ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે (અનિલ ચાવડા) મે 5, 2019અનિલ ચાવડા, કવિતા/ગીતlilochhamtahuko ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે; ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે. ઘડી ડાળ પરનું એ પંખી બતાવે, ઘડી મારી સાથે એ હળવેથી ઝૂમે. ગયા વર્ષ વીતી ને થઈ હુંયે માતા, હૃદયમાં ઉગાડી કળી જેમ શાતા, ઘડી ગોદમાં લઉં, ઘડી ગાલ ચૂમું; પરી કેવી સુંદર દિધી તેં વિધાતા. ફરી વર્ષ વીત્યાં થઈ પુત્રી મોટી, ફરી આંગણામાંથી શરણાઈ દોટી. ફરી કોઈ આવ્યું છે ટહુકાને લેવા, ફરી ઘરની સઘળી મહેકને વળોટી. પધારી છે પુત્રી નવું પુષ્પ લઈને, ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે. – અનિલ ચાવડા ShareEmailLike this:Like Loading...
પોતાની માતાની સ્મૃતિ -પુત્રીની સ્મૃતિ અને તે પછી એ પુત્રી પણ માતા બને તેનું દ્રશ્ય. જીવનના બદલાતા રંગની સુંદર કવિતા. LikeLiked by 1 person
અનિલ ચાવડાનું સુંદર મુક્યક સૉનેટ ધન્યવાદ યાદ આવે તેમનું કાવ્ય તેં કીધું’તું ત્રણ પગલે ત્રણ લોક સમાવ્યા, હું પણ એવું કરી શકું આ ચરણ વડે? હેં મા? વાસણ પડતા વ્હેંત કેટલો અવાજ આવે! કાં ના આવે અવાજ, જ્યારે સાંજ પડે? હેં મા? LikeLike
પોતાની માતાની સ્મૃતિ -પુત્રીની સ્મૃતિ અને તે પછી એ પુત્રી પણ માતા બને તેનું દ્રશ્ય. જીવનના બદલાતા રંગની સુંદર કવિતા.
LikeLiked by 1 person
અનિલ ચાવડાનું સુંદર મુક્યક સૉનેટ
ધન્યવાદ
યાદ આવે તેમનું કાવ્ય
તેં કીધું’તું ત્રણ પગલે ત્રણ લોક સમાવ્યા,
હું પણ એવું કરી શકું આ ચરણ વડે? હેં મા?
વાસણ પડતા વ્હેંત કેટલો અવાજ આવે!
કાં ના આવે અવાજ, જ્યારે સાંજ પડે? હેં મા?
LikeLike