વા વાયા ને વાદળ ઊમટ્યા (નરસિંહ મહેતા)


વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા આવો શા માટે
તમે મળવા આવો શા માટે
આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

– નરસિંહ મહેતા

3 thoughts on “વા વાયા ને વાદળ ઊમટ્યા (નરસિંહ મહેતા)

 1. અમારો માનીતો ગરબો
  માણો
  va vaaya ne vaadal umatya-વા વાયા ને વાદળ ઊમટ્યા …
  https://www.youtube.com/watch?v=V2vDw3b8VFM – Translate this page
  Video for વા વાયા ને વાદળ ઊમટ્યા▶ 3:46
  May 31, 2017 – Uploaded by tia joshi
  va vaaya ne vaadal umatya-વા વાયા ને વાદળ ઊમટ્યા-ફિલ્મ – સંત સૂરદાસ. tia joshi. Loading… Unsubscribe from tia joshi? Cancel Unsubscribe …

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s