જુની રંગભૂમિના અમર ગીતો


નાટક – જવાબદારી
કવિ – રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા
આ દર્દ-એ-દિલને મળે વિસામો આ દુનિયામાં ક્યાં?
મારો પહેલો સવાલ આ, મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

તે લાખ લાખ પ્રેમીને હૈયે રસના ગીત ભર્યા,
કાં વિરહે બળતી વિજોગણોને કાતીલ ઘાવ કર્યા
તું હા કહે કે ના મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

શુદ્ધ હ્રદયનાં બે પ્રેમીઓનાં હૈયા જ્યાં મળતાં,
એ હૈયાની ઉજળી જ્યોતે દુનિયા બળતી કાં,
મારો બીજો સવાલ આ, મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

શા માટે આ હ્રદય જાગતું, શા માટે એ પ્રેમ માંગતું,
શા માટે પ્રેમીનું ધાર્યું દુનિયામાં ના થાતું.
મારો છેલ્લો સવાલ આ, મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા
*****************

ઝટ જાઓ ચંદનહાર લાવો
ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

હે નહિ ચડે ચુલે રોટલી….
ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
ઘુઘુંટ નહિ ખોલુ હું….
ઝટ જાઓ ચંદનહાર લાવો…

નાણાં ના નખરા બધા….
ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
માંગવાનુ તુ નહિ મૂકે હે મને મુકાવીશ તું અમદાવાદ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….
ઝટ જાઓ ચંદનહાર લાવો….

હે વડોદરી લાહવો લઉ ને કરું સુરતમાં લેહર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શહેર રે
ઘુંઘટ નહિ ખોલુ હું…
ઝટ જાઓ ચંદનહાર લાવો….

અરે ભાવનગર ભાગી જઇશ….
કે રખડીશ હું રાજકોટ…. કહિ દઉ છું હા…
પણ તારી સાથે નહિ રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….

ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

ચીમનલાલ જોશી

      *****************

ધનવાન જીવન માણે છે

ગીત સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદીએ ઈંસ.૧૯૪૧ માં શ્રી દેશી નાટક સમાજ ના સંપતિમાટેનામના નાટક માટે લખેલ હતું.આ નાટકે સળંગ ૩૩૫ દિવસ સુધી હાઉસફૂલ કરી એક ઇતિહાસ રચ્યો હતો જેમાં આ ગીત નો ફાળો બહુજ વધારે હતો .

ધનવાન જીવન માણે છે,

નિર્ધન એ બોજો તાણે છે,

કોઈ અનુભવીને પૂછી જો ,

કે, કોણ જીવી જાણે છે,

                 બેહાલ ગરીબનાં  બાલુડા

                પૈસે પૈસે હોય ટળવળતા

                ખાવાનું ત્યાં ખાનાર કેરી

                 ખોટ   આંસુ   સારે  છે,

                 નિર્ધન એ બોજો તાણે છે…….

 નારી ગરીબ દળણા દળતી

ધનવાળી  હિરે ઝળહળતી.

હીરા,    મોતીવાળી   રોતી–

એનો કંથ વિલાસો માણે છે,

નિર્ધન એ બોજો તાણે છે…….

               ગુણ દોષ ભલે હો ધનમદમાં

              પણ નમતા પલ્લા સંપદના ,

              સુખ, સંપદના,સુખના વલખા,

              જનસંતોષી સુખ માણે છે,

              નિર્ધન એ બોજો તાણે છે…….

1 thought on “જુની રંગભૂમિના અમર ગીતો

 1. દર્દીલા ઘૂંટાયેલા ગળેથી નીપજેલાં જુની રંગભૂમિના અમર ગીતો માણ્યા
  આજેય અવિસ્મરણીય આ ગીતનું મનમા ગુંજન થાય છે
  હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે;ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.
  તરી જાવું બહુ સહેલું છે મુશકીલ ડૂબવું જેમાં એ નિર્મળ રસ સરિતાથી ગંગાસ્નાન ઓછા છે.
  ગયા વર્ષે જૂની રંગભૂમિના નાટક અને કલાકારોને જીવંત કર્યા અને પ્રેક્ષકોને મનોરંજન સાથે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ પીરસ્યો. તેમા મા સુ શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા ની મહેનત દાદ માંગી લે છે..સાલ ૧૯૨૭ માં ભજવાયેલ “વલ્લભીપતી” નામના નાટક નું સુંદર અતિ લોકપ્રિય અને મીઠી સ્ત્રીહઠ દર્શાવતું ગીત “ઝટ જાઓ ચંદનહાર લાઓ, ઘૂંઘટ નહિ ખોલું હું” જયારે પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ખુબ નખરા સાથે ઘૂંઘટ ઓઢીને નરેન્દ્રભાઈ શાહ સાથે ભજવ્યું ંમાણો
  sharad punam ni chanda- શરદપૂનમની ચંદા- Rekha Trivedi

  tઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા આ દર્દ-એ-દિલને મળે વિસામો, આ દુનિયામ…
  No more results

  dhanwan jeevan maane chhe-ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે- Anuradha Paudwal

  ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે કોઈ અનુભવીને પૂછી જો કે કોણ.t Jao Chandanhar Laavo Ghoonghat Nahi Kholu Re [Flim: Akhand Saubhagyavati]

  ..

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s