હું ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે (મરીઝ) જૂન 1, 2019ગઝલ, મરીઝlilochhamtahuko હું ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે, પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ. એવી તો ભેદી રીતે મને માફ ના કરો, હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ. મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી, નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ. પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’, એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ – મરીઝ ShareEmailLike this:Like Loading...
ગુજરાતના ગાલિબની અદ્ભુત ગઝલ તેમા મક્તાના શેર પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’, એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ વાહ LikeLike
ગુજરાતના ગાલિબની અદ્ભુત ગઝલ
તેમા મક્તાના શેર
પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ
વાહ
LikeLike