(આંગણાંના પ્રેમી અને શુભેચ્છક મારા મિત્ર ડો. પ્રતાપભાઈ પંડ્યાનો ૮૧ વર્ષની વયે પણ ગુજરાતી ભાષાની સેવા કરવાનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. છેલ્લા કેટલાયે વરસોથી, દરવર્ષે લાખો રૂપિયાના પુસ્તકો વિના મુલ્યે ગુજરાતીઓને વિતરણ કરવા પુસ્તક પરબ ચલાવતા પ્રતાપભાઈની તાજેતરની વડોદરા અને એની આસપાસના વિસ્તારમાં થઈ રહેલી પ્રવૃતિઓના સમાચાર વાંચી, આંગણાંના વાચકો વચ્ચે વાંટવાની ઇચ્છા થાય છે, જેથી અન્ય લોકોને આવા સત્કાર્યો કરવાની પ્રેરણા મળે.)
અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર આયોજીત, સંસ્થાની સ્થાપનાના એક વર્ષ બાદ યોજાયેલા, પ્રથમ વાર્ષિકોત્સવની ઉજવણીમાં સહુની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપાધ્યક્ષ અને અમરેલીનું ગૌરવ એવા અમારા ગુરૂવર્ય ડો. વસંતભાઈ પરીખના અધ્યક્ષ સ્થાને યોજાયલા આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે અમરેલીનું ગૌરવ એવા જાણીતા કવિ શ્રી સંજુ વાળાની વિશેષ ઉપસ્થિતિ રહી.
પુસ્તક પરબ સંસ્થાના પ્રમુખ અને અમરેલી જીલ્લાના સાહિત્ય સર્જક પરિવારના સ્થાપક પ્રમુખ ડો. પ્રતાપભાઈ પંડ્યાના સહયોગ અને તેમની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયલા આ કાર્યક્રમમાં “ગુલમોર”, અમરેલી જીલ્લા સાહિત્ય સર્જક પરિવારના મુખપત્રનું વિમોચન મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું. તેમ જ અમરેલીના અમારા મુક કર્મયોગી મિત્ર કવિ શ્રી ઉમેશભાઈ જોષી દ્વારા સંપાદિત “ગમતા ગીત” નું વિમોચન કરવામાં આવ્યું. એ જ રીતે બે નવલકથા, બે વાર્તા સંગ્રહ (લેખક શ્રી અરવિંદરાય)નું વિમોચન કરવામાં આવ્યું.
આ તકે સંસ્થા તરફથી સંસ્થાના પ્રમુખ ડો. પ્રતાપભાઈ પંડ્યાના હસ્તે અમરેલીના ગૌરવસમા કવિઓ, જેમને ૨૦૧૮ – ૧૯ દરમિયાન વિવિધ સંસ્થાઓ તરફથી એવોર્ડ મળ્યા છે, તેઓના પારિતોષિક પોંખણા શાલ ઓઢાડીને કરવામાં આવ્યા. જેમાં સર્વશ્રી :
કવિ શ્રી હર્ષદ ચંદારાણા (દર્શક સાહિત્ય સન્માન – ૨૦૧૯)
કવિ શ્રી ઉમેશ જોષી (કવિ રણજીત પટેલ એવોર્ડ)
ડો. કાલિન્દી પરીખ (સાહિત્ય અકાદમી પારિતોષિક)
કવયિત્રી પારૂલ ખખ્ખર (કાવ્યમુદ્રા એવોર્ડ)
કવિ શ્રી પ્રણવ પંડ્યા (કલાપી એવોર્ડ)
કવયિત્રી દિવ્યા સોજીત્રા (ચિત્રકૂટ એવોર્ડ)
આમ સંસ્થા દ્વારા અનેકવિધ કાર્યક્રમોની સાથે સંસ્થાના પ્રમુખ ડો. પ્રતાપભાઈ પંડ્યા દ્વારા આયોજીત ભોજન સમારંભમાં મહાનુભવોની સાથે ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.
પુસ્તક પરબ ચલાવતા પ્રતાપભાઈને ધન્યવાદ
LikeLike
માતૃભાષાના ઉપાસકો એ ગુર્જરીનું ગૌરવ છે… ખૂબ ખૂબ અભિનંદન
Sent from my iPhone
>
LikeLike