રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૧


મારા પપ્પા

”કાલે સવારે આપણે જવાનું છે. તને યાદ છે ને ભાઈ? તારી બેગ તૈયાર કરીને વહેલો સુઈ જા એટલે તું વહેલો ઉઠી શકે.” મારા મોટા ભાઈએ મને કહ્યું

મેં કહ્યું ” હા મોટા ભાઈ, હું હમણાં જ મારી બેગ તૈયાર કરીને સુઈ જ જાઉં છું.” મોટાભાઈ તો સુઈ ગયા. પણ હું વિચારે ચડી ગયો. ગઈ કાલે મારા કાકાનો ફોન હતો કે ”આજે પાંચ વર્ષ પછી પણ તારા પપ્પાને સંસ્થાના વડીલો ખુબ જ યાદ કરે છે. અને તારા પપ્પાની યાદમાં તેઓએ એક મોટો સમારંભ ગોઠવ્યો છે. 21 દીકરીઓના સમૂહ લગ્ન છે. આ બધી જ દીકરીઓના માબાપ ખુબ જ ગરીબ છે.  કંકોત્રી તો તમને મળી જ ગઈ હશે. પણ જે એક વાત ખાસ કહેવાની છે; તે એ છે કે આ સમારંભમાં તારે તારા પપ્પા વિષે બે શબ્દો કહેવાના છે. ત્યાર પછી જ શુભ લગ્નની શરૂઆત થશે લગ્ન ગીતો ગવાશે અને 21 યુગલો પ્રભુતામાં પગલાં પડી તેમના નવ દામ્પત્યના પથ પર પ્રયાણ કરશે.” મોટા ભાઈએ તો મારી સામે જોઈને કહી જ દીધું હતું કે ”હા હા, કાકા, અભિજીત જરૂરથી બોલશે. અમે બંને સમયસર પહોંચી જઈશું.” પછી મોટા ભાઈએ મને કહ્યું ”કાલે તારે લગ્ન સમારંભમાં પપ્પા વિષે બે શબ્દો બોલવાના છે.” મેં કહ્યું ”મારે? પપ્પા વિષે તો તમે બોલો તે સારું લાગે, તમે મોટા છો.” એટલે મોટાભાઈએ કહ્યું ”અભિજીત તું જેટલું સારું લખે છે; તેટલું જ સારું બોલી પણ જાણે છે. અને બોલતી વખતે, શું બોલવાનું છે તે પણ અગાઉથી વિચારી લેય છે. તેમ છતાં કઈ બોલાઈ જાય તો તું સંભાળી પણ લેય છે. માટે ચિંતા કર્યા વગર સુઈ જા. આપણે કાલે વહેલી સવારે જ પોરબંદર જવા નીકળવું પડશે.”

હું વિચારતો હતો પપ્પાના જીવન વિષે. હું સમજણો  થયો ત્યારથી પપ્પાના મૃત્યુ સુધી મેં પપ્પાને હંમેશા આનંદમાં જ જોયા હતા. કોઈ પણ પરિસ્થિતિએ પપ્પાને ઘેરી લીધા હોય તો તેમાં પણ પપ્પા હસતા ચહેરે જ આપણને દેખાય. પપ્પાને કુદરત સાથે અનુબંધ ટકાવવાની શક્તિ જ કાયમ આનંદમાં રાખી શકતી હતી. તેઓ કહેતા કે ”આપણે જેવા કર્મ કરીએ તેવું જ ફળ મળે છે. આપણા કર્મ સારા હોય તો આપણું જીવન સુખી હોય અને આપણા કર્મ સારા ન હોય તો આપણે દુઃખી થઇ જઈએ છીએ. મારા પપ્પા કરતા મારા મમ્મીનો સ્વભાવ તદ્દન વિરુધ્ધ. જમીન આસમાનનો તફાવત. પપ્પા કોઈ પણ સારું કામ કેમ ન કરે મમ્મી હંમેશા પપ્પા સાથે ઝઘડો જ કરતી હતી. પપ્પાનું કોઈ સંસ્થા દ્વારા સન્માન થાય, અને મોમેન્ટો અને શાલ લઈને પપ્પા જયારે ઘરે આવે ત્યારે તો એવું લાગે કે પપ્પાના સંસ્થા માં જેટલા વખાણ થયા હોય તે કરતા તો ક્યાંય વધારે મમ્મી તેમના માટે ખરાબ બોલે.

છતાં પપ્પા હસતા ચહેરે મમ્મીના હાથમાં મોમેન્ટો આપતા  અને શાલ પણ તેને ઓઢાડતા કહેતા ” અરે મારી જીવન સંગીની, સંસ્થાવાળા લોકોએ મારુ નહિ પણ તારું સન્માન કર્યું છે. જો તું મારા જીવનમાં ન આવી હોત તો મારુ ક્યારેય પણ કોઈ સન્માન ન કરત. છતાં મમ્મીનો ઝઘડો પપ્પા સાથે સાંજ સુધી ચાલ્યા જ કરતો. ક્યારેક ક્યારેક તો અમારા રૂમમાં રાત્રે એક બે વાગે પણ મમ્મી પપ્પાના બેડ રૂમમાંથી મમ્મીનો ઝઘડો સંભળાતો. હું મોટાભાઈ સામે જોઉં તો મોટાભાઈ સુતા સુતા બધું જ સાંભળતા હોય. અને જયારે હું કહું કે ”મોટાભાઈ કાલે સવારે તો મમ્મીને કહેવું જ પડશે કે શું મમ્મી તું પણ આમ આખો વખત પપ્પા સાથે ઝઘડ્યા કરે છે? અને તે પણ પપ્પાના કોઈ પણ વાંક વગર.” એટલે મોટાભાઈ પણ પપ્પાના જવાબ જેવો જ જવાબ આપતા ”મમ્મીને કઈ પણ કહેવા જઈશું તો તેનું પરિણામ ક્યારેય સારું નહિ આવે. કારણકે અત્યારે પપ્પા જે સાંભળે છે તેના કરતા પણ પપ્પાને વધારે સાંભળવું પડશે.” અને હું ચૂપ થઇ જતો.

મને આખી રાત વિચારો આવ્યા કે આપણે દરરોજ એવા સમાચારો વાંચીયે અને સાંભળીયે છીએ કે પુરુષોના ત્રાસને લીધે સ્ત્રીઓએ આત્મહત્યા કરી લીધી અથવા પારાવાર દુઃખ સહન કર્યું, પણ મમ્મીને જોયા પછી એના સ્વભાવને જાણ્યા પછી એવું જ લાગે કે ફક્ત સ્ત્રીઓ જ પુરુષોના ત્રાસથી આત્મ હત્યા નથી કરતી પણ અમુક તો સ્ત્રીઓ જ એવી હોય છે કે તેના પતિને ક્યારેય સમજતી નથી. પુરુષ પણ સહન થાય ત્યાં સુધુ સહન કરે છે. પુરુષ તો પોતાનું દુઃખ કોઈની પાસે કહીને પણ હળવો થઇ શકતો નથી.

આખરે મારા પપ્પા કેટલુંક સહન કરે? હંમેશા હસતા ચહેરે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરનાર  મારા પપ્પા પણ આખરે તો હારી જ ગયા. અને કોઈની પણ કલ્પનામાં ન આવે એવું દર્દ ભર્યું પગલું ભરી લીધું. આજે પણ એ ગોઝારી રાત નજર સામે તરવરે છે. પપ્પાને જોતા એવું લાગતું કે કેટલાક પુરુષોના જીવનમાં અકાળે પાનખર બેસી જતી હોય છે. પણ મારા પપ્પનાં જીવનમાં મારી મમ્મીએ જ પાનખર બેસાડી દીધી હતી. પપ્પા મનને હંમેશા મજબૂત રાખતા. પણ મમ્મી તો હંમેશા એમ જ વિચારતી હોય તેમ લાગતું કે આ મારા (સોરી, મારા ન કહી શકાય કારણકે મમ્મીને જો મારા પતિ મારા છે તેમ લાગતું હોય તો પપ્પા સાથે આમ વારંવાર ઝઘડો ન કરે) પતિ હવે પાનખરમાં પીળું પાન ખરી પડે તેમ ખરી પડે તો સારું. કોણ જાણે મમ્મી તેમના જીવનસાથી વિષે આવું કેમ વિચારી શકતી હતી? પણ પપ્પા કોઈને કઈ કહેતા નહિ. પણ હૃદયમાં પીડા તો અવશ્ય થતી. મમ્મીનો ઝઘડો જેમ જેમ પપ્પા સાથે વધતો ગયો તેમ તેમ પપ્પાનું આયુષ્ય ઓછું થતું ગયું. અને એક દિવસ પાનખર ઋતુ આવતા પીળું પણ ખરી પડે તેમ પપ્પાએ પોતે જ જાણે કે ખરી જવાનું પસંદ કરી લીધું. એજ પીડાના બોજ તળે તેમનું હૃદય એક દિવસ બંધ થઇ ગયું.

જોકે આ વાતનું મમ્મીના ચહેરા પર કોઈ દુઃખ જણાતું નહિ. પણ સમય જતા મમ્મી ઘરમાં સાવ એકલી પડી ગઈ, હું અને મોટાભાઈ ધંધાના કામ માટે હંમેશા બહારગામ ફરતા રહેતા. અને મમ્મી પરણી ને જે ઘરમાં સાસરે આવી હતી તે જ ઘરમાં ગાંડાની જેમ ભટકવા લાગી. અમે કોઈ દિવસ ઘરે હોઈએ તો પણ મમ્મી ગાંડાની જેમ બડબડ કર્યા કરતી. ઘણી દવા કરાવવા છતાં મમ્મીને સારું ન થયું. તેને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવી પડી. મમ્મીએ પાગલપનમાં બે થી અઢી મહિના સુધી હોસ્પિટલમાં ધમાચકરડી મચાવી. એક દિવસ બાલ્કનીમાંથી નીચે પડતા તેના માથામાં હેમરેજ થઇ ગયું. અને મમ્મી અમને કાયમ માટે છોડીને પ્રભુના ધામમાં ચાલી ગઈ. અમે ગયાજી જઈને તેમનું શ્રાધ્ધ પણ વિધિપૂર્વક કર્યું.

આ વાતને પણ આજે બે વર્ષ થઇ ગયા છે પણ અમને ક્યારેય યાદ નથી કે મમ્મીના ગયા પછી કોઈએ પણ મમ્મીને યાદ કર્યા  હોય. પણ પપ્પાને ગયે તો પાંચ વર્ષ થઇ ગયા તો પણ હજી સંસ્થાના વડીલો તેમને પ્રેમપૂર્વક યાદ કરે છે. કહેવાનું મન થઇ જાય છે કે માય પપ્પા વૉઝ સો ગ્રેટ. વિચારતા વિચારતા જ હું ઊંઘી ગયો. વહેલી સવારે મોટાભાઈએ મને જગાડ્યો અને અમે બંને ભાઈઓ પોરબંદર જવા માટે નીકળી ગયા

                                                              —–0—–

                                                                                                                                                —–રેખા ભટ્ટી

3 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૧

  1. હેપી ફાધર્સ ડે…ફાધર્સને અને ફાધર્સ એટ હાર્ટને…

    અણકલ્પ્યા અંત વાળી વાત એક કલ્પના લાગે પરંતુ અમારી સમાજીક સેવાના પ્રસંગોમા મા મૅજીસ્ટ્રેટ સાહેબ અમારા ગ્રુપને આવા પ્રશ્ન મા સમાધાન કરાવવા સોંપે .અમે આવા કેસ અંગે માનસિક રોગના નિષ્ણાતની સલાહ લેતા અને કેટલાક કેસમા સુખદ સમાધાન શક્ય બનતું. અમે એટલુ જાણ્યું કે સંસ્કારી પતિને આવું સહન કરવાનું સ્વાભાવિક ગણાતું અને સંયુક્ત કુટુંબોમા આવું નભતું .પત્નીને ખ્યાલ પણ ન હોય કે તેની માનસિક સ્થિતી સારી નથી.ત્યારે સામાન્ય જન છુટાછેડાનો આશ્રય લેતા.
    સાંપ્રતસમયે છુટાછેડા ખર્ચાળ હોવાથી આજ કાલ લીવ ઇન ખુબજ વધારે પ્રમાણ માં થઇ રહ્યું છે. અને હવે તો સરકારે પણ એને મંજુરી આપી દીધી છે. તેથી તે લીગલી માનવામાં આવે છે. એવામાં ઘણા લોકો લીવ ઇન માં રહેવાની ટ્રાય પણ કરી રહ્યા છે. અને તેનો અંત…
    .
    તમે જાણો!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s