રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૩ (અંતીમ)


 

 

 

(આંગણાં માટે ૧૩ સરસ વાર્તાઓ મોકલવા બદલ બહેન રેખા ભટ્ટીનો ખૂબ આભાર. તમારી કલમનો લાભ અમે ભવિષ્યમાં પણ લેતા રહી શું – સંપાદક)

યિત્ઝુ

પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર એક નાનકડા ઉપગ્રહ પર એક સભાને નેતા સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું ”અહીંથી અબજો કિલોમીટર દૂર એક પૃથ્વી નામનો ગ્રહ છે. ત્યાં જીવનની હયાતી હોવાની સાબિતીઓ આપણા વિજ્ઞાનિકોએ મેળવી છે; પણ ત્યાંનું જીવન આજના આપણા જીવન કરતા એકાદ કરોડ વર્ષ જૂનું છે. ત્યાં હજી માણસ નામનું પ્રાણી જ છે, જે આપણા ઉપગ્રહ પર લગભગ  સીતેર લાખ વર્ષ પહેલા નામશેષ થઇ ગયું છે. અને તેજ આપણા પૂર્વજ છે.

સંશોધન માં એવું પણ પુરવાર થયું છે કે, માનવીઓ બે પ્રકારના હતા. સ્ત્રી અને પુરૂષ. સ્ત્રી સાવ નાનકડા માણસ કે જે બાળક કહેવાતું તેમને જન્મ આપતી. પછી તે બાળક મોટું થતું. આપણને આ વાત નહિ સમજાય કેમકે આપણને ત્યાં કોઈ સ્ત્રી કે પુરુષ જેવું નથી હોતું; કે નથી કોઈ નાનું બાળક જન્મતું. આપણે ત્યાં તો  અમીબાની જેમ એક યિત્ઝુના શરીરમાંથી જ  થોડા થોડા વર્ષે  બીજુ  યિત્ઝુ બને છે અને પછી જેમ વૃક્ષ પર થી પાંદડું ખરી પડે તેમ તે યિત્ઝુ અલગ પડીને બે સ્વતંત્ર યિત્ઝુ બને છે. કાળક્રમે યિત્ઝુ દુબળું પડતું પડતું લુપ્ત થઇ જાય છે. પણ મનુષ્યમાં કોઈ લુપ્ત થતું નથી. તેમના દેહને અગ્નિમાં સળગાવી દેવામાં કે જમીનમાં દાટી દેવામાં આવે છે. આપણા યિત્ઝુને વસ્ત્રો પહેરવાની જરૂર પડતી નથી પણ માણસો પોતાના શરીર પર કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરે છે કારણકે તેમનામાં પુરુષ અને સ્ત્રી એવા બે ભેદભાવ છે જે આપણામાં નથી. આ બધું આપણને ખુબ જ વિચિત્ર લાગે છે; અને તે માટે આપણે રૂબરૂ તપાસ કરવા માટે એક અવકાશયાનમાં એક યિત્ઝુને પૃથ્વી પર મોકલવાનું નક્કી કર્યું છે. દેખાવમાં માણસ અને યિત્ઝુ માં કોઈ ફરક નથી; પણ જીવનમાં ઘણો તફાવત છે. એટલે એક યિત્ઝુ ને માણસના ક્લોન આપીને માણસ જેવું બનાવ્યું છે. અને તેને આજે અવકાશયાનમાં મોકલીને આપણે એક કરોડ વર્ષ પહેલાની માહિતી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશું તે માટે આપણે તેને વિદાય કરવા માટે અત્રે એકત્ર થયા છીએ.’’

અવકાશયાન એક યિત્ઝુ કે જે હવે માનવ કોલોનથી માનવ જેવું બન્યું હતું, તેને લઈને પૃથ્વી તરફ વિદાય થયું; અને 45 મિનિટમાં પૃથ્વી પર નિયત સ્થળે અબજો કિલોમીટરનું અંતર કાપીને સહી સલામત ઉતર્યું. યિત્ઝુ તેમાંથી બહાર નીકળીને ચાલવા લાગ્યું. શરીર પરના વસ્ત્રો તેને ખુબ જ અસુવિધાકર લગતા હતા. ચાલતા ચાલતા તે એક સડક પર પહોંચી ગયું, ત્યાં જ એક કાર આવીને ઉભી રહી અને પૂછ્યું કે પુના ક્યાંથી જવાશે? યિત્ઝુ એ પોતાના કાંડા પરના કોમ્પ્યુટરને જોઈને કહ્યું કે ડાબી બાજુ વળી જાવ 35 કિલોમીટર પછી પુના આવશે. કાર ચલાવનાર કહે હું અહીંના રસ્તાથી બિલકુલ અજાણી છું તમે જાણકાર લાગો છો. જો તમારે પુના જ કે વચ્ચે ક્યાંક જવાનું હોય તો તમે કારમા બેસી જાવ. તમારે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જાવશે અને મને કોઈક જાણકારનો સથવારો મળી જતા મારુ કામ પણ આસાન થઇ જશે.

 યિત્ઝુને તો ક્યાં જવાનું તે નક્કી જ ન હતું તેથી તેણે કહ્યું કે તેને પણ પુના જ જવાનું છે. છોકરીએ આગળનો દરવાજો ખોલ્યો અને યિત્ઝુ તેમાં બેસી ગયું. કાર આગળ ચાલી તો પાછળથી એક કાર પુરપાટ વેગે આવીને આગળ થઇ ગઈ. તેમાં 5 છેલબટાઉ નબીરાઓ  હતા તેમણે એક છોકરી અને એક છોકરાને જોતા જ પોતાની કાર ધીમી પાડી અને યિત્ઝુની કારની આડી ઉભી રાખી દીધી. યિત્ઝુને તો કઈ સમજ ન પડી કે આ લોકો કેમ આમ કરે છે પણ છોકરી તરત તેમનો ઈરાદો સમજી ગઈ. તેણે યિત્ઝુને સમજાવ્યું કે આ લોકો શું કરવા માંગે છે. તે લોકોએ યિત્ઝુ અને પેલી છોકરીને કારમાંથી બહાર ખેંચી કાઢ્યા. છોકરીએ યિત્ઝુને કહ્યું ” તમે ઉભા છો શું? થોડો તો સામનો કરો આ લોકોનો.’’ યિત્ઝુ એ તો પાંચેય નબીરાઓને એવી ત્વરાથી ફટકાર્યા કે બધા તેમની કાર લેવા પણ ઊભા ન રહ્યા. આનંદમાં આવી જઈને છોકરી તાળીઓ પાડવા લાગી અને યિત્ઝુને વળગી પડી. બન્ને  પોતાની કારમાં બેઠા પણ યિત્ઝુમાં માનવ કોલોન ફિટ કરેલા હતા તેથી તે કૈક વિચિત્ર ભાવ અનુભવવા લાગ્યુ. આવા ભાવો તેણે ક્યારેય અનુંભવ્યાં ન હતા.

તેણે છોકરીને કહ્યું કે ”તું  જયારે મને વળગી પડી ત્યારે મેં કૈક વિચિત્ર ભાવો અનુભવ્યા.” છોકરી શરમાઈ ગઈ અને કહ્યું ”મેં પણ એવા જ ભાવો અનુભવ્યા છે. તેને પ્રેમ કહેવાય. તમારું નામ શું છે?” આ નવા અનુભવેલા ભાવોને સમજવાની કોશિશ કરતા તેણે કહ્યું ” યિત્ઝુ.’’ ‘’મારુ નામ પલ્લવી છે પણ તમારું નામ બહુ જ વિચિત્ર છે. બોલતા પણ નથી ફાવતું. હું તમને પલ્લવ કહીશ તો તમને ગમશે?”

યિત્ઝુ માટેતો પ્રેમનો આ અનુભવ ખાસ બની ગયો. 12 દિવસ પછી તેને પરત જવાનું હતું પણ પલ્લવીના પ્યારે તેને કાયમ માટે પૃથ્વી પર જ રોકી લીધો.  માનવ સ્વરૂપે જ.

                                                                                                                                                 —–રેખા ભટ્ટી

                              

                             મુક્તક

                             કૈક તો એવું છે તારામાં કે દુઃખોને ભૂલી ગઈ ‘ને

                             કૈક પામી છું તારા થકી, તે શું પ્રેમ તો નથી ને?

                                                                                                             —–રેખા ભટ્ટી

 

5 thoughts on “રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૩ (અંતીમ)

 1. ખૂબ સ રસ સુંદર વાર્તા…
  સર્વશક્તિમાન પ્રેમસ્વરુપા છે.પ્રેમ અનિર્વચનીય છે.
  અમારી દિકરી યામિનીનો મુશાયરો માણો
  *પ્રેમ એટલે કે…* રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત દ્વારા પ્રેમ કાવ્યો પર ૯.૬.૨૦૧૯ની સાંજે યોજાયેલો મહા મુશાયરો માણો..YOUTUBE.COM
  Prem Etle Ke (Love is..) – A Kavi Sammelan 09.06.2019
  અને

  ♥ ♫ ♪ Doris Day: When I Fall In Love ♥ ♫ ♪
  MrKingsRow
  3.1M views

  Like

 2. રેખા ભટ્ટીની વાર્તાઓ ગમી. કલ્પનાઓને શબ્દમાં લખતા રહો….. તેવી શુભેચ્છા સાથે..સરયૂ પરીખ.

  Like

 3. ભલે કલ્પના છે પણ, આજથી વરસો પહેલાં જુલે વર્ને પણ કલ્પનાથી કેટલી બધી નવલકથાઓ લખી… જે આજે બધી વાસ્તવિક બની ગઈ છે..

  પ્રેમની તાકાત પણ કેટલી બધી બળવાન બતાવી છે…!!!

  ખુબ સરસ વિજ્ઞાન કથા.

  Like

 4. yes you have written scientific friction story so nicely to express Love..we all have experienced this type of feeling and made us intoxicated for hours-days or for some lifelong..as per degree of love and made mad too as expressed in your episode 12.
  many thx– and KABHI ALBIDA NA KAHENA>>>do come with new small stories full of meaning again and again- Rekha Bahen.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s