાના અમથા
આપણને પણ ખબર પડે નહીં, કેમ એકમેકને ગમતાં
રમતા રમતાં, એકમેકમાં એવા તો વિરમીએ
ચાલો, ઘર ઘર રમીએ

આપણા ઘરની આસપાસ એક સાવ નિરાળો બાગ
એમાં એક જ મોસમ કેવળ, ફાગ ફાગ ને ફાગ
વારે વારે વર-વહુ થઇને પળ પળ અહો પરણીએ
ચાલો, ઘર ઘર રમીએ

ડૉ. નીલેશ રાણા

1 thought on “ચાલો, ઘર ઘર રમીએ (ડૉ. નીલેશ રાણા)

 1. આપણા ઘરની આસપાસ એક સાવ નિરાળો બાગ
  એમાં એક જ મોસમ કેવળ, ફાગ ફાગ ને ફાગ
  વારે વારે વર-વહુ થઇને પળ પળ અહો પરણીએ
  ચાલો, ઘર ઘર રમીએ સંબંધોની બાબતોમાં આવીજ અજાણતાને લાવવી. જે સંબંધો સખણા રહ્યા હોય તે બરાબર પણ બાકીના માટે અજાણ્યા બની તેમને નવેસરથી જોવા અને સમજવાની કોશિશ કરવી. આમ કરવું નાનીમા ના ઘરે જવા જેટલું સહેલું નથી, કારણકે , આમ કરવા માટે આપણે એવા લોકોને પણ મનથી માફ કરવા પડે છે કે જે લોકોએ હમેંશા આપણી શાનદાર રીતે બજાવી હોય…! પણ માફ કરી દેવામાં ફાયદો મોટો છે ! આમ એક બાર ફિરસે અજનબી બની એકડો માંડવો !

  વરસાદ હજુ પણ વરસી રહ્યો છે;…..હૃદયમાં ભીંજાશ છે !
  સમય જોયો,ઘણું મોડું થયું છે;…પણ મનમાંચાલો,
  ઘર ઘર રમીએ -ડૉ. નીલેશ રાણા નું ગીત કાલીઘેલી બોલીમા ગાયું
  મઝા આવી

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s