“કરામત છે“ (ધુફારી)


(ધુફારી ઉપનામથી લખતા કચ્છી કવિ પ્રભુલાલ ટાટારિયા મારા મિત્ર છે – સંપાદક)

હતાં અંકુર જ્યાં આવ્યા,કરામત છે એ કુદરતની;

ના ખિલ્યા એ ને કરમાયા,કરામત છે એ કુદરતની.

ભુલી જાવા ચાહ્યા ગમને, ડૂબીને મય સમંદરમાં;

વધુ ગમગીન થઇ બેઠા, કરામત છે એ કુદરતની.

વધી અનહદ વ્યથા જ્યારે, નયન ઉભરાઇ ચાલ્યાને;

અહમના બંધથી રોક્યા, કરામત છે એ કુદરતની.

તમારી ચાહ ના પામ્યા,  પામ્યા ના કદી તમને;

તમારી યાદમાં જીવ્યા, કરામત છે એ કુદરતની.

અપેક્ષાઓ કરી જેણે, ઉપેક્ષાઓ સદા પામ્યા;

વગર માંગે ઘણા પામ્યા, કરામત છે એ કુદરતની.

સશક્તોને જતાં જોયા, અકાળે જગતથી જાતા;

ઉંમર વેંઢારતા રોગી, કરામત છે એ કુદરતની.

નથી કહેવું “ધુફારી“ને, નથી અફસોસ કરવાનો;

મજેથી જિંદગી માણી, કરામત છે એ કુદરતની

1 thought on ““કરામત છે“ (ધુફારી)

 1. આપણું માનવ શરીર પણ કુદરતની અદભુત કરામત છે.
  પ્રત્યેઙ શરીર એક સ્વનિયંત્રિત, સ્વનિર્ભર કારખાનુ છે, જે અટક્યા વગર વર્ષો સુઘી ચાલ્યા જ કરે.તે સત્યને
  સામાન્ય બહાનું ‘કરામત છે એ કુદરતની’ દ્વારા પોતાને નિર્દોષ માનતો માનવ જ જવાબદાર છે તે -‘ના ખિલ્યા એ ને કરમાયા,કરામત છે એ કુદરતની… દ્વારા કવિ પ્રભુલાલ કટાક્ષમા .જણાવે છે .
  કારખાનાંઓના પ્રદૂષિત કે ઝેરી વાયુઓ પૃથ્વીના જીવનને ઘાતક છે. આમ પૃથ્વી પરનો પ્રદૂષિત કચરો પૃથ્વી ભરના જીવન માટે ઘાતક છે. ઘરમાંથી નીકળતો કાચ, પ્લાસ્ટિક, ધાતુઓનાં ખોખાં વગેરેનો પણ સૂયોગ્ય નિકાલ ન થાય તો પૃથ્વી પરનું જીવન મુસીબતમાં આવી શકે છે. પણ આપણા થોડા સ્વાર્થ ખાતર આપણે પૃથ્વીને નરક બનાવતાં જઈએ છીએ અને કહીએ
  સશક્તોને જતાં જોયા, અકાળે જગતથી જાતા;
  ઉંમર વેંઢારતા રોગી, કરામત છે એ કુદરતની.
  – આ પ્રત્યે આપણે સજાગ થવાની જરૂર છે,
  સ રસ સુંદર રચના

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s