જ્યાં લગની છે ! (મકરંદ દવે)

આ મોજ ચલી જે દરિયાની
તે મારગની મુહતાજ નથી.
એ કેમ ઊછળશે કાંઠા પર
એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની
આ કોણ સિતાર સુણાવે છે ?
આ બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં
જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે
જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં
હું ભૂલી જાઉં તને, પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે
જે પ્રીતમ, તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં
મેં એક જ નૂર સદા દીઠું.
એક પંખી ટહુકી ઊઠ્યું તો
લાગ્યું કે તું નારાજ નથી…

આ આગકટોરી ફૂલોની
પરદા ખોલી પોકાર કરે
ઓ દેખ નમાઝી ! નેન ભરી
જ્યાં લગની છે ત્યાં લાજ નથી !

(મકરંદ દવે)

 

Advertisements

1 thought on “જ્યાં લગની છે ! (મકરંદ દવે)

 1. મધુરું મધુરુંકાવ્ય
  તેમાં
  હરરોજ હજારો ગફલતમાં
  હું ભૂલી જાઉં તને, પ્રીતમ !
  ને એમ છતાં એવું શું છે
  જે પ્રીતમ, તારે કાજ નથી ?
  વાહ્
  આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
  એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.
  આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
  ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.
  ચિંતન કરતા તેનો અણસાર થશે
  જ્યાં લગની છે ત્યાં લાજ નથી.’-એક શકવર્તી વિધાન છે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s