કન્યાદાન ! (પરભુભાઈ મિસ્ત્રી)


કન્યાનું દાન થઈ શકે?

કન્યા કોઈ ચીજ વસ્તુ છે?

       વરસો પહેલાં, આ કન્યાદાન શબ્દ  પર ડો. શશિકાંત શાહ સાથે ચર્ચા થયેલી. શશિકાંતભાઈનો તકિયાકલામ ‘અદભુત!’ સાંભળવા મળ્યો. તમારા વિચારો ક્રાંતિકારી છે.

આ વિચારો કે દલીલો મારા નથી, શ્રી કૃષ્ણના છે.

આ. નગીનદાસ સંઘવી સાહેબે દિ.ભા.ની આજની પૂર્તિમાં એ જ વાતની યાદ અપાવી છે.

સન્યાસી બનેલા મિત્ર અર્જુન પાસે નાની બહેન સુભદ્રાનું અપહરણ કરાવ્યું. હેતુ સ્પષ્ટ હતો પાંડવો જોડે સગપણ પાકું કરવાનો. પાંડવો તેજસ્વી હતા, કોઈની મદદ સ્વીકારે તેવા નહોતા. શ્રી કૃષ્ણ પાંડવોને નિમિત્ત બનાવી ધર્મનું સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છતા હતા. એમને મદદ કરવાનો એક જ રસ્તો હતો. બહેન પરણાવવી. પણ બહેનની ઈચ્છા વિરુદ્ધ નહિ. સુભદ્રા યુવાન સન્યાસીના પ્રેમમાં પડી. એને ખબર નહોતી કે એ અર્જુન છે! કૃષ્ણે સુભદ્રાનું મન વાંચી લીધું હતું. બલરામની ઈચ્છા સુભદ્રાને દુર્યોધન સાથે પરણાવવાની હતી. તેઓ કોઈ સંજોગોમાં સુભદ્રા અને સન્યાસી(અર્જુન)નો સંબંધ માન્ય રાખવાના નહોતા. અપહરણ જ એકમાત્ર ઉપાય હતો. સામે છેડે અર્જુન પરણેલો હતો અને અગ્નિશિખા દ્રૌપદીની શોક્ય બનીને જવાનું હતું. તણખા નહિ ભડકા થવાના હતા. બહુ જ ક્રિટિકલ સંજોગો વચ્ચે કૃષ્ણે આ નિર્ણય લીધો. પોતાનો રથ અને ઘોડા આપીને ભગાડ્યા.

બલરામ ધુવાંપુવાં થયા. એ સંવાદો વાંચવા જેવા છે. કૃષ્ણની ચાલાકી સામે બલરામ દાંત કચકચાવતા રહી ગયા.

બલરામે કહ્યું, ‘મારા હાથમાંથી કન્યાદાન કરવાનો અવસર તેં રોળી નાંખ્યો’. ત્યારે શ્રી કૃષ્ણે કરેલી આ દલીલ છે:

શેનું દાન? કન્યાનું દાન? કન્યા કંઈ ચીજ વસ્તુ થોડી છે? એને મન, આત્મા, બુદ્ધિ, ઈચ્છા, અનિચ્છા હોય કે નહિ?…

કૃષ્ણને સમજવા અઘરા છે. સદાનો સાથી અને વડીલ બંધુ બલરામ પણ સમજી ન શક્યા તો અન્યનું શું ગજું? એ મહાન ક્રાંતિકારી મહાપુરુષને ભગવાન વિષ્ણુનો અવતાર ગણીને પૂજીએ છીએ, પણ મોટાભાઈ બલરામે એને કહી દીધું હતું કે કૃષ્ણ, તું નાસ્તિક છે!

પણ આપણી વાત તો કન્યાદાન શબ્દ પર કેન્દ્રિત છે. કન્યાના લગ્ન પ્રસંગે અપાતી કિંમતી ચીજ ભેટ સોગાદ માટે ‘કન્યાદાન’ માં આવેલી વસ્તુઓ કે રકમ- એવો ઉલ્લેખ થાય ત્યાં સુધી તો બરોબર છે, પણ કન્યાનું દાન કોણે કર્યું, પિતાએ, ભાઈએ, કાકાએ કે મામાએ? આવો સવાલ સમાજમાં પૂછાતો હોય છે.

કન્યામાં રહેલું કન્યા તત્વ તો તેના જનક જનની પાસે અકબંધ રહે છે. પુખ્ત થતી જાય તેમ તેનામાં સ્ત્રીત્વ આવતું જાય. એ સ્ત્રીત્વ પર મા બાપ કે કોઈનો અધિકાર નથી. કન્યામાં આવેલું આ સ્ત્રીત્વ એ લક્ષ્મીનું સ્વરૂપ છે. અને એનો માલિક તો વિષ્ણુ જ હોય. એની સંભાળ રાખી શકે, સ્ત્રીત્વનો વિકાસ કરી શકે, ખીલવી શકે, એની કદર કરી શકે, એની અસ્મિતાનું રક્ષણ કરી એનું ભરણપોષણ કરી શકે એવા તેજસ્વી, પરાક્રમી, સક્ષમ યુવાનને  એની જવાબદારી સોંપવી એને સ્ત્રીત્વનું દાન કરેલું કહેવાય કન્યાદાન કરેલું ન કહેવાય.

વિવાહ સંસ્કાર વખતે વર- કન્યાને વિષ્ણુ અને લક્ષ્મી સમજીને માતા પિતા પગે લાગે છે. એ સિવાય જિંદગીના તમામ પ્રસંગોએ વર વહુ અને દીકરી જમાઈ મા બાપ કે સાસુ સસરાને પગે લાગતા રહે છે, પણ વિવાહના દિવસનું નવદંપતિ એ તો સાક્ષાત લક્ષ્મી અને વિષ્ણુ જ!

કેવી ભવ્ય પરંપરા. એ પરંપરા આપનાર સમાજશાસ્ત્રીઓ એવા ૠષિઓને આદરપૂર્વક પ્રણામ.

પરભુભાઈ એસ મિસ્ત્રી

4 thoughts on “કન્યાદાન ! (પરભુભાઈ મિસ્ત્રી)

 1. ” વિવાહના દિવસનું નવદંપતિ એ તો સાક્ષાત લક્ષ્મી અને વિષ્ણુ જ!
  કેવી ભવ્ય પરંપરા. એ પરંપરા આપનાર સમાજશાસ્ત્રીઓ એવા ૠષિઓને આદરપૂર્વક પ્રણામ.”

  Liked by 1 person

 2. મા. શ્રી પરભુભાઈ મિસ્ત્રીનો કન્યાદાન અંગે સ રસ સુંદર લેખ .
  કન્યાદાનના જુદા જુદા અર્થ કરી સાંપ્રત સમયના કહેવાતા વિદ્વાનોએ પ્રસન્નતાના પ્રસંગને ગુંચવ્યો છે ! કન્યાદાન નો અર્થ વિસ્તૃત રીતે અને સમાજને લગ્નની મહત્તા અને સ્ત્રી પુરૂષના સંબંધને સમાજના વિવિધ સ્તરના લોકો સ્વીકારે તે અર્થ લેવો જોઈએ. આ દાન માત્ર આપવા ખાતર નહિ પરંતુ અરસ-પરસના નવા સામાજિક બંધનને વધારે મજ્બૂત બનાવવા અને એક ઉંચાઈ આપવા સપ્તપદીના અર્થ સમજાવી કન્યાદાન કરે છે તેમ સમજવું જરૂરી છે. સમાજના વિવિધ સ્તર-ભણેલા-અભણ્-સમજુ-પછાત-ઉચ્ચ્-નીચ આ લગ્નનું બંધન ટકે પણ સામાન્ય કારણોસર તૂટે નહિ અને દાન પાછું આવે નહિ તેવા અર્થમાં લેવો જોઇએ. આ રીતે કરેલ લગ્ન સહજ રીતે ટકે છે. અંગત વાતે અમારા લગ્નને ૬૨ વર્ષ થયા. અમારી ચાર દીકરીઓ પરણી અનેક સ્થિતીમા આનંદ પૂર્વક જીવે છે. દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્યને હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું.
  જો કે કન્યાદાન શબ્દ સમજ્યા વગર વિરોધ કરનાર સાંપ્રત સમાજની સ્થિતિમાં લગ્ન અંગે જ કાંઇ સમજાતું નથી ! આજ કાલ લીવ ઇન ખૂબ જ વધારે પ્રમાણ માં થઇ રહ્યું છે. અને હવે તો સરકારે પણ એને મંજુરી આપી દીધી છે..ધામધૂમથી થતા લગ્નો થોડા સમયે છુટાછેડામા પરીણમે છે.કેટલાય કેસોમા લગ્નને નામે કાવત્રુ કરી સંપતી પડાવવાના બનાવો સહજ થતા જાય છે.
  સુકન્યાનું કન્યાદાન કહો કે સુવરનું વરદાન કહો પણ સબંધની પવિત્રતાને સમજો-નીભાવો. તદેવ લગ્નં સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ । વિદ્યાબલં દૈવબલં તદેવ લક્ષ્મીપતે તેંઽઘ્રિયુગં સ્મરામિ ॥ અને મા પરભુભાઇ કહે છે તેમ’વિવાહના દિવસનું નવદંપતિ એ તો સાક્ષાત લક્ષ્મી અને વિષ્ણુ જ!’ માનો

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s