રેખા ભટ્ટીની વાર્તાઓ –૮


દાતરડું

દુર્ગા અને હું એક નાનકડા એવા ગામમાં રહેતા હતા. હું દુર્ગા ને અવારનવાર મળતી. ત્યારે તેના વિચારો અને વાંચનથી હું પ્રભાવિત થતી. અમે બન્ને સમોવડીયા હતા. અને જીગરજાન બહેનપણીઓ પણ હતા.

એક વાર હું તેને ઘરે ગઈ, ત્યારે તે પુસ્તક વાંચતી હતી. મને જોઈને બોલી “જ્યોતિ, જ્યારે આપણે વાસ્તવિક સંસારમાંથી નીકળી’ને કોઈ એક લેખક કે લેખિકાના કાલ્પનિક જગતમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે પાત્રોના સુખદુખ આપણા બની જાય છે. કમસેકમ થોડા સમય માટે તો જરૂર. દુર્ગા ઘણા જ ઉત્સાહથી બોલી રહી હતી, અને હું તેને શાંતિથી સાંભળતી હતી; અને મનોમન દુર્ગાના વિચારોની ઊંચાઈ અને સમજને દાદ આપી રહી હતી.

તે બોલી “જ્યોતિ, આ દુનિયા માં નરાધમ પુરૂષો કુમળી કળી જેવી બાળાઓને પીંખી નાખે છે. તો પણ શા માટે સમાજ મુંગે મોઢે તેને સહન કરી લે છે? માટે જ સ્ત્રીઓ એ હવે હથિયાર ઉઠાવવાનો સમય આવી ગયો છે.

મેં કહ્યુ  “દુર્ગા તારૂ મગજ તો બહુ જ કામ કરે છે. તું તો ઘણુ બધુ વિચારી શકે છે. અને આમ પણ તને લખવા વાંચવાનો શોખ પણ છે. તો તું ચૂટણીમાં કેમ ઊભી રહેતી નથી? એ બહાને સમાજની અને ગામની સેવા પણ થશે. અને તારી વાહ વાહ પણ થશે.

દુર્ગાએ કહ્યુ “જે રાજકારણ નરાધમ પુરૂષોને માત્ર મત માટે જ છાવરતુ હોય, તેની ચૂંટણીઓ લડે શું ફાયદો?” દુર્ગા મારો હાથ પકડીને અંદરના ઓરડામાં લઈ ગઈ. ત્યાં તેની રોજનીશીના થોડા પાના મને વાંચવા આપ્યા. વરસેક પહેલાની તારીખ હતી “હું જ્યારે ખેતરે ચારો વાઢવા જઈ રહી હતી ત્યારે મારા પર બદઈરાદાથી એક યુવાને હુમલો કર્યો. પહેલા તો હું ડઘાઈ જ ગઈ. તે મને મોઢા પર ડુચો મારીને સાવ અવાવરૂ જગ્યાએ ઢસડી ગયો. હું કાંઈ સમજુ કારવુ તે પહેલા તો તેણે પોતાના કપડા કાઢી નાખ્યા. અને મારા કપડા કાઢવા માટે પણ જબરદસ્તી કરવા લાગ્યો. હવે તેનો ઈરાદો મારી સમજમાં આવી ગયો હતો. મારા હાથમાંના દાતરડાને મેં જોરથી પકડ્યુ અને તેને પળવારમાં જ નપુસંક બનાવી દીધો. પછી મારી જાત બચાવી ને હું ત્યાંથી ભાગી છુટી.

તે બોલી “જો ષુરૂષ છાનામાના આવા કાળા કામા કરતા હોય, તો સ્ત્રીઓ એ શા માટે ડરતા રહેવુ જોઈએ? આ પુરૂષે આ પહેલા કંઈ કેટલીય યુવતીઓને પોતાનો શિકાર બનાવી હતી. પણ હવે ગામમાં શાંતિ છે. શું ચૂંટણી લડીને હું આ કામ કરી શકત ?

મેં કહ્યુ “આવા કામમાં આજ પછી મને પણ તારી સાથીદાર ગણજે.” આટલું બોલી હું તેને મનોમન વંદી રહી.

                                                             —–0—–

                                                                                                                  —–રેખા ભટ્ટી

 

3 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ –૮

  1. ‘મારા હાથમાંના દાતરડાને મેં જોરથી પકડ્યુ અને તેને પળવારમાં જ નપુસંક બનાવી દીધો. પછી મારી જાત બચાવી ને હું ત્યાંથી ભાગી છુટી.’સામાન્ય લાગતી વાર્તાનો અણચિંતવ્યો વળાંક !
    દંડ , જેલ અને ફાંસીની સજાની જોગવાઇ કરનારા માટે નવીન કલ્પના !!

    Like

  2. ‘””મારા હાથમાંના દાતરડાને મેં જોરથી પકડ્યુ અને તેને પળવારમાં જ નપુસંક બનાવી દીધો. પછી મારી જાત બચાવી ને હું ત્યાંથી ભાગી છુટી.””

    ખરેખર તો આનું નામ ન્યાય… !!!! જાતમહેનત ઝીંદાબાદ.. શીલ તુટ્યા પછે પોલીસમાં ગઈ હોત તો ન્યાય મળવાની ગેરંટી ખરી..??? વરસો પહેલાંનો દીલ્હીની નિર્ભયા કેસ અને શક્તિ મિલનો ગેંગ રેપ… આરોપીઓને ફાંસીની સજા મળી, પણ અમલ કરવાને બદલે…. હજી અપીલો થયા કરે છે…

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s