વૃંદાવન સોલંકીના મોટાભાગના ચિત્રોમાં કોઈ જાણીતી શૈલી, કે કોઈ કલાકારની શૈલીનું અનુકરણ જોવા મળતું નથી. એમની પોતાની એક આગવી શૈલી છે. એમના કેટલાક ચિત્રોમાં રાજસ્થાનના સ્ત્રી–પુરૂષોને સરળ અને છતાં ભાવવાહી મુદ્રામાં અંકિત કરવામાં આવ્યા છે. ચિત્રોમાં સ્થાનિક પહેરવેશને એમના ચહેરા કરતાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એમના ચિત્રોમાં પ્રકાશ અને છાયાને યોગ્ય રીતે કેનવાસ ઉપર રજૂ કરવામાં આવ્યા છે, જે કળા ફોટોગ્રાફીમાં સહેલાઈથી વાપરી શકાય પણ ચિત્રકળામાં મુશ્કેલ છે.
ગ્રામ જીવન -૧
ગ્રામ જીવન -૨
ગ્રામ જીવન -૩
ગ્રામ જીવન – ૪
ગ્રામ જીવન – ૫
આ બધા ચિત્રો કેનવાસ ઉપર ઓઈલપેઈંટથી તૈયાર કરેલા છે, અને ચિત્રકળા પ્રેમીઓમાં ખુ જ જાણીતા છે.