એક ગુજલીશ કવિતા (જીગ્નેશ અધ્યારૂ)


(ગુજલીશ કવિતાને ક્ષેત્રે અદમ ટંકારવીનું નામ આગળ પડતું છે. કૃષ્ણ દવે અને બીજા કવિઓએ પણ આ  પ્રકાર અજમાવ્યો છે. આજે અક્ષરનાદના સંપાદક મારા મિત્ર જીગ્નેશ અધ્યારૂની એક ગુજલીશ હાસ્ય કવિતા રજૂ કરૂં છું – સંપાદક)

બધી ઇચ્છાઓનું Miscarriage થઇ જશે,
મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે

નમણી નારની કાળી લટોમાં,
હરદમ અટક્યા કરતો તું.
ગોપી પાછળ કુંજગલીમાં,
‘કાન’ થઇ ભટક્યા કરતો તું.

હવે ઓછી આ ઝાંખીઓની Average થઇ જશે,
મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.

સાસુ વહુના કુરુક્ષેત્રમાં,
ભીષ્મ શો ભટક્યા કરવાનો,
ટુકડે ટુકડે E.M.I માં,
ખુદને ભર્યા કરવાનો.

Celebration મોડી રાતના Heritage થઇ જશે,
મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.

સાસરીયા ને સંબંધીઓના,
નામો ભૂલ્યા કરવાનો.
બે છેડા ભેગા કરવામાં,
તું આખો ખૂલ્યા કરવાનો.

સુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે
મિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.

– જીગ્નેશ અધ્યારૂ

1 thought on “એક ગુજલીશ કવિતા (જીગ્નેશ અધ્યારૂ)

 1. વાહ !! સરસ ગુજલીશ કવિતા
  જેટલું રમતિયાળ ગીત તેવું જ ફાંકડું તોફાની કમ્પોઝીશન! ભાવને ક્યાં ભાષા છે?
  મજા પડે એટલે પત્યું..બાકી બધી માથાકૂટ છોડો.. આરામખુરશીમાં, એસી ઓરડામાં બેસી, ન સમજાય તેવી ભાષામાં ભલેને લખી લખીને પી એચ ડી કર્યા કરે સાક્ષરો!
  સુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે
  મિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.
  છોકરાના સપનામામ કે છોકરીને પ્રેમ કરવામાં એ સાક્ષર નડવાના નથી જ.

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s