હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૨


દોડવું આગળ ને આગળ એક પળ અટકયા વિના

જાત ઝરણાંની અને જાગી છે સાગરની તરસ…

 

 

 

 

 

 

 

 

 પરેશ તલાટી

“અત્યારે સમય કેવો પલટાઈ રહયો છે ? માણસો નાનું અમથું કોઈનું કામ કર્યું હોય તો પણ ગાઈ વગાડે . થોડું મોટું કર્યું હોય તો ઢોલનગારાં પીટે , કોઈ સંસ્થામાં જોડાઈ કાર્ય કર્યું હોય તો પદ અને પ્રતિષ્ઠામાં રમખાણ થઈ જાય. આંકડાઓની માયાજાળ ઊભી કરી દે. આ બધામાં મને એવું લાગે છે કે કયારેક કોઈનું સારું થઈ શકવાના નિમિત્તમાત્ર બની શકાયું હોય તો આંકડાનું, પદનું કે પ્રતિષ્ઠાનું કોઈ મહત્વ જ નથી.” હું આ વાત મારા અંગત મિત્ર પરેશ તલાટીને એકાંતની પળે કહી અમારાં સ્મરણો વાગોળતો હતો. લાયન્સ કલબમાં અમે સાથે કામ કર્યું, મિત્રતા થઈ, એમાં ઊંડાણ અનુભવ્યું અને એ સંબંધો પરિવાર સુધી પહોંચ્યા.

પરેશ બોલી ઊઠ્યો ? “ભરતભાઈ તમારી વાત સાવ સાચી છે મારા જીવનમાં મને એક સિદ્ધમંત્ર મળ્યો છે. આ મંત્ર અદ્દભુત છે અને તત્કાલ ફળ આપનાર છે.” મને આશ્ચર્ય થયું કે પરેશને એવા કયા ગુરુ સાંપડી ગયા કે જેણે આવો મંત્ર આપ્યો હોય ? મે કહ્યું :

“તને વાંધો ના હોય તો એ મંત્ર મને પણ આપને દોસ્ત”

એણે કહ્યું “મારો મંત્ર અનુભવથી સિદ્ધ થયેલ સાવ સાદો છે. જયારે પણ તક મળે ત્યારે તમારા અનુભવ અને આવડતથી બીજાને ઉપયોગી થવું. કામ કર્યા પછી એ ભૂલી જવું.” હું આ મંત્રને સમજવાની કોશિશ કરતો હતો એટલે અમારી વચ્ચે નિઃશબ્દ સંવાદ સર્જાયો. હું સમજયો એટલે બોલી ઊઠ્યો ! “વાહ પરેશ, તારી ભાવનાને વંદન, મને એટલું જણાવ કે તને આ મંત્ર કયાંથી અને કયારે મળ્યો ? પરેશનો ઉત્તર હતો : “મેં ઓગણીસો સત્યાસીમાં મારું અંગત સિવિલ કન્સ્ટ્રકશનનું કામ શરૂ કર્યું. બધાને હોય તેવા તકલીફના દિવસો હતા શરૂઆતમાં પરંતુ મને બ્રેક થ્રુ મળ્યો સન ઓગણીસો બાણુંમાં જયારે મેં એક મોટી સ્કીમ ‘‘સુરધારા” ત્રીસ હજાર ૩૦,૦૦૦ સ્કેરવાર જમીનમાં મૂકી, મૂડી ઓછી પણ હિંમત ઘણી, ગણેશ હાઉસિંગના માલિક સ્વ. શ્રી ગોવિંદભાઈ પટેલે આ જગ્યા ડેવલપ કરવા અમારી કું, ને મૂડીરોકાણ વગર વ્યાજે આપી. અમારા જેવા નવા વ્યાવસાયિકોને પગભર થવા ટેકો કરનાર સ્વ. શ્રી ગોવિંદભાઈએ વગર કહે મને આ મંત્ર આપી દીધો. અને જમીનનું પેમેન્ટ પણ જેમ જેમ બાંધકામ વેચાય તેમ તેમ આપવાનું, તેવી સવલત આપી, મેં, સત્તર વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન માં એન્જિનિયર તરીકે કામ કર્યું. કાયદાઓ સમજયો, સંબંધોની ખાણ ઊભી કરી અને આજે અનુભવ અને સંબંધોનો લાભ લઈ જ્યાં જ્યાં ઇશ્વરે આપેલ શક્તિ, આવડત કે સંબંધની જરૂર પડે ત્યાં એનો ઉપયોગ કરી અનેકને ઉપયોગી થવા બને એટલું કરી છૂંટું છું. હું સંવેદનશીલ છું એટલે કાઈનું કામ હાથ ઉપર લઉં તો અંદર ખૂપી જઉં છું અને મારું સમજીને પરિણામ લાવવા મચી પડું છું.” આ વાત કરતાં કરતાં એ અતીતની યાદમાં ખોવાઈ ગયો. હું સમજી શકયો કે એના દ્વારા થયેલાં એનાં મૂક કાર્યોના લાભાર્થીઓ એની આંખ સામેથી પસાર થઈ રહ્યા હશે. હું જોઈ શકયો કે એ ભૂતકાળમાં મળેલી સફળતાઓને યાદ કરી એના અણુએ અણુમાં આનંદ અનુભવી રહ્યો છે.

એના મનોમંદિરમાં દૅઢિભૂત થયેલો આ મંત્ર અને પોલિયો ફાઉન્ડેશનની સેવામાં ખેંચી લાવ્યો. અમે બે હજાર પાંચમાં જગ્યા ખરીદવા મહેનત કરી રહ્યાં હતા. પૈસા હતા નહીં અને જે હતા તેનાથી જગ્યા મળે એમ ન હતું. પરેશ ખૂબ મહેનત કરી ઔડા દ્વારા થતા ઓકેશનમાં પણ જઈ આવ્યો. ઓકશન વખત શ્રી એન. કે પટેલની મદદથી બધા બિલ્ડરને સમજાવ્યા પણ એક બિલ્ડર ના માન્યો અને એની બોલી, અમારી મર્યાદા બહારની થઈ ગઈ. સફળતા થોડી દૂર રહી ગઈ. ઔડાના અધિકારીઓની સલાહથી અમે અરજી કરી પણ ઘણો સમય નીકળી ગયો. પરેશ અને મારા સ્નેહી અને સહયોગી પી. કે, સાહેબ (IAS) ને અમે વાત કરી કે સરકાર પાસેથી આપણા હેતુ માટે જમીન ફાળવવા કોશિશ કરીએ. અમારા બધાનું માનવું હતું કે કયાં જગ્યા, કયાં તો મકાન, બેમાંથી એકમાં જ પૈસા ખર્ચવા, ઘોર સાહેબ અમારા માટે સદાય તૈયાર અને બે જ દિવસમાં અરબન ડેવલોપમેન્ટ, વિભાગના તત્કાલીન અધિકારી એસ. આર રાવસાહેબનો સમય લીધો. અમે ગયા અને એસ આર રાવસાહેબ (IAS) જેવા ઉચ્ચ અધિકારીએ એમના ચરણ સ્પર્શ કર્યા અમને આશ્ચર્ય થયું. કંઈ કહ્યા વિના, પૂજ્યા વિના એમણે કહ્યું “ઘોષસાહેબ તમારી સાથે આવ્યા છે એટલે તમારા કેડેન્શિયલ વિશે મારે કંઈ પૂછવું જ નથી. જો તમે કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ના જોડાયેલા હોવ તો બેફિકર થઈ જાવ. તમારું કામ થઈ જશે.”

ત્રણેક મહિના પછી અમને જે જમીન ફાળવવાની હતી તે માટેની દરખાસ્ત ઔડાની મિટિંગમાં આવી. પરેશની ઊંડા ઊતરવાની ટેવ એટલે એણે જોયું કે દરખાસ્તમાં જગ્યાનો નંબર ખોટો નંખાયો છે. તે જમીન અમારી માંગણી મુજબ ન હતી. તેણે દરખાસ્તમાં સુધારો કરાવ્યો અને ઔડાના બોર્ડમાં નંબરના સુધારા સાથે બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે સંસ્થાને જગ્યા આપવાનું નક્કી થયું. આમ સંસ્થાને પાંચ હજાર પાંચસો ચો. વાર જગ્યા વિનામૂલ્ય ઔડા સાથે જૉઇન્ટ ડેવલપમેન્ટ માટે મળી. જગ્યા મળી સહુના સહયોગે, પરંતુ વધુ જશ ઘોષસાહેબ અને પરેશના ફાળે જાય !

અમે ભૂતકાળને વાગોળતા હતા ત્યાં ઓચિંતા જ પરેશે કહ્યું ! “ભરતભાઈ, હું તમને છેક ૧૯૮૦ – ૮૧ થી જોતો આવ્યો છું કે લાયન્સ કલબથી લઈ પોલિયો ફાઉન્ડેશન, બધી જ સંસ્થામાં તમે બધાને સાથે રાખીને ચાલો છો. તમારી કાર્ય પદ્ધતિમાં જશે સહુને વહેંચવાની આવડત અને કુનેહ છે. હું પણ એ શીખી જયાં જયાં હું કાર્ય કરું છું, ત્યાં ત્યાં અમલમાં મૂકવાની કોશિશ કરું છું. તમારી પાસેથી આ હું શીખ્યો છું.

પરસ્પર વખાણમાં ઊતરીએ એ પહેલાં મેં વાતની દિશા બદલી નાખી. મેં પૂછી નાંખ્યું કે અલ્યા કહે તો ખરો કે લાયન્સમાં તો સાથે હતા પણ તું અહીં મારી સાથે કેમનો જોડાઈ ગયો ?

‘આમ તો હું તમારી સાથે રાયપુર હૉસ્પિટલમાં આવતો હતો. હું કાર્યવાહી જોતો અને માણતો હતો પણ જયારે જમીન મેળવવાની મથામણ શરૂ થઈ ત્યારથી મારા મનમાં એક ભાવ સતત હતો કે મારે આમાં મહેનત કરવી જ પડે કારણ કે આ મારો વિષય છે.

ઔડા સાથે જમીનનું નક્કી થયા પછી એક દિવસ ઓચિંતા જ તમે મને એક મોટી તક આપી દીધી. સાચું કહું તો મને એક પડકાર આપી દીધો. ઈશ્વરેછાએ મેં એ પડકાર ઉપાડી લીધો અને તમે મુકેલા વિશ્વાસમાં ખરા ઊતરવાનું નક્કી કરી દીધું. મારા ભાગીદાર બંકીમ પંડ્યા કે જે અર્કિટેકટ છે, એમને ડિઝાઇન બનાવવાનું કહયું. તેઓએ ખૂબ મહેનતે સેવા સંસ્થાનું પ્લાનિંગ કર્યું અને બાંધકામ પૂરું થાય ત્યાં સુધી સાથે રહી વિના મૂલ્યે સેવા આપી.

આપે મને આ સેવા સંસ્થાના નિમાર્ણના કાર્યમાં જોડાવવાની તક આપી અને મેં બાકી બધું ગૌણ ગણી અઢી વર્ષ આ સેવાયજ્ઞમાં સમર્પિત કરી દીધાં. એ સમયે મારાં ઘણાં કામો ચાલતાં હતાં. અનેક કામોમાં અડચણો હતી. છતાં પણ એ બધાંથી પર ઊઠવાની શક્તિ શ્રીજીએ આપી. સવાર – બપોર – સાંજ અને રાત્રી પણ સેવા સંસ્થાન બાંધવાના વિચારમાં જ વીતી જાય, મારો ભાવ ભક્તિનો થઈ ગયો અને સમજાયું કે શ્રીનાથજીના મંદિરમાં જે ભક્તિથી માથું નમાવું છું, એ જ ભક્તિથી આ સેવા મંદિરનાં નિમાર્ણ કાર્યમાં સમર્પિત થયેલ, મારો એક જ ભાવ હતો કે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું આ સેવામંદિર બાંધવું.

એટલે આટલાં વર્ષોથી જયારે જયારે આ સેવામંદિરમાં પગલું પાડું છું ત્યારે – ત્યારે હૃદયમાં સંતોષના ભાવ ઊભરાય છે કે જીવનમાં સારું કાર્ય કરવાની શ્રીજીની કૃપાથી આ તક મળી. અસંખ્ય લોકોને જાણે – અજાણે ઉપયોગી થઈ શકાયું.”

પરેશના મિત્ર જયકુમારની ષષ્ઠીપૂતિની ઉજવણીના ભાગ રૂપે જયકુમારની ઇચ્છા હતી કે કથાનું આયોજન કરવું અને તે પણ પોલિઓ ફાઉન્ડેશનના સહયોગથી. કથામાંથી જે આવક થાય તે સંસ્થાને આપવાની અને સંસ્થા પાસેથી એક પણ રૂપિયો ખર્ચ તરીકે લેવો નહીં. આ ભાવનાને સ્વરૂપ આપવા પરેશે મને વાત કરી અને પ.પૂ. શ્રી વ્રજરાજકુમાર મહારાજની કથાનું આયોજન થયું. કથાના સાત દિવસની તેઓની અથાગ મહેનત અને શ્રોતાઓનો કથાનું રસપાન કરવામાં થયેલ આનંદથી ડોનેશનનો અવિરત પ્રવાહે કથા દરમ્યાન રહ્યો. કથાના સાત દિવસો દરમ્યાન આશરે રૂ. ૫૮,00,000/- રૂા અઠ્ઠાવન લાખ જેવી માતબર રકમ સંસ્થાને ડોનેશન રૂપે મળેલ જે સંસ્થાના નવા બનેલ મકાનમાં શરૂઆતના સમયે મેડિકલ પ્રવૃત્તિઓ ચલાવવા માટે સહાયભૂત થયેલ.

આવા મિત્રોના નિ:શબ્દ સાથ, હૃદયના ભાવ અને અપેક્ષા કે અભિમાનના ભાર સિવાય થયેલા પ્રદાનને વંદન જ કરાય ને ? “આવા જ સાથીઓ હોય તો પોલિયો ફાઉન્ડેશનની વિકાસયાત્રામાં બાધા જ કયાંથી આવે ? એને તો ઘણું કરવું છે.” ઝરણાંથી સાગર થવું છે. કયારેક કંટાળે ત્યારે. .

કયાંક ઘર છોડી અને

ચાલ્યા જવાનું થાય મન

જાવ, તો પાછા તરત બોલાવતી ઘરની તરસ. “જીવશે ત્યાં સુધીની તરસથી દૂર ભાગે કેમ કરીને આ લાગણીભર્યો મિત્ર’’

સેવા સંસ્થાનની તરસ જાય કયાં ?

2 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૨

  1. અદ્ભુત વાત લખી છે તમે.. ભલે સમાજોપયોગી હોય તો પણ સરકારમાં વગર પૈસે મનગમતું કામ કરાવવું એ પણ અદ્ભુતજ ગણાય..

    સરસ.. પરેશભાઈને સલામ..

    ________________________________

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s