એવું કાંઈ નહીં (ભગવતીકુમાર શર્મા)


હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,  એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો, તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ, એવું કાંઈ નહીં !

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,એવું કાંઈ નહીં !

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ . એવું કાંઈ નહીં !

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

3 thoughts on “એવું કાંઈ નહીં (ભગવતીકુમાર શર્મા)

 1. Wah.. Beautiful!કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
  કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
  કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ . એવું કાંઈ નહીં !

  Liked by 1 person

 2. સુંદર રચના….
  અમારા મા ભગવતીકાકાને સાંભળવા એક લહાવો હતો.તેઓની વાતોમા કેટલીક યાદ
  પહેલો વરસાદ સાથે કેટલી સુમધુર યાદો જોડાયેલેી હોય છે…અને એ જ વરસાદ પ્રિયપાત્રનેી હાજરી વગર દઝાડે છે.જીવનની જેમ દરેક સંબંધને પણ એનો અંત હોય છે. એમાં સમયના પ્રસ્તારનું મહત્ત્વ નથી, જે મહત્ત્વ છે તે એ સંબંધ દરમિયાન સર્જાયેલી સમજણના ઊંડાણનું છે.વિખૂટાં પડતી વખતે પીડા થાય , પણ એ પીડામાં કડવાશનો સ્વાદ ન ઉમેરાય એની તકેદારીબંનેએ રાખવાની હોય.તેઓશ્રીના પત્નીના અવસાન બાદ ઔભવાયલી વાત-પ્રિયજન જો ખરેખર પ્રિય હોય તો છૂટાં પડતી વખતે બંને વ્યક્તિ પોતપોતાની રીતે વધુ સમૃદ્ધ બને, બધુ ઉમદા મન ધરાવતી થાય.
  મુખડાથી જ ભગવતીકાકાએ બરોબરની પક્કડ જમાવી તે છેક સુધી…..ભાવ,અભિવ્યક્તિ અને શબ્દોનું સચોટ અને લાગણીથી નિતરતી રચના

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s