ચહેરા વિનાના ચિત્રો
વૃંદાવનભાઈ એમના ચહેરા વિનાના ચિત્રો માટે જાણીતા છે. આવા ચિત્રો એમણે Black and white માં અને એક્રીલીક તથા તેલીયા રંગોમાં તૈયાર કર્યા છે. આવા મનુષ્યોના ચિત્રોમાં ક્યારેક એ પાત્રોની પ્રાદેશિક ખાસીયતો, પહેરવેશ, આભુષણો દર્શાવ્યા છે તો ક્યારેક માનવીય સંવેદનાને રજૂ કરી છે.
આજના એપીસોડમાં એમની માતા અને સંતાન શ્રેણીના Black and white અને એક્રીલીક અને તેલિયા રંગોમાં તૈયાર કરેલા ચિત્રો રજુ કરૂં છે.
નીચેના ચિત્રમાં સ્ત્રીનો ચહેરો દર્શાવવામાં આવ્યો નથી, ફક્ત રૃપરેખા બનાવવામાં આવી છે. તેઓ મનુષ્યના ચહેરાને બદલે તેમા રહેલા દ્વૈત ભાવને જુવે છે. નિર્દોષતા જાળવવા માટે ચહેરો ખાલી રાખવામાં આવ્યો છે. ચહેરાના ભાગની બીજી મહત્વની લાક્ષણિકતાએ છે કે તે નુર અથવા પ્રકાશ આપે છે.
આજે વૃંદાવનભાઈના માતા અને બાળક શ્રેણીના કેટલાક ઉતકૃષ્ટ ચિત્રો રજૂ કર્યા છે.
૨૪” બાય ૨૪” નું કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરેલું ચિત્ર માતા અને બાળક
૨૪” બાય ૨૪” નું કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરેલું ચિત્ર માતા અને બાળક
૪૮” બાય ૩૬” નું કેનવાસ ઉપર ઓઈલપેઈંટથી બનાવેલું માતા અને બાળકનું ચિત્ર
Wah!
LikeLiked by 1 person
ખૂબ સુંદર
મા વૃંદાવનભાઈ એમના ચહેરા વિનાના ચિત્રો માણ્યા
LikeLike