લગ્ન ગીતો


અચકો મચકો કાંરેલી

તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે લી

અમે નવાનગરના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી

તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે લી

અમે પોરબંદરથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે લી

તમે કેટલી તે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે લી

અમે સાતે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે લી

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી

અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી

તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે લી

અમને શામળી કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે લી

એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે લી

એ કાળી કામણગારી રાજ
અચકો મચકો કાં રે લી

અમે નવાનગરની છોરી રાજ
અચકો મચકો કાં રે લી

 

છોરી કે દાડાનું પૈણું પૈણું કરતી તી

(વરપક્ષ તરફથી)

છોરી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે !

મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે,
એને નીત નવી વાનગી ખવડાવવી પડશે,
અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે !

છોરી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી.

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી ભાગોળે આવી ભમતા’તા,
મારી શેરીઓમાં અટવાતા’તા,
તમને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો !

મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે,
એને ફરવા નીત નવી ગાડી જો’શે,
એને પે’રવા નીત નવી સાડી જો’શે,
તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો !

(વરપક્ષ તરફથી)

છોરી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે.

તારે સાસુની ચાકરી કરવી પડશે,
એનાં પડ્યાં બોલ તારે ઝીલવા પડશે,
તારે સસરાજીને માનપાન આપવા પડશે,
અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે !

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે,
એને ફરવા ફોરેન લઈ જાવી પડશે,
એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો.

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા…
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી

3 thoughts on “લગ્ન ગીતો

 1. અરે વાહ ! જુના લગ્ન ગાળા ( લગ્નગાળો એટલે જયારે લગભગ રોજ કોઈ લગ્નમાં જવાનું હોય ! આખ્ખો મહિનો દૂરના કે નજીકના લગ્નો હોય) અને આવાં ‘લગનોમાં’ ક્યાંક ફટાણાં યે ગવાતાં હોય!
  એ બધું યાદ આવી ગયું ! જો કે એનો અતિરેક -ક્યાંક ક્યાંક તો ખુલ્લેઆમ ગાળો પણ હોય!!
  જો કે હવે એવી અસભ્ય પદ્ધતિ બંધ થઇ છે . છોકરાંઓ નક્કી કરે એ જ ગીત સંગીત માટે આવેલ ગ્રુપ ગાય. ‘ ત્યારે અને આજે ‘ ઉપર એક લેખ લખાય !!! કેટલુંક સારું ને ક્યાંક કાંઈ ખૂંટતુંયે છે..

  Liked by 1 person

 2. લગ્ન પ્રસંગે જે ખુશીનો માહોલ સર્જાય છે તે પરણનારા વર-કન્યાને તો જિંદગીભર યાદ રહે જ પણ તે લગ્નની વાતો લગ્ન પ્રસંગમાં સામેલ થતાં નાના-મોટા સૌની સ્મૃતિમાં પણ વર્ષોના વર્ષો સુધી જડાઈ રહે છે. ગીત-સંગીત અને ફટાણા લગ્ન પ્રસંગને ઓર મજેદાર બનાવે છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગે ગવાતા કેટલાંક લોકપ્રિય લગ્ન ગીતો માણી આનંદ અમારા ૬૨ વર્ષ પહેલા થયેલ લગ્ન પ્રસંગ યાદ આવ્યો
  ધન્યવાદ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s