રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૨


મારા પ્રેમપત્રો

સુરજપુર એક સાવ નાનકડું અંતરિયાળ ગામ. સરકારે ત્યાં એક નાનકડું પાગલોનું દવાખાનું બાંધેલું. અન્ય મોટા પાગલખાનામાં જયારે સંખ્યા વધી જાય ત્યારે કોઈ કોઈ દર્દીને અહીં ટ્રાન્સફર કરાતા. યુવાન ડોક્ટર મયુરી અહીંના ઇન્ચાર્જ હતા. બીજી બધી હોસ્પિટલો કરતા પાગલોની હોસ્પિટલમાં એક તફાવત એ હોય છે કે અહીં તોફાની પાગલોને પુરાવા માટે અલગ કોટડીઓ બંની હોય છે. કોઈ કોઈ ને તો બાંધીને પણ રાખવા પડે. 

ડોક્ટર મયુરીને એક દિવસ એક પત્ર મળ્યો કે રવીના નામની એક 21 વર્ષની પાગલને અમદાવાદથી તેમને ત્યાં ટ્રાન્સફર કરવી પડે તેમ છે. પાગલ ખુબ જ તોફાની હતી. કેટલીય વાર તેને બાંધીને રાખવી પડતી, ત્રણેક દિવસ પછી અમદાવાદનો સ્ટાફ તેને મુકવા આવ્યો. સોહામણી એકદમ શાંત; ભાવવાહી આંખો વાળી રવીના પ્રથમ નજરે જ ગમી જાય તેવી હતી. તેને ડોક્ટર મયુરીએ પોતાને ત્યાં એડમિટ કરી દીઘી.

જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ખ્યાલ આવતો ગયો કે રવીનામાં પાગલપણાનું એક પણ લક્ષણ જણાતું નથી. રવીનાએ એક દિવસ મયુરી પાસે કાગળ અને પેન માગ્યા. કુતુહલવશ મયુરીએ તેની વ્યવસ્થા કરી આપી. એક સ્થળે બેસીને રવીના એક સુંદર કવિતા લખતી હતી ત્યાં જ મયુરી, ત્યાં જઈ ચડી; અને જોયું કે એક બહુ જ સરસ કવિતા રવીના લખી રહી હતી. તેણે તે અધૂરી કવિતા મયુરીને વંચાવી. મયુરી આશ્ચર્યચકિત થઇ ગઇ. તેને પ્રથમ વખત લાગ્યું કે કૈક કાચું કપાયું છે. રવીના તો બિલકુલ પાગલ લાગતી જ નથી.

તે એક એકથી ચડિયાતી કવિતા લખતી. બાજુના શહેરમાં એક કવિ સંમેલન હતું તેમાં ખાસ મંજૂરી લઈને રવીનાને રજુ કરાઈ. તેની કવિતા ખુબ જ વખણાઈ. જયારે અન્ય કવિઓ આયોજકો અને શ્રોતાઓને ખબર પડી કે રવીના એક પાગલ છે; ત્યારે તે વાત માનવ કોઈ તૈયાર ન હતું.

મયુરીનો નાનો ભાઈ આકાશ તેનાથી 5 વરસ નાનો હતો. તેના લગ્ન એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ સાથે થયા હતા. તે ઉદેપુર ખાતે પાગલોની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હતો. બંને અલગ અલગ ગામે નોકરી કરતા હતા. પણ તેની પત્નીને આકાશ કરતા પૈસામાં વધારે રસ હતો. અઠવાડીએ એક રજામાં પણ આકાશ જો તેને મળવા જાય તો તે કહેતી ” આકાશ આટલું બધું ટિકિટ ભાડું ખર્ચીને અવાતું હશે?” આકાશની પગારની તારીખે તે અચૂક પણે આકાશ પાસે પહોંચી જઈ મોટા ભાગનો પગાર લઇ ને સાવ થોડી હાથ ખર્ચી આકાશને આપીને નીકળી જતી. એક રાત તો માંડ રોકાતી. તેમાં પણ આકાશ અતૃપ્ત જ રહી જતો.

તેના લગ્ન જીવનને 3 વર્ષ વીતી ચુક્યા હતા. મયુરી તેને ફોનમાં સુરજપુર આવવા આગ્રહ પણ કરતી. બંને ભાઈ બહેન એક જ વ્યવસાયમાં હતા. એટલે બંનેને બનતું પણ બહુ જ. એક દિવસ આકાશ મયુરીના અતિ આગ્રહને વશ થઈને સુરજપુર આવ્યો. મયુરીએ જોયું તો આકાશના સામાનમાં કેટલીક હસ્તપ્રતો પણ હતી. જેમાં આકાશે પોતાની દુઃખી અને કરુણ જિંદગીનું બયાન કાવ્યો દ્વારા કર્યું હતું. કાવ્યો પ્રત્યેની તેની રુચિ જોઈને મયુરીએ તેને કહ્યું કે એક યુવાન દર્દી કે જે તારીની જ ઉંમરની છે; તે પણ સુંદર કવિતાઓ લખે છે. તે અત્યંત ખતરનાક છે; તેવું લખેલ છે, પણ તે ખુબ જ સારા સ્વભાવની છે. ત્યાર બાદ તે રવીનાની કવિતાઓ આકાશને વાંચવા આપતી. અને આકાશની કવિતાઓ રવીનાને વાંચવા આપતી. રવીનાની કવિતાઓ આકાશની કવિતાઓ કરતા ઘણી જ ઉત્કૃષ્ટ હતી. તેથી આકાશે એક વખત તેને મળવાની ઈચ્છા મયુરીને જણાવી. હોસ્પિટલમાં જ મુલાકાત ગોઠવાઈ. રવીના પહેલા ઉદેપુરની હોસ્પિટલમાં આકાશને ત્યાં જ હતી. ત્યાંથી તેને અમદાવાદ સીફ્ટ કરાઈ હતી. તેણે આકાશને સહુ પ્રથમ ઉદેપુરમાં યોજાયેલા ગુજરાતી કવિ સંમેલનમાં જ જોયો હતો. પછી તો બંનેની મુલાકાતો વધતી ચાલી હતી પણ આકાશ પરણેલો હતો; છતાં બંને પ્રેમમાં પડી ગયા. આકાશ પોતાની પત્નીની વાત કરતા ધ્રુસકે ધ્રુસકે અવારનવાર રડી પડતો હતો. રવીના તેને આશ્વાસન આપતી હતી. પણ પોતાની પત્નીથી છૂટાછેડા લઇ રવીના સાથે લગ્ન કરવાની હિમ્મત આકાશમાં ન હતી. અને આ ગમમાં રવીના પાગલ થઇ ગઇ. પોતાની અસ્વીકૃત લગ્ન દરખાસ્તે તેનું  ચિત્ત ભમી ગયું. આખરે તેને આકાશની જ હોસ્પિટલમાં દાખલ કરાઇ. તે ખુબ જ તોફાની અને આક્રમક હતી. આકાશને ડ્યુટી પર જોતાજ તેનું ગાંડપણ માઝા મુકતું. તેને દિવસોના દિવસો સુધી બાંધી રાખવી પડતી.

અંતે તેને અમદાવાદ સીફ્ટ કરવામાં આવી જ્યાં તેની તબિયત ધીમે ધીમે સુધરી. ત્યાંથી તે સુરજપુર સીફ્ટ થઇ. તે આકાશની બેવફાઈને યાદ કરીને કાવ્યો લખતી પણ ગાંડપણનું ઉન્માદ હવે નહોતું રહ્યું. તેને માટે નોર્મલ થઇ ગયાનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો હતો. પણ મુલાકાતની એકાદ કલાક પછી જ તેણે જે ગાંડપણ શરુ કર્યું કે તેને સાંકળોથી બાંધી દેવી પડી. કોઈને પણ ખબર ન પડી કે આકાશ પોતાનો સુરજપુરનો પ્રોગ્રામ ટૂંકાવીને કેમ બે ત્રણ દિવસમાં જ પરત જતો રહ્યો.

                                  —–0—–

                                                                       ——રેખા ભટ્ટી

3 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૨

  1. સુ.શ્રી રેખાજીની સંવેદનશીલ વાર્તા માણી. મા કુમારજીની રચના મનમા ગુંજાય
    कोई दीवाना कहता है, कोई पागल समझता है !
    मगर धरती की बेचैनी को बस बादल समझता है !!
    मैं तुझसे दूर कैसा हूँ , तू मुझसे दूर कैसी है !
    ये तेरा दिल समझता है या मेरा दिल समझता है !!

    मोहब्बत एक अहसासों की पावन सी कहानी है !
    कभी कबिरा दीवाना था कभी मीरा दीवानी है !!
    यहाँ सब लोग कहते हैं, मेरी आंखों में आँसू हैं !
    जो तू समझे तो मोती है, जो ना समझे तो पानी है !!

    समंदर पीर का अन्दर है, लेकिन रो नही सकता !
    यह आँसू प्यार का मोती है, इसको खो नही सकता !!
    मेरी चाहत को दुल्हन तू बना लेना, मगर सुन ले !
    जो मेरा हो नही पाया, वो तेरा हो नही सकता !!

    भ्रमर कोई कुमुदुनी पर मचल बैठा तो हंगामा!
    हमारे दिल में कोई ख्वाब पल बैठा तो हंगामा!!
    अभी तक डूब कर सुनते थे सब किस्सा मोहब्बत का!
    मैं किस्से को हकीक़त में बदल बैठा तो हंगामा!!
    અતૃપ્ત આકાશે પોતાની દુઃખી અને કરુણ જિંદગીનું બયાન કાવ્યો દ્વારા કર્યું હતું ‘ ત્યારે ‘રવીનામાં પાગલપણાનું એક પણ લક્ષણ જણાતું નથી…’ યાદ આવે ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક સંશોધને કળાસાહિત્યમાં મનોવિશ્લેષણની એક નવી પદ્ધતિ માટેની ભૂમિકા તૈયાર કરી એટલું જ નહિ. પણ શૃંગારરસના નિરૂપણ માટે પણ એક નૂતન દિશા ખોલી આપી. ફ્રોઈડનાં આ વિચારને લઈને કેટલીય કૃતિઓનું સર્જન થયું. જોમ્સ જોયસ, ર્વિજનિયા વૂલ્ફ આપણે ત્યાં સરોજ પાઠક, ધીરુબેન, લા.ઠા, ચિનુ મોદી, શ્રીકાંત શાહ, મિસ્કીન જેવાં સર્જકો તેનાં અખતરા કરે છે. અને તેમાં નવા પરિમાણો ઊભા કરે છે. નિસર્ગનું સર્જન ” નર અને માદા ” નું સંયોજન સ્વયમ એક અતિ મહત્વની જરૂરી સર્જન-પ્રક્રિયા નો ભાગ જ છે ને? ઠીક-અઠીક કે નૈતિક યા અનૈતિક એ આપણા અમુક-તમુક સામાજિક ચોકઠાંની બલિહારી ! …માણી ને જાણવું” એજ યથાર્થ એ સમય પૂરતું …
    .

    Like

  2. you have explained broken heart/love relation in extreme madness – uncontrollable..and also given deep psychological twist…you know many people leave drug habit–but if they are passing through earlier environment even by train- it ignites back with double power and they fall in that groove again..similar is description here very nicely told through this small story.
    many thx.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s