આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા,
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા?
આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં,
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં?
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.
ઠીક છે, જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું;
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું.
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.
આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું,
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું!
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા;
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.
ખુબ સરસ વિચાર અને શબ્દો…
ભગવાન પાસે સામાન્ય રીતે આજીજી, વિનંતી, કાલાવાલા અને અરજના ભાવ સાથે સન્મુખ થવાતુ હોય છે ત્યારે આ કાવ્ય જુદી ખુમારી લઇ આવ્યુ છે.
માંડી ચોપાટ હવે જાતે ઉકેલવી છે તમને શું અમથા રમાડવા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.
વાહ ચોપાટની રમત માંડવાથી એનો ઉકેલ સમજાતો નથી. જે ચોપાટ માંડે છે એ આ રમતની આંટીઘૂંટીને જાણતો હોય એ અત્યંત જરૂરી છે. ઈશ્વર પણ અમથા અમથા સોગઠી મારતા નથી. પુરુષાર્થી માણસની આ ચિત્રલીલા છે. સમગ્ર ગીતમાં ઈશ્વરના માધ્યમથી એ આગળ વધવા ઈચ્છે છે. કવિ કંઈ આ લીલાને પોતાને શિરે નથી લેતા. એ તો માણસના પુરુષાર્થને જ આગળ વધારી લલકારે છે. પોતાનું પ્રારબ્ધ ઈશ્વરને હાથ નથી સોંપતા, પણ કર્મની કુંડળી આલેખે છે. અહીં પ્રારબ્ધ પર આધાર રાખી આશા-નિરાશાનું પરિણામ ભોગવનાર માણસ નથી. એ તો માણસને જ કર્મનું – સારા કર્મનું બળ આપવા ઈચ્છે છે. ગીતનું માધ્યમ પણ આ સ્વરૂપને નવા નવા વિષયોથી, ભાવોથી પુષ્ટ કરે છે. કવિની જીવનશ્રદ્ધા અતૂટ છે. એક પછી એક ભાવઅંતરાને જ્યાં પાર કરે છે ત્યાં શરૂઆતની કટાક્ષવૃત્તિ ઓગળી જાય છે. સૃષ્ટિને ઈશ્ર્વરના સહચર્ય વગરની નથી કલ્પી પણ ક્ષુલ્લક બાબતમાં બે હાથ જોડીને પ્રાર્થતા, નીચે ઈશ્ર્વરને બોલાવતા, માણસ માટે છે. પોતાની રચના દ્વારા કેડી જ નહીં; રાજમાર્ગ તૈયાર કર્યો છે. માણસની ‘વેવલી વાણી’ ખપતી નથી. અતૃપ્ત માંગણવૃત્તિ માણસને ખપે પણ કવિને ન ખપે. કવિતા દ્વારા રચાતો આ પંથ જ નથી; વિસામો છે. વિસામો મેળવતાં મેળવતાં જ માણસ પોતાના ભાવિનો નક્શો તૈયાર કરતો હોય છે. આ રચના પણ માણસને સ્વનિર્ભર કરનારી છે. ઈશ્વરીય તત્ત્વની અહીં બાદબાકી નથી, પણ લાચારીથી ઈશ્વરના આગમનને ઝંખનાર માણસને કવિ રોકે છે.
કવિએ ઝંખેલું માનવનું ચિત્ર કંઈક આવું છે;
“રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત,
હર પળ દરેક હાલ અમે ચાલતા થયા.ૄ
આ હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયા.
LikeLiked by 1 person
દાવડા સાહેબના આંગણે ધૃવભટ્ટ ની ખુમારી વેરાણી…!!!. .ચાલો ,વિણી લઈએ…..
LikeLiked by 1 person
yes really nice–Not to disturb any lord-ram – krishna or any- and fight our own battle…
Khudi Ko Bana Buland…
LikeLike