આંગણાંની ગતિવિધિ


આંગણાંમાં

 ૧૦૦૦

પોસ્ટ

કળા, સાહિત્ય અને સમાજ સેવાને લગતી
૧૦૦૦ મી પોસ્ટ આંગણાંમાં મૂકતાં અતિશય આનંદની લાગણીનો અનુભવ થાય છે. આંગણું શરૂ કર્યું ત્યારે કલ્પના ન હતી કે આંગણાંને આટલા ટુંકા સમયમાં આટલો સરસ આવકાર મળશે.

આંગણાંની શરૂઆતમાં જે ચાર મિત્રોની સહાય મળી તેમના નામ છે

શ્રી સુરેશ જાની

ડો. કનક રવિશંકર રાવળ

શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ

શ્રી બાબુ સુથાર

ત્યાર પછી તો કલાકારો, સાહિત્યકારો અને સમાજ સેવકો જોડાતા ગયા અને આંગણું વિકસતું ગયું.

આજે જ્યારે લોકો સેલ ફોનમાં બ્લોગ વાંચી લે છે, ત્યારે પ્રતિભાવની સંખ્યા ઘટે એ સ્વાભાવિક છે. છતાં આંગણાંમાં અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધારે પ્રતિભાવ આવ્યા છે.

આજે આંગણાંના ચાહકોનો હ્રદય પૂર્વક આભાર માનીને ખાત્રી આપું છું, કે ૮૩ વર્ષની વયે, મારાથી થાય એટલી મહેનત અને કાળજીથી આંગણું ચલાવતો રહીશ.

12 thoughts on “આંગણાંની ગતિવિધિ

  1. આંગણાની 1,000 પોસ્ટ વધીને 10,000નો આંકડો વહેલી તકે પાર કરી જાય તેવી શુભેચ્છા પાઠવું છું

    Liked by 2 people

  2. આપના અંગણા પર પહોંચી બધા જ પોસ્ટ માણી કદાચ સૌથી વધુ પ્રતિભાવો આપ્યા છે. જીવનને ઢાળવાની, નવું શીખવાની અને મૌલિક વિચારો વ્યક્ત કરવાની આપની વાતોને વંદન…. ! આપ આપની કોઠાસૂઝથી આગવી રીતે વિચારી શકો છો. વિચાર હશે, ત્યાં મતભેદ હશે. તેનાથી આપણા સ્નેહભાવમાં ખોટ આવવાની નથી. અમારા થોડા સમયનો બ્લોગ ઉપવાસ દરમ્યાન આપે જ શોધખોળ કરી અમારી દિકરી યામિની સાથે ચિંતા વ્યક્ત કરી સુખાકારી ઇચ્છી અને નાની બેનને અપાય તે રીતે મને ઠપકો આપ્યો તેની હું ઋણી છું.
    આપે પત્નીના મૃત્યુ બાદ જે રીતે જીવનના પડકારોને સ્વીકાર્યા છે તે માટે આપ માટે માન થાય છે.આપ આપના જીવન અનુભવો વિષે વિસ્તૃત લખતા રહેશો તો ગમશે. શુભેચ્છા સહ –
    સત્વરે ૧૦,૦૦૦મી પોસ્ટની રાહ…

    Liked by 1 person

  3. Ramesh Patel
    1:58 PM (3 minutes ago)

    આંગણું વિધવિધ સુમન સૌરભે મ્હેંકી રહ્યું છે. મૂઠી ઊંચેરા વ્યક્તિત્ત્વની અનુભવ ધારાઓ , સાચે જ અણમોલ છે , ને આંગણે મીઠડા આવકાર સાથે, નેટ ચૌટે ઉર સ્પંદનો ઝુલાવે છે. મનોજગતે કલા, સાહિત્યની પ્રસાદી ધરી, ગૌરવવંતી યશગાથા આપે રચી દીધી છે..આપને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન…આ. દાવડા સાહેબ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

  4. BHARAT BHAGAT
    To:
    P.K. Davda

    14 May at 9:18 am

    Dear Davdasaheb
    Age is no bar for you. Your objective is wonderful and unique. I am sure, god will be kind enough to work like this for plenty of more years. GOD BLESS YOU
    Regards
    Bharat Bhagat

    Sent from my iPad

    Show original message

    Like

  5. દાવડાજી! ખુબ ખુબ અભિનંદન! બસ આવી જ રીતે આંગણામાં ઉજાણી કરાવતા રહો એવી ઈશ્વરને પ્રાર્થના!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s