હરીનો મારગ છે શૂરાનો (પ્રિતમદાસ)

હરીનો મારગ છે શૂરાનો

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

         – પ્રિતમદાસ

1 thought on “હરીનો મારગ છે શૂરાનો (પ્રિતમદાસ)

 1. વચન, કર્મ, મન મેરી ગતી, કરહું ભક્તિ નીષ્કામ
  તો જ કોઈ પણ ચીજનું વાસ્તવીક દર્શન થઈ શકે ,
  તેનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે.
  અજ્ઞાન, અંધશ્રદ્ધા, પુર્વગ્રહ, માન્યતા .ના પડળ આપણી દ્રશ્ટીને અવરોધે નહીં; તે માટે ખાસ તકેદારી રાખવી પડે. વિચારની સ્પશ્ટતા, આચારની શુદ્ધી, ડુબકી લગાવવાનું સામર્થ્ય…. તો જ કોઈ પણ ચીજનું વાસ્તવિક દર્શન થઈ શકે , તેનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે. બાકી તો બધું ધુંધળું, અસ્પશ્ટ જ રહે પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
  માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને. માણો
  hari no maarag chhe shura no -હરિનો મારગ છે શૂરાનો- Sanjay …
  https://www.youtube.com/watch?v=7Qm77EMGLcw – Translate this page
  Video for હરિનો મારગ છે શૂરાનો▶ 7:33
  Feb 28, 2017 – Uploaded by tia joshi
  હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને; પરથમ પહેલાં મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સ્વર: સંજય ઓઝા અને વૃંદ​ રચના : પ્રિતમદાસ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s