પિતૃદિન….(રમેશ પટેલ -આકાશદીપ)


 સૌથી મોટું ઋણ જીવનમાં માવતરનું છે. પિતૃદિને આજે આદર ભાવ પ્રગટ કરવા હૈયું થનગને જ. બાળપણ ને કુટુંબને સંવારવા , સુખની છાયા દેવા, આજીવન તપ કરતી મુર્તિ એટલે જ તાત.

પિતાને આદર    સહિત…. આવો અર્પીએ…હેતે ફૂલછાબ.

કે હેતે અર્પું હું ફૂલછાબ

ખળખળ વહેતાં ઝરણાં અમે,

તમે પિતાજી પહાડ

જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે,

દઈ સાવજસી દહાડ…કે હેતે અર્પું હું ફૂલછાબ

પવન તમે ને માત ફૂલડું,

મળી આંગણે વસંત

રૂક્ષ દીસતા ચહેરા ભલે,

હસી ખુશીના સંગ

હૈયે જડીયા મોટા ખ્વાબ,

કે  હેતે અર્પું  હું ફૂલછાબ

તિમિર વેદના વેઠી ઉરે,

ધરી   સુખની   છાંય

થઈ ગયા મોટા અમે કેમના,

ન જાણ્યું કદી જદુરાય

દેવ પ્રગટ તમે છો તાત!

કે હેતે અર્પું હું ફૂલછાબ

ઘરઘર ઉજળા; તમથી મોભી,

ગદગદ લાગું જ પાય

ચક્ષુ અમારા ચરણો ધૂએ,

સમરું સ્નેહ તણા એ દાન

ગાજે મન અંબરે રૂઆબ!

કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..

…………….

ઓ પિતા શ્રીફળસા….

(હાઈકુ)

હૈયા સરસા,

પિતા ઓ શ્રીફળસા

જીવન ભાષા

પિતાનું ન્યારું

છત્ર છે જ  રૂપાળું

શીરે ભાળું

ઉર ઝરણાં

પહાડી જ પ્રતિભા

ધન્ય  જગ આ!

પિતા તમારા

ઉર ભાવ મધુરા

દે અજવાળાં

…………..

2 thoughts on “પિતૃદિન….(રમેશ પટેલ -આકાશદીપ)

 1. પિતા તમારા
  ઉર ભાવ મધુરા
  દે અજવાળાં
  પપ્પાની આ વાત મઢાઇ ગઇ
  ચિત્તની પ્રસન્નતા આવે ત્યારે બધા દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે.પોતાના સત્કર્મ થકી જે ધન મળે તેનાથી રાજી રહેવાનો ગુણ કેળવવો પડે.ઈશ્વરેચ્છાથી જે કંઈ બને એનો સ્વીકાર કરતાં પણ શીખવું પડે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s