શૈલા મુન્શાના કાવ્યો


અમીદ્રષ્ટિ!!!

વિસ્તરતી ક્ષિતિજોને બાહોંમાં લઉં ભરી,

ને લઉં આભલાને ખોબામાં સમાવી

ધગધગતા આ લાવાને, પળમાં દઉં ઠારી!

કોઈ જાદુઈ કડી બસ જાય મળી!!

ભીની માટીની ખુશ્બૂ, પહેલા વરસાદની,

જ્યાં ખુશ્બૂ મંજરીની વાયરે વસંતની,

ને ચિતારો દોરતો છબી માસુમિયતની,

મહેકતી, જાદુઈ છડી બસ જાય મળી!!

અસ્તિત્વ મિટાવી સરિતા જ્યાં ભળતી,

સમંદરના એ મોજાની રવાનગી,

ક્ષણભંગુર સપન સા જાતા ફંગોળાઈ,

રોકવા જાદુઈ જલપરી બસ જાય મળી!!

બની બાળકીને ખોવાઉં ખ્વાબોની નગરી,

ના ખુલે નિદ્રા અમીદ્રષ્ટિ, બસ જાય મળી!!

શૈલા મુન્શા તા ૦૫/૧૯/૨૦૧૯

***********************************

જરૂર છે

અહિંસાના પુજારી દેશને,

ક્રુષ્ણ જન્મની તાતી જરુર છે.

કૌરવરુપી ભાઈઓને હણવા

સમર્થ બાણાવળી પાર્થની જરુર છે.

એક ગાલ પર તમાચો પડતા બીજો ગાલ ધરવાને બદલે,

ગાલ સુધી પહોંચતા હાથને ઉખેડી નાખવાની જરુર છે.

ક્યાં સુધી જનતાનુ ભાવિ,

બીજાને આશરે ઘડવા દેશું?(યુનોના)

શુળીનો ઘા સોયે સર્યો સમજવાને બદલે,

દેશની શાંતિ હણનારને શુળીએ ચઢાવવાની જરુર છે.

દેશભક્તિ અને વફાદારીની વાતો કરવાને બદલે,

વફાદારી દેખાડવાની જરુર છે.

અમીચચંદોના આ દેશમા

એક લોખંડી પુરુષ સરદારની જરુર છે.

શૈલા મુન્શા (૨/૧૦/૨૦૦૬)

3 thoughts on “શૈલા મુન્શાના કાવ્યો

 1. 1 પ્રકૃતિના આયામો સંગે અભિવ્યકત થતી આંતર મનની અપેક્ષાઓની “અમીદ્રુષ્ટિ”ના સુંદર છાંટણાં.એને ક્ષિતિજ કહેવાય પણ એ ક્ષિતિજની કોઇ જુદી ઓળખ રેખા પામવી મુશ્કેલ હોય તેવી અણપ્રિછી ક્ષિતિજને ઓળંગીને…
  બની બાળકીને ખોવાઉં ખ્વાબોની નગરી,
  ના ખુલે નિદ્રા અમીદ્રષ્ટિ, બસ જાય મળી!!
  2અમીચચંદોના આ દેશમા…દેશમાં જ સર્જીકલ સ્ટ્રાઇકની બ્જરુર છે !
  બન્ને રચનાઓ સ રસ સુંદર

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s