ઈન્ડિયા થી લિ. આપના પુત્ર શાહબ્બુદિનના મિત્ર જયંતીના વંદન
આખી વાત આ પત્ર દ્વારા લંબાણ પૂર્વક જ કહી દઉ, જેથી તમારા મનમાં કોઈ દ્વિધા જ ન રહે.
કૉલેજના વહેલી સવારના ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે કોલેજીયન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. સાડા સાત વાગ્યે તો લગભગ બધા પોતપોતાના વર્ગમાં બેસી ગયા હતા. શાહબ્બુદિન બેસબ્રીથી પોતાની ગર્લફ્રેંડ રંગબેરંગી રંગોલીની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં જ કલાસના દરવાજે સુંદર અને આકર્ષક રંગીલી શાહબ્બુદિનની નજરે પડી. અને જાણે શાહબ્બુદિનના જીવમાં જીવ આવ્યો.
“હાય રંગીલી. આવી ગઈ? હું ક્યારનો ય તારી જ રાહ જોતો હતો.” ” હા માય ડાર્લિંગ હું આવી ગઈ. અને તારી નજર સામે જ છું. તું મને જોઈ પણ શકે છે. બરાબર ને? હવે ધ્યાન કેન્દ્રિત કરી અભ્યાસ માં મન પરોવ. ઓ કે ?” પછી શાહબ્બુદિને અભ્યાસ માં મન પરોવ્યુ.
બપોરે કોલેજ પુરી થઈ પછી બન્ને કેન્ટીનમાં સાથે જ ચા પીવા માટે ગયા. ત્યારે પણ શાહબ્બુદિન એકીટસે રંગીલી સામે જોઈ રહ્યો હતો. ત્યારે રંગલીએ કહ્યુ “યાર તું આમ એકીટસે મારી સામે જોયા ન કર. મને કંઈક થઈ જાય છે.” ત્યારે શાહબ્બુદિને રંગીલીનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો “રંગીલી હવે હું તારા વગર એક પળ પણ રહી શકુ તેમ નથી. એટલે તું તારા મમ્મી પપ્પા સાથે વાત કર. હું પણ મારા મમ્મી પપ્પાને હમણા જ અમેરિકા ફોન પર વાત કરૂ છું. તેઓ તો ત્યાં ધંધામા એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે કે તેમનો પુત્ર પરણવા જેવડો થઈ ગયો છે, તે પણ ખબર નહી હોય.”
આમ વાત કરતા કરતા શાહબ્બુદિને અમેરિકા આપની સાથે વાત કરવા મંડી. રંગીલી શાંતિથી બેઠી બેઠી તેને જોતી હતી. ફોનના સામે છેડેથી તમે કહ્યુ “બોલ બેટા” થોડી આડીઅવળી વાતો કરીને શાહબ્બુદિન મૂળ વાત પર આવ્યો. તેણે રંગીલી સાથે પોતાના પ્રેમની અને તેની સાથે લગ્ન કરવાની વાત પણ તમારી સાથે કરી. વોટ્સપ પર ફોટા અને વિડિયો પણ મુક્યા. થોડી વાતચીત કરી તમે સંમતી પણ આપી દીધી. શાહબ્બુદિને રંગીલી સામે જોયુ અને ફોન કટ કરી નાંખ્યો. પછી કહે “જો રંગીલી મને તો પરવાનગી મળી ગઈ છે. હવે તારે તારા વડીલોને હા પડાવવાની છે.” ત્યારે રંગીલી એ કહ્યુ “શાહબ્બુદિન મેં મારા મમ્મી પપ્પા સાથે આપણા લગ્નની વાત કરી લીધી છે અને તેમણે તો હા પણ પાડી દીધી છે. પણ અત્યારે તો મારો આખો પરિવાર ગયાજી તીર્થધામમા અમારા વડીલોનુ પરદાદાઓનુ શ્રાધ્ધ કરવા અને પંડિતોએ કહેલ છે તે મુજબ યજ્ઞ કરવા માટે ગયો છે. ત્યાં ૬ થી ૭ મહીના રહેવાના છે. મેં જ્યારે મારા મમ્મી પપ્પાને તારા માટે વાત કરી હતી ત્યારે તેઓએ કહ્યુ હતુ કે બેટા તને જે છોકરો યોગ્ય લાગે તેની સાથે તું લગ્ન કરી શકે છે પણ છોકરો ઘરજમાઈ બનીને રહે તેવો હોવો જોઈએ. કારણ કે હું મારા મમ્મી પપ્પાનુ એકનુ એક સંતાન છું. એટલે મારા મમ્મી પપ્પા મારી બધી ઈચ્છાઓ પુરી કરે છે. તું જોતો નથી તેમણે તો મને વધુ અભ્યાસ માટે પણ મંજૂરી આપી દીધી છે, નહીંતર અમારા કુટુંબમા છોકરીઓને કોઈ આટલુ ભણવા જ ન દેય.”
રંગીલીની ઘરજમાઈ વાળી વાત સાંભળીને શાહબ્બુદિન ચોંકી ઉઠયો. “શું ઘરજમાઈ ? અરે આ તે કેવી મુશ્કેલી? એક તો મારા મમ્મી પપ્પા એમ કહે છે કે તું તારી રીતે લગ્ન કરી લે અને તારા મમ્મી પપ્પા ઘરજમાઈની વાત કરે છે? એટલે આપણા લગ્ન પછી આપણે અમેરિકા નહી પરંતુ અહીંયા ઈન્ડિયામાં તારા મમ્મી પપ્પા સાથે રહેવાનુ? આ તો અશક્ય છે.” રંગીલીએ કહ્યુ “એક તો તું એમ કહે છે કે હું તારા વગર રહી શકતો નથી અને તું ઘરજમાઈ બનીને, મારો પતિ બનીને; મારી સાથે રહેવા તૈયાર નથી?”
શાહબ્બુદિન કહે એમ વાત નથી. હું તારી જ સાથે લગ્ન કરીશ. પણ આ ઘરજમાઈ બનીને રહેવાની વાત વિચાર માંગી લે તેવી છે. પણ ખેર! મને અત્યારે જ એક વિચાર આવ્યો છે. તે સાંભળ. આપણે અત્યારે જ કોર્ટ દ્વારા મેરેજ કરી લઈએ. બન્ને અભ્યાસ કરતા કરતા જ ખુબ જ એન્જોય કરીશુ. હું તારી સાથે આજે જ કોર્ટ મેરેજ કરીને આજે જ સુહાગ રાત પુરી એનર્જી સાથે મનાવીશ. બોલ મારી વાત મંજૂર છે? આપણે બન્ને કોર્ટ સમક્ષ મેરેજ કરી આપણા મમ્મી પપ્પાને જાણ કરી દઈએ. અને મારી ઈચ્છા છે કે લગ્ન પછી આપણે તારા ઘરે નહી પરંતુ મારા ઘરે રહીએ. પછી તારા મમ્મી પપ્પા ગયાજીથી શ્રાધ્ધ કરીને આવે ત્યારે આપણે તારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લેશુ. રહી વાત ઘરજમાઈની. તો કોઈ પણ મમ્મી કે પપ્પા ન ઈચ્છે કે મારો પુત્ર ઘરજમાઈ બનીને રહે. એટલે મારા મમ્મી પપ્પા, તારા મમ્મી પપ્પાને સમજાવી દેશે. ત્યાં સુધીમાં આપણા બન્નેનો અભ્યાસ પણ પુરો થઇ ગયો હશે. અને પછી આપણે બન્ને સાથે અમેરિકા જવા રવાના થઈ જઈશુ.”
શાહબ્બુદિનની વાત રંગીલી એ હસતા હસતા સ્વીકારી લીધી. અને બન્ને એ તે જ દિવસે કોર્ટ સમક્ષ હાજર થઈ મેરેજ કરી લીધા. શાહબ્બુદિને તેની જાણ તમને કરી દીધી અને રંગલીએ પોતાના મમ્મી પપ્પા ને. પછી તો બન્નેની ખુશીમાં અને ખુશીમાં ૬ મહિના ક્યારે પસાર થઈ ગયા તે ખબર પણ ન પડી.
એક દિવસ રંગીલી પર ફોન આવ્યો કે “બેટા રંગીલી, ગયાજીમાં આપણા પરિવારના બધા જ કાર્ય સમ્પન્ન થઈ ગયા છે; અને કાલે સવારે અમે ઘરે પહોંચી જઈશુ. માટે તું આપણા જમાઈ સાથે મળવા ઘરે આવજે. અમે બધા જમાઈનુ સ્વાગત કરવા માટે ઘણા જ આતુર છીએ.” રંગીલીએ આ વાત શાહબ્બુદિનને કરતા કહ્યુ “મારા મમ્મી પપ્પા અને પરિવારના બધા સભ્યો કાલે અમારા ઘરે આવે છે. એટલે આપણને બન્નેને મળવા બોલાવ્યા છે. તું તો તારા સાસરે પહેલી જ વખત જાય છે એટલે સરસ મજાનો તૈયાર થઈ જજે. એકદમ હેન્ડસમ લાગે તેવો. ઓ કે.?” શાહબ્બુદિને કહ્યુ ” ઓ કે.”
બીજે દિવસે સવારે રંગીલી સુંદર રીતે તૈયાર થઈ અને શાહબ્બુદિન પણ એવો જ સરસ રીતે તૈયાર થયો. શાહબ્બુદિને કહ્યુ “આપણે જયંતીની કાર લઈને જઈએ.” એટલે મારી કાર લઈને અમે ત્રણેય નિકળ્યા. હું કાર ચલાવતો હતો’ પણ મેં રસ્તો જોયો ન હતો. શાહબ્બુદિને પણ જોયો ન હતો. એટલે રંગીલી ડ્રાઈવ કરવા લાગી. થોડા સમય પછી શહેર પુરૂ થઈ ગયુ. ત્યારે રંગીલીએ કાર પૂરપાટ જંગલના રસ્તે મારી મુકી. એટલે શાહબ્બુદિન કહે “ડાર્લિંગ તું કઈ બાજુ કાર લઈ જાય છે? અત્યારે તો આપણે તારા ઘરે જવાનુ છે.” ત્યારે રંગોલી બોલી “માય ડાર્લિંગ તું ટેન્શન ન લે. મને ખબર છે કે મારૂ ઘર ક્યાં છે.” અને જોતજોતામાં કાર એક સુમસામ હવેલી પાસે આવીને ઊભી રહી ગઇ. રંગીલી કહે “લે આવી ગયુ મારૂ ઘર” ત્યારે શાહબ્બુદિન અને હું બન્ને સ્તબ્ધ બનીને હવેલી સામે જોઈ રહ્યા. એટલે રંગીલી કહે “શું જુઓ છો બન્ને જણ? યાર ચાલ કારમાંથી બહાર આવ. તારે આજે તારા સાસરે પ્રથમ વખત ગૃહ પ્રવેશ કરવાનો છે.” કહેતા કહેતા રંગીલી એ શાહબ્બુદિનનો હાથ પકડીને કારમાંથી નીચે ઉતાર્યો. હું પણ પાછળ પાછળ ઉતર્યો. અમે ત્રણેય હવેલી તરફ ચાલવા લાગ્યા. હજી પણ શાહબ્બુદિન અને હું સ્તબ્ધ બનીને જોતા જ હતા. ત્યાં જ રંગીલી હવેલીના દ્વારે પહોંચી ગઈ. અને ખુશીથી ઉછળવા લાગી.
“મમ્મી, પપ્પા, કાકા, કાકી તમે બધા કેમ છો?” અમે આમ રંગીલીને એકલી એકલી બોલતી જોઈને ડઘાઈ ગયા. ત્યાં જ રંગીલીના કપાળ પર અદ્રશ્ય રીતે ચંદનનુ તિલક અને ચોખાની ઉપસ્થિતી દેખાણી. તેવી જ રીતે શાહબ્બુદિનના કપાળ પર પણ કંકુ અને ચોખા દેખાયા. પછી રંગીલી શાહબ્બુદિનને હાથ પકડીને હવેલીના વિશાળ હોલમાં લઈ ગઈ. સાવ સુનકાર અને ડરામણા લાગતા આવડા મોટા વિશાળ હોલમાં શાહબ્બુદિનને માથેથી પરસેવો નિતરવા લાગ્યો. પણ રંગીલી ખુશી ખુશી તેને ભેટી પડી. અને કહેવા લાગી “માય ડાર્લિંગ જો હવે હું મારા મમ્મી પપ્પાને બોલવું છુ.” એટલુ કહી રંગીલીએ તાળી પાડી. અને જોરથી ખુશ થતા બોલી “પપ્પા” અને તે સાથે જ ધુમાડાના ગોટેગોટા વચ્ચેથી એક પ્રેતાત્મા અમારી સમક્ષ આવીને ઊભો રહી ગયો. તેવી જ રીતે રંગીલીએ તેની મમ્મીને કહ્યુ “મમ્મી” અને ધુમાડાના ગોટેગોટા વચ્ચેથી તેની મમ્મીનો પ્રેતાત્મા પ્રગટ થયો. તેવી જ રીતે રંગીલીએ તેના કાકા કાકીને પણ બોલાવી લીધા. બધા જ પ્રેતાત્માઓ શાહબ્બુદિનની આજુબાજુ કુંડાળુ વળીને નાચવા લાગ્યા. અમારા તો છક્કા જ છુટી ગયા. ત્યારે રંગીલીએ શાહબ્બુદિનનો હાથ પકડીને કહ્યુ ” શાહબ્બુદિન, આ મારા મમ્મી પપ્પા છે. પેલા મારા કાકા કાકી છે. એક કાર અકસ્માતમાં હું અને મારો પરિવાર બધા જ પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. પણ અમારી બે ઈચ્છા ઓ અધુરી રહી ગઈ હતી. એક મને ભણવાની અને બીજી ઘરજમાઈની. તેથી અમારે પ્રેત યોનીમાં આવવુ પડ્યુ. ભણવાની એક ઈચ્છા તો પુરી થઇ ગઇ છે. હવે તારે પણ અમારી સાથે જ આ ઘરમાં ઘરજમાઈ તરીકે ત્યાં સુધી રહેવાનુ છે કે જ્યાં સુધી આપણા બધાનો મોક્ષ ન થઈ જાય.” આટલુ કહેતા જ એક અપવિત્ર પ્રેતાત્મા પ્રગટ થયો. તેણે શાહબ્બુદિનને પકડ્યો. અને તેનુ બધુ જ લોહી પી ગયો. અને પછી શાહબ્બુદિન કાયમ માટે ઘરજમાઈ બની ગયો. હું માંડ માંડ ત્યાંથી જીવતો નીકળી કાર લઈને ઘરે પહોંચી આપને આ પત્ર લખુ છુ.
રીડ ગુજરાતીની નૉવેલ રૂહ સાથે ઈશ્ક- જેમા એક જીવિત વ્યક્તિ અને એક પ્રેતાત્મા વચ્ચે પ્રેમ પ્રકરણ જેવી વાત સુ શ્રી રેખા ભટ્ટીની સ રસ શૈલીમા માણી.ખૂબ જાણીતી વાત -નચિકેતા યમરાજાને પ્રશ્ન પૂછે છે – ‘યે યપ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તીત્યેકે નત્યમસ્તીતિ ચાન્યે! ત્યારે યમરાજા કહે છે કે -‘ પ્રેતલોકમાં ગયેલ આત્માઓ એમના સ્વજનોને સહાય કરે છે . ફ્રાંસના સમ્રાટ હેનરી-ચતુર્થને છાયા-આકૃતિએ જવાબ આપ્યો – ‘હું તમારો પૂર્વજ છું. જાતને બચાવી લેવાની વાત કરી હતી !લોર્ડ ડફરિન ને પણ પ્રેતાત્મા એ પ્રાણ બચાવ્યા હતા ભલે આજના કહેવાતા રેશનાલીસ્ટ ને ભૂત-પ્રેત અને જાદુ-ટોણાં જેવી વાતો અંધવિશ્વાસ લાગતી હોય, પરંતુ ક્યાંકને ક્યાંક આજે પણ પરાલૌકિક શક્તિઓ સાથે જોડાયેલી ઘટનાનો અમને અનુભવ છે.
રીડ ગુજરાતીની નૉવેલ રૂહ સાથે ઈશ્ક- જેમા એક જીવિત વ્યક્તિ અને એક પ્રેતાત્મા વચ્ચે પ્રેમ પ્રકરણ જેવી વાત સુ શ્રી રેખા ભટ્ટીની સ રસ શૈલીમા માણી.ખૂબ જાણીતી વાત -નચિકેતા યમરાજાને પ્રશ્ન પૂછે છે – ‘યે યપ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તીત્યેકે નત્યમસ્તીતિ ચાન્યે! ત્યારે યમરાજા કહે છે કે -‘ પ્રેતલોકમાં ગયેલ આત્માઓ એમના સ્વજનોને સહાય કરે છે . ફ્રાંસના સમ્રાટ હેનરી-ચતુર્થને છાયા-આકૃતિએ જવાબ આપ્યો – ‘હું તમારો પૂર્વજ છું. જાતને બચાવી લેવાની વાત કરી હતી !લોર્ડ ડફરિન ને પણ પ્રેતાત્મા એ પ્રાણ બચાવ્યા હતા ભલે આજના કહેવાતા રેશનાલીસ્ટ ને ભૂત-પ્રેત અને જાદુ-ટોણાં જેવી વાતો અંધવિશ્વાસ લાગતી હોય, પરંતુ ક્યાંકને ક્યાંક આજે પણ પરાલૌકિક શક્તિઓ સાથે જોડાયેલી ઘટનાનો અમને અનુભવ છે.
LikeLiked by 1 person
સરસ નવિન વાર્તા. સરયૂ
LikeLiked by 1 person
છેલ્લો ફકરો વાંચતાં તો રામસે બ્ર્ધર્સ યાદ આવી ગયાં….!!!!! રૂંવાડા ઉભા કરી દીધા..
સરસ વાર્તા….
LikeLike