(ડો. દિનેશ શાહે વિજ્ઞાનના વિષયમાં Ph.D. સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં એમનો શાળાના સમયથી જળવાઈ રહેલા સાહિત્ય પ્રત્યેના પ્રેમમાં જરા પણ ઘટાડો થયો નથી. અમેરિકામાં પણ સાહિત્યપ્રેમી ગુજરાતીઓને એકઠા કરી સાહિત્યસેવા કરતા રહે છે. – સંપાદક)
યુનિવર્સીટી ઓફ ફ્લોરિડાનો ગુજરાતી ક્લચર પ્રોગ્રામ
ગુજરાતમાં ગુજરાતી ભાષાને બદલે લોકો અંગ્રેજીમાં ભણવાનું પસંદ કરે છે જયારે છેલ્લા પંદર વર્ષથી યુનિવર્સીટી ઓફ ફ્લોરિડા, ગેઇન્સવીલ, યુ.એસ.એ માં ઓફીસીયલી ગુજરાતી ક્લચર પ્રોગ્રામ દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામના ડાયરેક્સ્ટર અથવા સંચાલક , પ્રોફેસર વસુધા નારાયણન છે.તેઓ ડિસ્ટિંગ્વિશદ્દ પ્રોફેસરનું ટાઇટલ ધરાવે છે જે યુનિવર્સીટીમાં સૌથી ઊંચું પદ છે.
તેઓ દક્ષિણ ભારતના હોવા છતાં તેમને ગુજરાતી ક્લચરમાં ઊંડો રસ છે. તેમના મંતવ્ય પ્રમાણે ભારતનું દ્વાર ગુજરાત છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં અગ્રેસર ફાળો આપ્યો છે. રાષ્ટ્રનાં જુદા જુદા ક્ષેત્રમાં ગાંધીજી, સરદાર પટેલ, ટાટા, ગોદરેજ, અંબાણી, ડો. વિક્રમ સારાભાઈ, ઝવેરચંદ મેઘાણી, પંડિતઓમકારનાથ ઠાકુર આવા અનેક નામો નજર સમક્ષ આવી જાય છે. આથી પ્રેરાઈને ડો. વસુધાબેને ગુજરાતના ક્લચરમાં ઊંડા ઉતરવા ભગીરથ પ્રયત્ન કર્યો. ગુજરાતના વિશાળ સાગર કિનારાને લીધે ઘણાં આક્રમણકારોએ વહાણો દ્વારા ગુજરાત ઉપર હુમલો કરેલો. આ કારણથી ગુજરાતમાં બહારથી ઘણી પ્રજાઓ આવીને સ્થાઈ થઇ છે. ગુજરાતમાં મોહન જો ડેરો જેવા પાંચ હજાર વર્ષો જુના અવશેષો શોધાયા છે. તેમના અભિપ્રાય પ્રમાણે માત્ર ભારતમાં નહીં પરંતુ ભારતની બહાર જઈને ગુજરાતી પ્રજાએ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે.
આ બધા કારણોના લીધે તેઓ અમેરિકન વિધાર્થોઓને ગુજરાત વિષે માહિતગાર કરવા માગે છે.
ઘણાં ગુજરાતીઓએ ભેગા થઇ યુનિવર્સીટી ઓફ ફ્લોરીડાને ત્રણ લાખ ડોલરનું ભંડોળ ડોનેશનમાં આપ્યું. તેમાંથી ગુજરાતી ભાષા બોલવાની તેમજ વાંચવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાંથી પી એચ ડી થયેલા સ્કોલરો અહીં પોસ્ટડોક્ટોરલ સ્કોલર તરીકે ગુજરાતી ભણાવવા આવે છે. આ પ્રોગ્રામમાં જૈન, સ્વામિનારાયણ, વૈષ્ણવ તેમજ અન્ય ધાર્મિક પંથો વિષે પણ ભણાવવામાં આવે છે.
આ યુનિવર્સીટી દર બે વર્ષે સુવર્ણા દિનેશ શાહ પોએટ્રી ફેસ્ટિવલ યોજે છે. આમાં ભાગ લેવા અત્યાર સુધી અનેક કવિઓને આમંત્ર્યા છે, જેવાકે આદિલ મન્સુરી, અદમ ટંકારવી, મુકેશ જોશી, અનિલ ચાવડા, કૃષ્ણ દવે, ભાગ્યેશ ઝા , હિતેન આનંદપરા અને બીજા અનેક કવિઓ! આ પ્રોગ્રામ શનિવાર સવારથી સાંજ સુધી અને અડધા રવિવાર સુધી ચાલે છે અને લગભગ સો વ્યક્તિઓ આનંદથી કવિતાઓ સાંભળે છે. આ ફેસ્ટિવલમાં બે ત્રણ કવિઓ ભારતથી અને દસ કવિઓ અમેરિકામાંથી બોલાવવામાં આવે છે. મારા સ્વર્ગસ્થ ધર્મપત્નીની યાદમા મેં યુનિવર્સીટીને એક લાખ ડોલરનું ભંડોળ આપેલું જેના વ્યાજમાંથી દર બે વરસે સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ યોજવામાં આવે છે, અને ભવિષ્યમાં હંમેશા યોજાતું રહેશે.
આ પ્રોગ્રામની શરૂઆત ડો. નીલીમા ભટ્ટ, જેમણે હારવર્ડ યુનિવર્સીટીમાંથી નરસિંહ મહેતા ઉપર પી એચ ડી કરેલી તેમના લેક્ચરથી થયેલી. તેમણે નરસિંહ મહેતાના જીવન ઉપર તેમજ તેમના ગીતો અને કવિતાઓ ઉપર ચર્ચા અને રસાસ્વાદ કરાવેલો. ગુજરાતી પ્રૉફિસિએન્સી ના એકઝામિનર તરીકે મારી નિમણૂંક થઇ છે. વિદ્યાર્થી કે વિદ્યાર્થીની અડધો કલાક ગુજરાતીમાં વાર્તાલાપ કરી શકે, એક પણ અંગ્રેજી શબ્દ વાપર્યા વગર, તો તેને પાસ કરવામાં આવે છે. આ વાર્તાલાપમાં હું તેમના માતાપિતા ક્યાંથી આવે છે તેમજ તેના બાળપણ વિષે વાતો ગુજરાતીમાં કરું છું.
ગુજરાતી ક્લચર શીખવાડવા માટે અમેરિકામાં આ સૌથી પ્રથમ યુનિવર્સિટી છે. અમે અમેરિકાની ધરતીમાં આ એક છોડ વાવ્યો છે અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમાંથી મોટું વૃક્ષ બને અને ગુજરાતી ક્લચરમાં જે ખજાનો રહેલો છે તેનો લાભ ભાવિ પ્રજાને મળે. અમારી એજ ઈચ્છા છે કે દરેક યુનિવર્સીટીમાં ગુજરાતી ભાષા જર્મન , ફ્રેન્ચ કે સ્પેનિશ ભાષાની હારોહાર ઉભી રહે.
માર્ચ 31, 2018 ના રોજ ઓરલાન્ડો, ફ્લોરિડા ખાતે યોજાયેલ સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલમાં શ્રી ભાગ્યેશ ઝા અને શ્રી હિતેન આનંદપરા સાથે અમરિકામાં વસતા કવિઓ તેમજ કાર્યકર્તાઓ તેમજ ડિસ્ટીંગવિષદ પ્રોફેસર વસુધાબેન નારાયણન ગુજરાતી ક્લચર પ્રોગ્રામ ના ડાયરેક્ટર, યુનિવર્સીટી ઓફ ફ્લોરિડા .
સરસ. વિચાર અને તેને અમલમાં મુકીને ગુજરાતી ભાષાને વિશ્વનિ બીજી ભાષાઓનિ હળોહળ બેસાડવાની મહેચ્છા પણ સરસ છે.
અંગ્રેજી શબ્દના ઉપયોગ વિનાની ગુજરાતી ભાષા કદાચ અશક્ય છે. ૧૫૦ વરસોની અંગ્રેજોની ગુલામી દરમ્યાન અજાણપણે પણ ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો મૂળીયા ખોસીને બેઠા છે. રેલ્વે સ્ટેશન જેવા શબ્દનો ઉપયોગ અેક છે. કારણ કે રેલ્વે અને તેને માટે સ્ટેશન બન્યુ….ગુજરાતીમાં જો સંસ્કૃતની અસર હેઠળ કહેવું હોય તો ‘ અગ્નિરથ વિરામસ્થાન ‘ કહેવું પડે. ‘ ‘ભદ્રં ભદ્ર્ ‘ નું વાંચન તો સૌઅે કર્યુ જ હશે. આજની નવી ટેકનોલોજી અેટલી વિકાસ પામી છે કે તેને સમજાવવા ગુજરાતી ભાષા પાસે અપ્રોપ્રીઅેટ ટેકનીકલ શબ્દો નથી. ગુજરાતી સ્કોલરો રોજ વિજ્ઞાનની પ્રગતિની સાથે પોતાના શબ્દોના સંશોઘન ક્યાં કરે છે ? આપણા આજના બાળકોને જો વિશ્વના બીજા દેશોના બાળકો સાથે કોમ્પીટીશનમાં જીવવું હોય તો વિશ્વની લેંગ્વેજ ‘ અંગ્રજી ‘ વિના ઉઘ્ઘાર નથી. તમે તમારા બાળકોને પહેલાં કન્સલ્ટ કરો..તેમના અભિપ્રાયો લો…અને પછી વિચારો પ્રદર્શીત કરો તેવી મારી ઇચ્છા છે. તેને જ પુછો જેને આજના નાના બની ગયેલાં વિશ્વના બીજા વૈજ્ઞાનિકો સાથે કોમ્પીટીશનમાં ઝઝુમવાનું છે. કોમ્પયુટર સાયંસના જમાનામાં અગ્રેજી ભાષા બેઝીક જરુરીઆત છે. બાળકોના આવતા ભાવિને આજથી જોઇને તેને અમલમાં મૂકો….લેખક જય વસાવડાના લેખો જૂઓ. અગ્રેજી ભાષાને અપડેટ કરવાના સંશોઘનો સમયની સાથે ચાલુ જ હોય છે જે ગુજરાતી માટે નથી. અગ્રેજી ભાષા બીજી ભાષાના શબ્દો પોતાની ભાષાને અેનરીચ કરવા માટે સ્વીકારી લે છે…દા.ત. ‘ પંડીત ‘ જે મારી પાસે નથી તે જો બીજેથી સરળતાથી મળી શકતું હોય તો તેને સ્વીકારતા શીખીઅે. તેમાં નાનમ નહ હોય. દુનિયાની બીજી ભાષાૉ પણ અગ્રેજીને સ્વીકારે છે…..જ્યાં સુઘી મોર્ડન ટેક્નોલોજીને સંબંઘ છે. ગુજરાતી ભાષાને વઘુ સારી બનાવીઅે….બાળકો ઘરમાં ગુજરાતીમાં વાતો કરે તે ગમે. સિનીયરોની આજની પેઢી….દાદા…દાદી…નાના…નાની…..જયારે સ્વઘામે જશે પછીની પેઢી જે સુડી વચ્ચે સોપારી બનીને જીવે છે તેમની દશા જોવા જેવી થશે…ખાસ કરીને અમેરિકા જેવા દેશોમાં. ગુજરાતી ભાષા અેટલી શક્તિશાળી નથી કે તે આજના વૈજ્ઞાનિકયુગને પોતાની રીતે ગજરાતીઓને પણ શીખવી શકે.
પહેલાં પોતે શક્તિશાળી બનો પછી લડાઇ લડવાના મેદાનમાં જાઓ.
દુનિયાની કેટલી ભાષાઓ નિર્મૂળ થઇ ગઇ તેનો પણ ઇતિહાસ છે. શક્તિ અને શક્તિશાળીનું જ રાજ છે. ડીક્શનરીને શક્તિશાળી બનાવો. સંસ્કૃત ભાષાને બેઇઝ બનાવીને બનેલી ગુજરાતી ભાષાને મજબુત બનાવવા માટે પહેલાં સંસ્કૃત ભાષાને અભ્યાસમાં મજબુત બનાવો પછી ૧૫૦ વરસોની અસર હેઠળની અભડાયેલી અગ્રેજી મિશ્રીત ગુજરાતીને પવિત્ર બનાવો. આપણી બીજી કે ત્રીજી પેઢીને પૂછવું અને તે કહે તેમ કરવું…….
આભાર.
અમૃત હઝારી
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
યુ.એસ. સેન્સસ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે યુ.એસ.માં ૨૦૦૬માં ૧૪,૧૭,૦૦૦ ઘરોમાં ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભારતીય ભાષાઓ (દા.ત. પંજાબી, તમિળ, તેલુગુ) બોલાતી હતી. આમાંથી ગુજરાતી બોલતા લોકોની સંખ્યા ૨,૯૯,૦૦૦ છે, જે સૂચવે છે આશરે ૨૦ ટકા ભારતીય અમેરિકનો ગુજરાતી છે. નોંધપાત્ર છે કે આ અંદાજ બીજી કે મોટી ગુજરાતી પેઢી કે જેઓએ એમ ઉલ્લેખ કર્યો છે કે તેઓ મુખ્યત્વે ઘરે અંગ્રેજીમાં વાત કરે છે તેનો સમાવેશ થતો નથી. એક અહેવાલ મુજબ અંદાજે ૪૦% [ભારતીય અમેરિકનો] ગુજરાતી છે,સુશ્રી અનીતા તન્ના ગુજરાતી ભાષાના ચાહક, ભાવક તથા ઋણી છે. પત્રકારત્વ તથા સંપાદનો દ્વારા ગુજરાતી ભાષાની માવજત કરી રહ્યા છે; તદુપરાંત ભાષાના પ્રચાર-પ્રસારમાં ખૂબ જ ઊંડો રસ ધરાવે છે.વાદ પ્રોફેસર વસુધા નારાયણન છે. તેઓ ડિસ્ટિંગ્વિશદ્દ પ્રોફેસરનું ટાઇટલ ધરાવે છે જે યુનિવર્સીટીમાં સૌથી ઊંચું પદ છે.
દિનેશભાઇ માટે નો લેખ વાંચી આંનંદ થયો. તમારા, દાવડા ના આંગણે થી પણ ગુજરાતી સાહિત્ય અને કળા નો ઊંડો ખજાનો છે અને તમારી ઉમેદ, ઉત્સાહ અને મહેનત થી એમાં ઉમેરો થતો જાય છે અને અમારા જેવા જીજ્ઞાશુ ઓને એનો મોટો લાભ મળે છે. આ ડિજિટલ માધ્યમ દ્વારા એ હંમેશા માટે જવલંત રહેશે. આનો બધો જ યશ તમોને જાય છે અને તે માટે અમારો ખુબ ખુબ આભાર સાથે તમોને અભિનંદન પાઠવું છું.
આખો લેખ સરસ છે. ફ્લોરિડામાં થતી પ્રવૃત્તિ ને ધન્યવાદથી આવકારું છું. શ્રી હજારી સાહેબનો પ્રતિભાવ ખુબજ વાસ્તવિક ચિત્ર ખડું કરે છે.
જેઓ ઈન્ડિયાના ગુજરાતી ઘરોમાં જનમ્યા છે અને પુખ્ત કે વયસ્ક વયે પરદેશમાં આવ્યા છે. એ પહેલી પેઢીને ગુજરાતી ભાષાનું મમત્વ રહેવાનું જ. એઓ ચોક્કસપણે ગુજરાતી ભાષા – સાહિત્યને માણતા રહેવાના. જેઓ સાહિત્ય સર્જકો છે તેઓ ઈચ્છે કે એમના સર્જનનું પરદેશમાં પ્રસારણ થાય. સમરસિયાઓ (મોટેભાગે નિવૃત્ત વયસ્કો) ભેગા મળે અને સાહિત્યનો આનંદ માણે.
હવે બીજી પેઢી કે જે અમેરિકાની ધરતી પર જ જન્મી છે. નર્સરીથી માંડી યુનિવર્સિટી સુધી અમેરિકામાં જ ભણ્યા છે. વિશ્વની અનેક પ્રજા સાથે કામ કર્યું છે અને આખો દિવસ ઘર બહાર માત્ર અંગ્રેજી જ બોલ્યા છે; એઓ પોતાના પહેલી પેઢીના વડીલો સાથે ઘરમાં ગુજરાતીમાં વાતો કરશે, મંદિરે પણ જશે અને ધાર્મિક તહેવારો પણ ઉજવશે. સરસ વાત છે. પણ એમનું ગુજરાતી ભાષાજ્ઞાન અને સાહોત્ય તો ઝીરો જ હોવાનું..
ઉપરોક્ત પહેલી પેઢીના સર્જકોના અમેરિકામાં જન્મેલા બીજી પેઢીના યુવકો વાંચી શકતા નથી. લખી શકતા નથી. હા કદાચ મંદિરો કે કલ્ચરલ સેન્ટરમાં કખગઘ શીખ્યા હોય તો પણ કાવ્યાનંદ તો માણી ન જ શકે. હા, કદાચ બીજી પેઢી ગુજરાતી કોમેડી નાટકો જોવા જશે……..જો એને રસ હોય તો! એને સાહિત્યિક ભાષા સાથે કશો જ સંબધ નથી.
હવે આપણે આ જ ગુજરાતી કુટુંબની વાત કરીએ તો પહેલી પેઢીના વડીલોએ વિદાય લીધી છે. અહિ જન્મેલી બીજી પેઢી ના સંતાનો એટલે કે ત્રીજી પેઢી ગુજરાતી ભાષા કેટલી જાળવશે એ ધારવાનું હું આપના પર છોડું છું.
તો શું અમેરિકામાં ગુજરાતી ભાષા નહિ રહે?
રહેશે. ચોક્કસ રહેશે.
જ્યાં સુધી રોજ પહેલી પેઢીના ગુજરાતીઓ પ્લેનમાંથી ઉતરતા રહેશે ત્યાં સુધી ભાષા પ્રવાહ વહેતો જ રહેશે. ચિંતાનુ કારણ નથી.
અમેરિકાની બે ચાર યુનિવર્સિટીઓમાં સો બસો ગુજરાતી શીખશે એમાં જ સંતોષ માનવો પડશે.
આ તો થઈ ગુજરાતી ભાષા જાળવવાની વાત.
વિકાસ તો ત્યારે કહેવાય કે પંજાબી બંગાળી, તામિલ તેલુગુ અને
કન્નડભાષી પ્રજા ગુજરાતી વાંચતા લખતા અને બોલતા થાય.
વિકાસ તો ત્યારે કહેવાય કે જ્યારે ફ્રેન્ચ, ઈટાલિયન, સ્પેનિશ અને રશિયનોને ગુજરાતી શીખવાનું મન થાય.
દર વર્ષે ગુજરાતમાંથી સાહિત્યકારો અને સર્જકો અમેરિકામાં નિયમિત રીતે આવે જ છે. એમાંના કૅટલાક્ના સંતાનો અહિ અમેરિકામા છે. એમના ઘરોમાં ઉછરતાં બાળકોની સ્થિતી શું છે? પ્રમાણિક ઉત્તર મળશે?
સંપાદક શ્રી દાવડા સાહેબ અને પ્રતિભાવ વાચક મિત્રોને સાદર વંદન.
પ્રવીણ શાસ્ત્રી.
શ્રી દિનેશભાઈ અને વસુધાબહેનના પ્રયત્નોથી આયોજીત પોએટ્રી ફેસ્ટિવલમાં મને ત્રણ વખત ભાગ લેવાનો લાભ મળ્યો તેના માટે આભારી છું. ત્યાંથી નવાં કવિમિત્રોનો પણ પરિચય થયો. શુભેચ્છા સાથ…સરયૂ પરીખ.
ગુજરાતી ભાષાનું અમેરિકામાં ઊઘડતું પ્રભાત એ શીર્ષક હેઠળ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર અંગેની વિગતો વાંચીને ડૉ. દિનેશભાઈ તેમજ વસુધાબેનના સ્તુત્ય પ્રયાસોને સહેજે વંદન થઈ જાય છે.
સરસ. વિચાર અને તેને અમલમાં મુકીને ગુજરાતી ભાષાને વિશ્વનિ બીજી ભાષાઓનિ હળોહળ બેસાડવાની મહેચ્છા પણ સરસ છે..દિનેશભાઈએ આ બહુ સરસ કામ કર્યું છે. તેમને વંદન, અભિનંદન અને અભિવાદન.

LikeLiked by 1 person

LikeLiked by 2 people
Urvashi Shah
To:
P.K. Davda
,
14 May at 11:21 am
દિનેશભાઇ માટે નો લેખ વાંચી આંનંદ થયો. તમારા, દાવડા ના આંગણે થી પણ ગુજરાતી સાહિત્ય અને કળા નો ઊંડો ખજાનો છે અને તમારી ઉમેદ, ઉત્સાહ અને મહેનત થી એમાં ઉમેરો થતો જાય છે અને અમારા જેવા જીજ્ઞાશુ ઓને એનો મોટો લાભ મળે છે. આ ડિજિટલ માધ્યમ દ્વારા એ હંમેશા માટે જવલંત રહેશે. આનો બધો જ યશ તમોને જાય છે અને તે માટે અમારો ખુબ ખુબ આભાર સાથે તમોને અભિનંદન પાઠવું છું.
LikeLiked by 3 people
આખો લેખ સરસ છે. ફ્લોરિડામાં થતી પ્રવૃત્તિ ને ધન્યવાદથી આવકારું છું. શ્રી હજારી સાહેબનો પ્રતિભાવ ખુબજ વાસ્તવિક ચિત્ર ખડું કરે છે.
જેઓ ઈન્ડિયાના ગુજરાતી ઘરોમાં જનમ્યા છે અને પુખ્ત કે વયસ્ક વયે પરદેશમાં આવ્યા છે. એ પહેલી પેઢીને ગુજરાતી ભાષાનું મમત્વ રહેવાનું જ. એઓ ચોક્કસપણે ગુજરાતી ભાષા – સાહિત્યને માણતા રહેવાના. જેઓ સાહિત્ય સર્જકો છે તેઓ ઈચ્છે કે એમના સર્જનનું પરદેશમાં પ્રસારણ થાય. સમરસિયાઓ (મોટેભાગે નિવૃત્ત વયસ્કો) ભેગા મળે અને સાહિત્યનો આનંદ માણે.
હવે બીજી પેઢી કે જે અમેરિકાની ધરતી પર જ જન્મી છે. નર્સરીથી માંડી યુનિવર્સિટી સુધી અમેરિકામાં જ ભણ્યા છે. વિશ્વની અનેક પ્રજા સાથે કામ કર્યું છે અને આખો દિવસ ઘર બહાર માત્ર અંગ્રેજી જ બોલ્યા છે; એઓ પોતાના પહેલી પેઢીના વડીલો સાથે ઘરમાં ગુજરાતીમાં વાતો કરશે, મંદિરે પણ જશે અને ધાર્મિક તહેવારો પણ ઉજવશે. સરસ વાત છે. પણ એમનું ગુજરાતી ભાષાજ્ઞાન અને સાહોત્ય તો ઝીરો જ હોવાનું..
ઉપરોક્ત પહેલી પેઢીના સર્જકોના અમેરિકામાં જન્મેલા બીજી પેઢીના યુવકો વાંચી શકતા નથી. લખી શકતા નથી. હા કદાચ મંદિરો કે કલ્ચરલ સેન્ટરમાં કખગઘ શીખ્યા હોય તો પણ કાવ્યાનંદ તો માણી ન જ શકે. હા, કદાચ બીજી પેઢી ગુજરાતી કોમેડી નાટકો જોવા જશે……..જો એને રસ હોય તો! એને સાહિત્યિક ભાષા સાથે કશો જ સંબધ નથી.
હવે આપણે આ જ ગુજરાતી કુટુંબની વાત કરીએ તો પહેલી પેઢીના વડીલોએ વિદાય લીધી છે. અહિ જન્મેલી બીજી પેઢી ના સંતાનો એટલે કે ત્રીજી પેઢી ગુજરાતી ભાષા કેટલી જાળવશે એ ધારવાનું હું આપના પર છોડું છું.
તો શું અમેરિકામાં ગુજરાતી ભાષા નહિ રહે?
રહેશે. ચોક્કસ રહેશે.
જ્યાં સુધી રોજ પહેલી પેઢીના ગુજરાતીઓ પ્લેનમાંથી ઉતરતા રહેશે ત્યાં સુધી ભાષા પ્રવાહ વહેતો જ રહેશે. ચિંતાનુ કારણ નથી.
અમેરિકાની બે ચાર યુનિવર્સિટીઓમાં સો બસો ગુજરાતી શીખશે એમાં જ સંતોષ માનવો પડશે.
આ તો થઈ ગુજરાતી ભાષા જાળવવાની વાત.
વિકાસ તો ત્યારે કહેવાય કે પંજાબી બંગાળી, તામિલ તેલુગુ અને
કન્નડભાષી પ્રજા ગુજરાતી વાંચતા લખતા અને બોલતા થાય.
વિકાસ તો ત્યારે કહેવાય કે જ્યારે ફ્રેન્ચ, ઈટાલિયન, સ્પેનિશ અને રશિયનોને ગુજરાતી શીખવાનું મન થાય.
દર વર્ષે ગુજરાતમાંથી સાહિત્યકારો અને સર્જકો અમેરિકામાં નિયમિત રીતે આવે જ છે. એમાંના કૅટલાક્ના સંતાનો અહિ અમેરિકામા છે. એમના ઘરોમાં ઉછરતાં બાળકોની સ્થિતી શું છે? પ્રમાણિક ઉત્તર મળશે?
સંપાદક શ્રી દાવડા સાહેબ અને પ્રતિભાવ વાચક મિત્રોને સાદર વંદન.
પ્રવીણ શાસ્ત્રી.
LikeLike
દિનેશભાઈએ આ બહુ સરસ કામ કર્યું છે. તેમને વંદન, અભિનંદન અને અભિવાદન.
LikeLiked by 1 person
શ્રી દિનેશભાઈ અને વસુધાબહેનના પ્રયત્નોથી આયોજીત પોએટ્રી ફેસ્ટિવલમાં મને ત્રણ વખત ભાગ લેવાનો લાભ મળ્યો તેના માટે આભારી છું. ત્યાંથી નવાં કવિમિત્રોનો પણ પરિચય થયો. શુભેચ્છા સાથ…સરયૂ પરીખ.
LikeLiked by 2 people
ગુજરાતી ભાષાનું અમેરિકામાં ઊઘડતું પ્રભાત એ શીર્ષક હેઠળ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર અંગેની વિગતો વાંચીને ડૉ. દિનેશભાઈ તેમજ વસુધાબેનના સ્તુત્ય પ્રયાસોને સહેજે વંદન થઈ જાય છે.
LikeLike
this is unique article for all Gujarati
spreading it in different media–many thx.