કહેવાતા સંતો (પી. કે. દાવડા)


આપણા હાલના  સંતોએ આખા દેશનાં આત્માને જડ બનાવી દેવામાં મોટો ભાગ ભજવ્યો છે.

આ લોકો સત્તાલાલચુ રાજકારણી કરતાં જરા પણ ઓછા ઉતરે એવા નથી. આ લોકો હમેંશા બીજાની જીંદગી પર કાબુ પામવાની કોશીષમાં જ રચ્યાપચ્યા રહે છે વળી આ લોકો અભણ પ્રજાની અંધશ્રદ્ધાને લીધે રાજકારણીઓ કરતા વધુ સફળ થતા હોય છે.આ લોકો ખુબ જલ્દીથી એક વિશાળ ફોલોઈંગ પેદા કરી લેતા હોય છે, અને તેમનાં અનુયાયીઓ તેમને અંધ વ્યક્તિની જેમ અનુસરે છે. આ લોકો માનવતાના પુજારી તરીકે પોતાની જાતને ઓળખાવે છે અને પુજાય છે. આધ્યાત્મનાં ઓઠા હેઠળ આ લોકો તેમના અનુયાયીઓ પાસેથી તેમની જીંદગીની સૌથી મહત્વની વસ્તુ, તેમની વિચારશક્તિ, પડાવી લેતા હોય છે.

અહંકારનો ત્યાગ કરવાની સલાહ આપીને તેઓ તેમના સ્વત્વનો નાશ કરે છે. તેમને કહેવામાં આવે છે કે “તમારી ઈચ્છાઓનો ત્યાગ કરો, કેમકે બધા દુઃખોનું મૂળ ઈચ્છાઓમાં છે. તમારે હમેશાં બીજાઓ માટે જીવવું જોઈએ, વગેરે વગેરે. ઘણાં બધા માણસો તેમનું કહેવુ માને છે, અને તેઓનાં ચરણોમાં પોતાનું સર્વસ્વ ધરી દે છે, સાથે સાથે એક અતિશય મહત્વની વસ્તુ પણ તેઓની પાસે ગિરવી મુકી દે છે, તે છે, પોતાની વિચારશક્તિ. તેનો આંતરીક વૈભવ નષ્ટ થઈ જાય છે. તેનું મન તેની દોરવણી કરતું બંધ થઈ જાય છે. તેને જ્યારે પોતાના પ્રશ્નોનાં ઉત્તર અંદરથી મળવા બંધ થઈ જાય છે, ત્યારે તેને બહારની મદદની જરૂર પડે છે. આવે વખતે તેની સહાય માટે આપણા સંત મહાશય હમેશાં હાજર હોય છે. અનુયાયીને લાગે છે કે, મહારાજ ની કૃપાથી તે ઉગરી ગયો,પણ હકિકતમાં તો તે વધુ ઊંડો ઉતરી ગયો હોય છે.

આ લોકોનું ધ્યેય તમને હમેશા નાના અને પાપી બતાવવાનું હોય છે, જેથી કરીને તમને તમારા પોતાનામાં શ્રધ્ધા ન રહેતાં તમે તેના હાથમાં પોતાની જીંદગી સોંપી દો છો. તે તમને અહંકારના નાશને બહાને, તમારા સેલ્ફકોન્ફીડેન્સ્નો નાશ કરી નાખે છે. તમને એટલા બધા વિનમ્ર બનાવે છે કે તમે સાવ ઘેંશ જેવા ઢિલા પડી જાવ છો. તેને બરોબર ખબર છે કે સ્વત્વ હીન માણસ કોઇ દિવસ પોતે વિચારી નથી શકવાનો કે તેનામા જાતે કોઈ નિર્ણય લેવાની શક્તિ નથી રહેવાની કે તે કોઈ પણ જાતનાં પગલા લેવામાં અસમર્થ છે. હવે તે મનુષ્ય સંપુર્ણપણે પરાધીન થઈ જાય છે. તમારા વિચારોનો સંપુર્ણ કબજો લઈ લેવામાં આવે છે.

આ લોકોને સૌથી વધુ અનુયાયીઓ ક્યાંથી મળે છે જાણો છો? ગુજરાતમાંથી અને ગુજરાતીઓમાંથી. પરદેશ ગયેલા ગુજરાતીઓતો જાણે સાવ અકકલ ગિરવી મુકીનેજ વર્તે છે, પણ મોડર્ન કહેવાતી ગુજરાતની પ્રજા જે આસાનીથી આ લોકોનો ભોગ બને છે તે જોઈને એમ લાગે છે કે સમગ્ર ગુજરાતે પોતાની સમજ અને અક્કલ ગિરવી મુકી છે.

4 thoughts on “કહેવાતા સંતો (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીનું આ કોઈ ધાર્મિક પ્રવચન નથી , કોઈપણ પંથ કે સંપ્રદાયનો વિરોધ નથી પણ એક સત્ય હકીકત છે , જેનો તમે બધાએ અનુભવ કર્યો હશે, અને નહિ કર્યો હોય તો તમારી જિંદગીમાં ક્યારેક તો અનુભવ કરવાનો સમય આવશે ..
  આ કહેવાતા સંતો અને સંત પારખવાનું અગત્યનુ છે જેથી કહ્યું છે-
  પાની પીજો છાનકે
  ગુરુ કી જો જાનકે
  આ સાથે વિનંતી કે સાચા સંત જેવા કે આ શિવાનંદજી જેમણે મા ડો.એ.પી.જે.અબ્દુલ કલામને આપઘાત કરતા રોક્યા હતા…

  Like

 2. ધર્મ એક તરફ અને વ્યક્તિપૂજા પર ગાડરીયા પ્રવાહ સાથે મચી પડે છે.
  ગમે તે ગ્રુપ હોય, પણ વ્યક્તિપૂજા હાનિકારક છે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s