હું થોડા દિવસ હવે તારામાં રહું? (મુકેશ જોશી)


કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

-મૂકેશ જોશી

2 thoughts on “હું થોડા દિવસ હવે તારામાં રહું? (મુકેશ જોશી)

  1. રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
    મારી હથેળી પછી પગ તારો પડશે
    વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ
    વાહ
    યાદ આવી…
    આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
    અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
    કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
    કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
    એક એક પંક્તિઓમાં પ્રિયજનમાં રહી, પ્રિયજનના થઈ ને પ્રિયજનને પામી જવાનો મહિમા કોમળતમ શબ્દોથી ગવાયો છે. હેયાની વાત ખૂબજ સરળ શબ્દોમ ઢાળી છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s